પ્રહલાદ છ. પટેલ

અવકાશ જીવવિદ્યા

અવકાશ જીવવિદ્યા (exobiology) : અન્ય ગ્રહો ઉપરનું જીવનું અસ્તિત્વ તપાસતું વિજ્ઞાન. જીવવિજ્ઞાનની આ શાખા અવકાશમાં અન્ય ગ્રહો પર જીવની સંભાવનાને લગતી શોધ સાથે સંકળાયેલી છે. અવકાશયાનોના વિકાસ બાદ વિજ્ઞાનની આ શાખાનો વિશેષ વિકાસ થયો છે. અન્ય ગ્રહો પર જીવનની શક્યતા, બુદ્ધિ ધરાવતા સજીવોની સંભાવના વગેરે બાબતો અંગેનું સંશોધન તેનો વિષય…

વધુ વાંચો >

અવરોધ

અવરોધ (resistance) : વિદ્યુત-પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેના માર્ગમાં આવતું નડતર. અવરોધનું કાર્ય વિદ્યુતપ્રવાહને અવરોધવાનું છે. આથી વિદ્યુત-પરિપથમાં અવરોધને પાર કરવા માટે  પૂરતા પ્રબળ વિદ્યુતચાલક બળ(electromotive force)ની જરૂર પડે છે. આવું વિદ્યુતચાલક બળ વિદ્યુતપ્રવાહનું નિર્માણ કરતા વિદ્યુતભારોને ઊર્જા પૂરી પાડે છે. વાહકના અવરોધને કારણે ઊર્જાનો વ્યય થતો હોય…

વધુ વાંચો >

આભાસી વાસ્તવિકતા

આભાસી વાસ્તવિકતા (Virtual Reality) : કૃત્રિમ માધ્યમમાં કાલ્પનિક ભૂમિકાનું સર્જન કરતી ટૅકનૉલૉજી. આભાસી વાસ્તવિકતા ભારે વિસ્મયકારક કૃતિ કે કરામત નથી. માણસ માટે સજીવ કલ્પના અને ચાલાકીપૂર્વક પ્રભાવિત કરવા માટેનું તે માધ્યમ છે. આવા માધ્યમ દ્વારા કમ્પ્યૂટર તથા અત્યંત જટિલ માહિતી સાથે આંતરક્રિયા કરવાનો માર્ગ તૈયાર છે; જેમ કે, ભયાનક જંગલ,…

વધુ વાંચો >

આલ્ફા-કણ

આલ્ફા-કણ : વિકિરણધર્મી (radioactive) પરમાણુમાંથી ઉત્સર્જિત થતો ઉચ્ચ ઊર્જા ધરાવતો ધન વિદ્યુતભારિત કણ. તે બે પ્રોટૉન અને ન્યૂટ્રૉન ધરાવે છે. આથી તે 2e જેટલો વિદ્યુતભાર ધરાવે છે, જ્યાં e ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર છે અને તેનું મૂલ્ય e = 1.66 x 10-19 છે. આલ્ફા-કણનું દળ (દ્રવ્યમાન) 4.00015 a.m.u. છે (1 a. m.…

વધુ વાંચો >

ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ

ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ (Indian Association of Physics Teachers) : ભૌતિકવિજ્ઞાનના વિષય અને તેના શિક્ષકોના સ્તરને ઉન્નત કરવા, તેમના કસબ તથા સૂઝ-સંપત્તિનો રાષ્ટ્રની પ્રગતિમાં સવિશેષ લાભ મળે એ માટેના ઉચિત પ્રયાસો કરનાર અધ્યાપકોનું સંગઠન. આઇ.એ.પી.ટી.ની સ્થાપના 1984માં ડૉ. ડી. પી. ખંડેલવાલે કરી. હાલમાં આ સંગઠન વટ-વૃક્ષ જેવું બન્યું છે.…

વધુ વાંચો >

એ. પી. જે. અબ્દુલ કલામ

એ. પી. જે. અબ્દુલ કલામ (જ. 15 ઑક્ટોબર 1931, રામેશ્વરમ્, તમિલનાડુ; અ. 27 જુલાઈ 2015, શિલોંગ) : ગણતંત્ર ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ. ભારતરત્ન, દિગ્ગજ વિજ્ઞાની અને પ્રખર મિસાઇલ ટેક્નૉલૉજિસ્ટ. ડૉ. કલામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન રામેશ્વરમ્માંથી જ લીધું; ઉચ્ચ શિક્ષણ ચેન્નઈની એવિયેશન ઇજનેરી કૉલેજમાં. તેઓ કોઈ યુનિવર્સિટીના વિધિસરના ‘ડૉક્ટરેટ’…

વધુ વાંચો >

ઍમ્પિયર, આંદ્રે મારી

ઍમ્પિયર, આંદ્રે મારી (જ. 22 જાન્યુઆરી 1775, લિયોન્સ, ફ્રાન્સ; અ. 10 જૂન 1836, માર્સેલી, ફ્રાન્સ) : વિદ્યુત દ્વારા પણ ચુંબકત્વ પેદા કરી શકાય છે તેવી હકીકત સિદ્ધ કરનાર; વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર વિજ્ઞાની. વિદ્યુતપ્રવાહના એકમને ‘ઍમ્પિયર’ નામ આપી વિજ્ઞાનીઓએ તેના નામને અમરત્વ આપ્યું છે. તેમના પિતા વ્યાપારી…

વધુ વાંચો >

ઍલેક્સેઈ ઍલેક્સેયેવિચ ઍબ્રિકોસૉવ

ઍલેક્સેઈ ઍલેક્સેયેવિચ ઍબ્રિકોસૉવ (Alexei Alexeyevich Abrikosov) (જ. 25 જૂન 1928, મૉસ્કો, રશિયન એસએફએસઆર, યુ.એસ.એસ.આર.) : રશિયન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2003ના નોબેલ પુરસ્કારના વિજેતા. સંઘનિત (condensed) દ્રવ્ય-ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કરવા બદલ આ પુરસ્કાર મળ્યો છે. 1948માં મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1948થી 1965 દરમિયાન યુ.એસ.એસ.આર. એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક : દક્ષિણ ભારતમાં ચેન્નાઈ (મદ્રાસ) નજીક કલ્પક્કમ્ ખાતે સાગરકાંઠે જુલાઈ 1983માં કાર્યરત કરાયેલું દેશનું ત્રીજું પરમાણુ વિદ્યુતમથક. તારાપુર ખાતેનું દેશનું સૌપ્રથમ પરમાણુ વિદ્યુતમથક (TAPS) અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ સંપૂર્ણપણે બાંધીને ચાલુ કરી આપ્યું હતું. ભારતનું બીજું પરમાણુ વિદ્યુતમથક રાજસ્થાનમાં કોટા નજીક રાણા પ્રતાપસાગર ખાતે આવેલું છે. રાજસ્થાન…

વધુ વાંચો >

કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક

કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક (Kakarapar Atomic Power Station) : તારાપુર (મુંબઈ નજીક), રાવત ભાટા (રાજસ્થાનમાં કોટા નજીક), કલ્પક્કમ (ચેન્નાઈ નજીક) અને નરોરા (યુ.પી.) પછીના ક્રમે આવતું, દક્ષિણ ગુજરાતમાં કાકરાપાર નજીક બંધાયેલ ભારતનું પરમાણુ વિદ્યુતમથક. આ સંકુલમાં બંધાયેલ બે એકમો(unit-1 and unit-2)માં પ્રત્યેક એકમમાં 235 મેગાવૉટ વિદ્યુત (MWe) ઉત્પન્ન કરી શકાય તેવી…

વધુ વાંચો >