મંદાકિની અરવિંદ શેવડે

એકતાલ

એકતાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ચતુરસ્ર જાતિનો તાલ. ભારતીય સંગીતમાં પ્રાચીન કાળથી તાલપરંપરા ચાલી રહી છે. તાલ એ લય દર્શાવવાની ક્રિયા છે. સંગીતમાં વિભિન્ન સ્વરો વચ્ચે જે અંતરાલ હોય છે એને માપવા માટે તાલની ક્રિયાનો આરંભ થાય છે. તાલના અંતર્ગત દ્રુત, લઘુ, ગુરુ અને પ્લુત અક્ષરોને ઊલટસૂલટ કરવાથી અસંખ્ય…

વધુ વાંચો >

કલ્યાણ

કલ્યાણ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કલ્યાણ થાટમાંથી રચાયેલ તેનો આશ્રય રાગ. ભારતના વિખ્યાત સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેજીએ માત્ર દસ થાટમાં ઉત્તર ભારતીય સંગીતના રાગોનું વર્ગીકરણ કર્યું છે. થાટ અથવા મેળનો અર્થ સ્વરોની કોમલ તીવ્રતાનો  ઉપયોગ કરીને બનાવેલી એક નિશ્ચિત સ્વરરચના. દરેક જનક થાટને એટલે કે મેળને એમણે એ જ…

વધુ વાંચો >

કાફી રાગ

કાફી રાગ : કાફી થાટમાંથી રચાયેલો મનાતો આશ્રયરાગ. काफी दोनों राग थाट ग-गनि कोमल सब शुद्ध । प वादी संवादी षड्ज सप्त स्वरोंसे युक्त ।। ગંધાર-નિષાદ કોમલ તથા અન્ય સ્વરો શુદ્ધ લેવામાં આવે છે. प વાદી અને सा સંવાદી છે. પરંતુ આધુનિક શાસ્ત્રાનુસાર રિષભ સ્વરને પણ સંવાદી સ્વર માનવામાં આવે…

વધુ વાંચો >

કુર્ડીકર મોગુબાઈ

કુર્ડીકર, મોગુબાઈ (જ. 1904; અ. 10 ફેબ્રુઆરી 2001, મુંબઈ) : શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાનાં શ્રેષ્ઠ અને સુવિખ્યાત ગાયિકા, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની શૈલીમાં ખ્યાલ ગાયકીના જયપુર ઘરાનાના જ્યેષ્ઠ કલાકાર અલ્લાદિયાખાંસાહેબનાં તે શિષ્યાં હતાં. 1934માં મોગુબાઈ ખાંસાહેબના ગંડાબંધ શાગીર્દ બન્યાં. મોગુબાઈનો બાલ્યકાળ ગોવાના અંતર્ગત કુર્ડી ખાતે વ્યતીત થયો અને તેને લીધે…

વધુ વાંચો >

કેરકર – કેસરબાઈ

કેરકર, કેસરબાઈ (જ. 13 જુલાઈ 1892, કેકર, ગોવા; અ. 26 સપ્ટેમ્બર 1977, મુંબઈ) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. સંગીતમય વાતાવરણવાળા અને સંગીત પર આજીવિકા મેળવનાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ ગોવાની ગાયિકાઓના સહવાસનો લાભ એમને મળ્યો હતો. તેમના સૂચનથી માત્ર આઠ વર્ષની નાની ઉંમરે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના…

વધુ વાંચો >

ખમાજ

ખમાજ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંના ‘ખમાજ’ થાટ પરથી સર્જાયેલો રાગ. ભારતીય શાસ્ત્રીય સંગીતના સ્વરમય અને ભાવમય રૂપ અનુસાર થાટ અને રાગોની નિર્મિતિ થયેલી છે. તેમાં ખમાજ થાટ અને ખમાજ રાગ આગવું સ્થાન ધરાવે છે. હકીકતમાં આ થાટનો રાગ ઝિંઝોટી હોવા છતાં તેને ખમાજ રાગ કહે છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રચલિત…

વધુ વાંચો >

ખ્યાલ

ખ્યાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંની ગાયનશૈલીનો એક લોકપ્રિય પ્રકાર. અરબી ભાષાના શબ્દ ‘ખયાલ’નો અર્થ થાય છે ‘કલ્પના’. વર્તમાન ગાયનપદ્ધતિમાં ખ્યાલગાયનના વગર રાગદારી સંગીતનો વિચાર ભાગ્યે જ થાય છે. માત્ર કંઠ્ય સંગીતમાં જ નહિ, વાદ્યો પર પણ ખ્યાલશૈલીમાં શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરવામાં આવે છે. ગીતરચના અને ગાયનશૈલી આ બંનેની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

ગિરજાદેવી

ગિરજાદેવી (જ. 8 મે 1929, વારાણસી; અ. 24 ઑક્ટોબર 2017, કોલકાતા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખ્યાલ ગાયનની સાથે ઠૂમરી, દાદરા, ગઝલ તથા ટપ્પા ગાયનનાં નિપુણ કલાકાર. પિતા બાબા રામદાસ રાય સંગીતના અનન્ય પ્રેમી અને સંગીતના પંડિત હતા. ગિરજાદેવી પર ઘરના સંગીતમય વાતાવરણનો પ્રભાવ બાળપણથી જ હતો. સંગીતના પાઠ નાનપણમાં…

વધુ વાંચો >

ચૉતાલ

ચૉતાલ : મૃદંગ અથવા પખવાજનો તાલ. ચતુર (ચતસ્ર) જાતિના તાલમાં તેની ગણના થાય છે. ચાર માત્રાના વિભાગ પ્રમાણે થનાર તાલ એ ચતુરસ્ર જાતિમાં આવે છે. ચૉતાલનો ઉપયોગ ધ્રુપદ ગાયકી માટે થાય છે. જે રાગમાં ધ્રુપદ ગાવો હોય, તેના આલાપ પ્રથમ ગાયક નોમ્ તોમ્ પદ્ધતિમાં ગાય છે. તે વખતે તાલ કે…

વધુ વાંચો >

ડાગર, નસીર અમીનુદ્દીન

ડાગર, નસીર અમીનુદ્દીન (જ. 24 માર્ચ 1924, ઇન્દોર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ધ્રુપદ ગાયકી શૈલીના વિખ્યાત સંગીતકાર. આ વિશિષ્ટ ગાયકીને લોકપ્રિય બનાવવામાં ડાગર બંધુમાંથી ઉ. નસીર અમીનુદ્દીન ડાગરનો ફાળો મહત્વનો રહ્યો છે. તેઓ માતાપિતાના પરમ ભક્ત હતા. નાનપણમાં સંગીત કરતાં રમતગમત તરફ વધારે રસ હતો. સંગીતના પાઠ પિતાશ્રી નાસિરુદ્દીનખાં…

વધુ વાંચો >