પ્રહલાદ છ. પટેલ

કોઠારી – દોલતસિંહ

કોઠારી, દોલતસિંહ (જ. 6 જુલાઈ 1906, ઉદેપુર; અ. 4 ફેબ્રુઆરી 1993, જયપુર) : ભારતની સ્વાતંત્ર્યોત્તર પેઢીના બહુમુખી પ્રતિભાશાળી ભૌતિકવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે ઉદેપુર અને ઇંદોર ખાતે શાલેય શિક્ષણ લીધું. ઉદેપુરના મહારાજા તરફથી ખાસ શિષ્યવૃત્તિ મળતાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. …

વધુ વાંચો >

કોશિબા માશાતોસી

કોશિબા, માશાતોસી (Masatoshi Koshiba) : (જ. 19 સપ્ટેમ્બર 1926, ટોયોહાશિ, જાપાન) : જાપાનના ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને ભૌતિકવિજ્ઞાનના 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. કોશિબા 1951માં યુનિવર્સિટી ઑવ્ ટોકિયોની સ્કૂલ ઑવ્ સાયન્સમાંથી સ્નાતક થયા હતા. 1955માં યુનિવર્સિટી ઑવ્ રૉચેસ્ટર, ન્યૂયૉર્કમાંથી ભૌતિકવિજ્ઞાનમાં પીએચ.ડી. થયા હતા. તે પછી તે યુનિવર્સિટી ઑવ્ ટોકિયોમાં જોડાયા અને ત્યાં 1960માં…

વધુ વાંચો >

કલાઉડે કોહેન-તેનોડ્જી

કલાઉડે કોહેન-તેનોડ્જી (Claude Cohen-Tannoudgi) (જ. 1 એપ્રિલ 1933, કૉન્સ્ટેન્ટાઇન, અલ્જિરિયા) : પરમાણુઓને લેસર-પ્રકાશ વડે ઠંડા પાડી પાશબદ્ધ (‘ટ્રૅપ’) કરવાની પદ્ધતિ વિકસાવવા બદલ, 1997ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર, ફ્રેન્ચ નાગરિકત્વ ધરાવનાર ભૌતિક વિજ્ઞાની. પૅરિસની ઇકોલે નૉર્મેલ સુપીરિયર (Ecole Normale Superioure) ખાતેથી ડૉક્ટરલ પદવી મેળવી. 1973માં તેઓ કૉલેજ-દ-ફ્રાન્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.…

વધુ વાંચો >

ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી

ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી (quantum thermodynamics) : લૅટિસ કંપનોનું ક્વૉન્ટીકરણ. બિંદુઓની આવર્તક (periodic) ગોઠવણીને લૅટિસ કહે છે અને તે એક ગણિતીય વિભાવના છે. આવર્તક ગોઠવણી ધરાવતાં બિંદુઓ ઉપર પરમાણુઓ, અણુઓ કે આયનો (વીજભારિત પરમાણુઓ કે અણુઓ) સ્થાન ગ્રહણ કરે છે ત્યારે તે લૅટિસ સ્ફટિક બને છે. આવી કણો સહિતની લૅટિસ રચના ભૌતિક…

વધુ વાંચો >

ક્વૉન્ટમ યાંત્રિકી (Quantum mechanics) અને ક્વૉન્ટમ સિદ્ધાંત (Quantum theory)

ક્વૉન્ટમ યાંત્રિકી (Quantum mechanics) અને ક્વૉન્ટમ સિદ્ધાંત (Quantum theory) દ્રવ્ય, વીજચુંબકીય વિકિરણ તથા દ્રવ્ય અને વિકિરણ વચ્ચેની આંતરક્રિયાઓ માટેનો આધુનિક સિદ્ધાંત. આ સિદ્ધાંત લાગુ પાડી શકાય એવી ઘટનાઓ માટેની તે યાંત્રિકી છે. ક્વૉન્ટમ યાંત્રિકીને તરંગ યાંત્રિકી (wave mechanics) પણ કહે છે. તે વ્યાપક સ્વરૂપ ધરાવે છે અને તે ચિરસંમત યાંત્રિકી…

વધુ વાંચો >

ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્ર

ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્ર (quantum electrodynamics) : વીજ ચુંબકીય વિકિરણના ગુણધર્મો અને વીજભારિત પરમાણુઓ તથા ઇલેક્ટ્રૉન જેવા કણ સાથે વીજચુંબકીય વિકિરણની આંતરક્રિયાઓનો અભ્યાસ. ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્રનાં પાયાનાં સમીકરણો સમગ્ર પરમાણુ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, સ્થૂળ દ્રવ્યના ગુણધર્મો અને ચિરસંમત (classical) વીજચુંબકીય સિદ્ધાંતને આવરી લે છે. જ્ઞાનેન્દ્રિયો વડે અનુભવી શકાતી ઘણીખરી ઘટનાઓ અંતે તો ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્રના…

વધુ વાંચો >

ગિન્ઝબર્ગ, વિટાલી લઝારેવિચ

ગિન્ઝબર્ગ, વિટાલી લઝારેવિચ (Ginzburg, Vitaly Lagarevich) (જ. 4 ઑક્ટોબર 1916, મૉસ્કો, યુ.એસ.એસ.આર.; અ. 8 નવેમ્બર 2009, મૉસ્કો, રશિયા) : રશિયન સૈદ્ધાંતિક ભૌતિક અને ખગોળભૌતિકવિજ્ઞાની અને એન્થની જેમ્સ લૅગ્ગેટ તથા ઍબ્રિકોસોબની ભાગીદારીમાં વર્ષ 2003ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર-વિજેતા. તે મૉસ્કોના યહૂદી પરિવારના સભ્ય છે. 1938માં તે મૉસ્કો સ્ટેટની ફિઝિક્સ ફૅકલ્ટીમાંથી સ્નાતક થયા.…

વધુ વાંચો >

ગિયાકૉની, રિકાર્ડો

ગિયાકૉની, રિકાર્ડો (Giacconi Ricardo) (જ. 6 ઑક્ટોબર 1931, જેનોઆ, ઇટાલી; અ. 9 ડિસેમ્બર 2018, સાનડિયેગો, કેલિફોર્નિયા, યુ.એસ) : X-કિરણોની બ્રહ્માંડીય (વૈશ્વિક સ્રોતની બીજરૂપી) (seminal) શોધો કરવા બદલ 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની. તેમના સહવિજેતા હતા અમેરિકાના રેમન્ડ ડેવિસ અને જાપાનના માસાતોસી કોશિબા. 1955માં ગિયાકૉનીએ મિલાન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.…

વધુ વાંચો >

ગિલ, પ્યારસિંહ

ગિલ, પ્યારસિંહ (જ. 28 ઑક્ટોબર 1911, ચેલા, પંજાબ) : ભારતના પ્રતિષ્ઠિત ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડ-કિરણોની શોધના અગ્રયાયી (pioneer). તેમણે પ્રાથમિક શિક્ષણ કોટ-ફતૂહી ગામમાં અને માધ્યમિક શિક્ષણ માહિલપુરની ખાલસા હાઇસ્કૂલમાંથી લીધું. 1920માં બબ્બર ખાલસાના આંદોલનકારીઓના સંપર્કમાં આવતાં ક્રાંતિનો માર્ગ પકડ્યો. ક્રાંતિવીરોએ પ્યારસિંહના દિમાગમાં રાષ્ટ્રીય મુક્તિઆંદોલનની ભાવના ભરી દીધી. પરિણામે ક્રાંતિસંગ્રામમાં જોડાવાનો સંકલ્પ…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >