પ્રસાદ બ્રહ્મભટ્ટ
ઊર્મિકાવ્ય
ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…
વધુ વાંચો >ઍન્ટિગની
ઍન્ટિગની (ઈ. પૂ. 440) : મહાન ગ્રીક નાટકકાર સૉફોક્લિસ(ઈ. પૂ. 495-406)ની પ્રશિષ્ટ ટ્રૅજેડી. ઈ. પૂ. 440માં તેની પ્રથમ રજૂઆત થઈ હતી. આ નાટકની સફળતાને લીધે સૉફોક્લિસને સેમોસ સામેના યુદ્ધમાં જનરલ બનાવવામાં આવેલા તે વસ્તુને કારણે તેને ઇડિપસ ચક્રમાંનું નાટક ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં તે સ્વતંત્ર નાટક છે. ઇડિપસના અવસાન…
વધુ વાંચો >કૅવૅફી – કૉન્સ્ટેન્ટાઇન
કૅવૅફી, કૉન્સ્ટેન્ટાઇન (જ. 17 એપ્રિલ 1863, ઍલેક્ઝાન્ડ્રિયા, ગ્રીસ; અ. 29 એપ્રિલ 1933, ઍથેન્સ) : ગ્રીક કવિ. પિતાનું નામ પીટર જ્હૉન. નાનપણમાં કૅવૅફી ઘરે જ ફ્રેંચ અને અંગ્રેજી ભણ્યા. પછી ઇતિહાસનો તથા દાન્તેની કવિતાનો અભ્યાસ કર્યો. બાઇઝેન્ટાઇન અને હેલેનિક ઇતિહાસ તથા સાહિત્યનો તેમણે સઘન અભ્યાસ કર્યો. તે પ્રાચીન-અર્વાચીન ગ્રીક ઉપરાંત અંગ્રેજી,…
વધુ વાંચો >ગદ્યકાવ્ય
ગદ્યકાવ્ય : અનિયત લયમાં રચાયેલું કાવ્ય. અંગ્રેજીમાં તેને ‘પ્રોઝ પોએમ’ કહે છે. ઉમાશંકર જોશી અનિયત લયમાં રચાયેલા ‘અછાંદસ’ કાવ્યથી ગદ્યકાવ્યનો ઢાળો કંઈક અલગ હોવાનું જણાવે છે. સંસ્કૃતમાં काव्यं गद्यं पद्यं च । – કાવ્ય ગદ્યમાં અને પદ્યમાં હોય એમ કહેવાયું છે; પણ પદ્ય-આધારિત કાવ્યને વિશ્વની બધી મોટી ભાષાઓમાં સૈકાઓનો ઇતિહાસ…
વધુ વાંચો >ગરબી-ગરબો
ગરબી-ગરબો : ઊર્મિકાવ્યના પેટાપ્રકારમાં સમાવિષ્ટ અને મધ્યકાળમાં પ્રચલિત બનેલું ગુજરાતી ગેય કાવ્યસ્વરૂપ. તેમાં કાવ્ય ઉપરાંત નૃત્ત અને સંગીત પણ ભળેલાં છે. પંદરમા શતક પહેલાંના જૈન રાસાસાહિત્યમાં દોહરા, ચોપાઈ, ઝૂલણા વગેરે માત્રામેળ છંદોના બંધ વપરાયેલા છે. આ રચનાઓ ગાવાની હોવાથી તેમાં ગેયતાસાધક પ્રયોગવૈવિધ્ય હતું. તેમાંથી દેશીઓ બની અને ટૂંકી દેશીઓમાંથી પદ…
વધુ વાંચો >ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર
ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર (જ. 16 ફેબ્રુઆરી 1921, ચંદરવા, જિ. અમદાવાદ; અ. 16 ઑગસ્ટ 1995, અમદાવાદ) : ‘ર. ર. ર.’, ‘પુષ્પજન્ય’, ‘સુધીર ઘોષ’ તખલ્લુસો. ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક. તેમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચંદરવા, બોટાદ અને લીંબડીમાં. 1939માં મૅટ્રિક થયા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે 1944માં બી.એ.…
વધુ વાંચો >જીવનકથા
જીવનકથા : એક વ્યક્તિના સંપૂર્ણ અથવા વિશિષ્ટ જીવનખંડનો અન્ય વ્યક્તિએ લખેલો વૃત્તાંત. કોઈ મહાન પુરુષનું જીવન નિસ્સાર હોતું નથી. વિશ્વનો ઇતિહાસ વસ્તુત: ચરિત્રોનું દોહન જ છે. માનવીની કુતૂહલવૃત્તિ ચરિત્રોને જીવંત રાખે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિચાર કે ક્રિયામાં ફાળો આપનાર વ્યક્તિ ચરિત્રનાયક બને છે. સમયે સમયે વ્યક્તિ અને પ્રસંગનું…
વધુ વાંચો >જીવનનું પરોઢ (1948)
જીવનનું પરોઢ (1948) : પ્રભુદાસ ગાંધીનું આત્મકથાનક. 4 ભાગ અને ડેમી કદનાં 644 પૃષ્ઠમાં વિસ્તરેલું આ પુસ્તક માત્ર સાહિત્યિક ર્દષ્ટિએ જ નહિ, શૈક્ષણિક તેમજ સામાજિક ર્દષ્ટિએ પણ અપૂર્વ કહી શકાય તેવું છે. લેખકે પોતાના દોષોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી, ઊલટાનું પોતાના એકેએક દોષનું બયાન કર્યું છે. અન્ય લોકો વિશે પણ…
વધુ વાંચો >જોશી, રમણલાલ જેઠાલાલ
જોશી, રમણલાલ જેઠાલાલ (જ. 22 મે 1926, હીરપુરા, તા. વિજાપુર; અ. 10 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતી વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક. પ્રાથમિક શિક્ષણ વતન વડનગરમાં, ઉત્તર ગુજરાતમાં; માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં. કૉલેજનું શિક્ષણ વડોદરામાં. 1950માં તેઓ ગુજરાતી મુખ્ય તથા સંસ્કૃત ગૌણ વિષય સાથે, બી.એ.ની પરીક્ષામાં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી…
વધુ વાંચો >