પ્રસાદ બ્રહ્મભટ્ટ

પુરાકલ્પન

પુરાકલ્પન : મુખ્યત્વે અતિપ્રાચીન પ્રકારની દંતકથા પ્રકારની રચનાઓ માટે પ્રયોજાયેલી સાહિત્યિક સંજ્ઞા. અંગ્રેજી શબ્દ myth માટે ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ પર્યાય યોજાય છે. પુરાકથાઓ ગુજરાતના લોકજીવનમાં ઓતપ્રોત છે. આ પુરાકથાનકોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) સ્વભાવે ફાંટાબાજ હોવું, (2) સ્વપ્નસૃદૃષ્ટિનું નિર્માણ કરવું; (3) અલૌકિક સાથે વારંવાર હાથ મિલાવવો; (4) કોઈક મૂલ્યવાન…

વધુ વાંચો >

પ્રતીક

પ્રતીક : સાહિત્યિક પરિભાષાની એક સંજ્ઞા. સાહિત્યના સંદર્ભમાં પ્રતીકના મુખ્ય બે અર્થ થાય છે : સાહિત્યિક પ્રક્રિયા તરીકેનો અને સાહિત્યિક મૂલ્ય તરીકેનો. ભાષાનો પ્રત્યેક શબ્દ પ્રતીક બની શકે, સાહિત્ય પોતે પણ પ્રતીક બની શકે. સાહિત્યના સંદર્ભમાં પ્રતીક એટલે સંબંધ સ્થાપવાની, વક્તવ્યની, અભિવ્યક્તિની વિશિષ્ટ રીત. સાહિત્યમાં કોઈ પણ શબ્દ ત્રણ રૂપે…

વધુ વાંચો >

પ્રતીકવાદ

પ્રતીકવાદ : ઓગણીસમી સદીના અંતિમ બે દાયકામાં વિકસેલી સાહિત્યજગતની પ્રતીકકેન્દ્રી સર્જનની વિચારધારા. વીસમી સદીના વિશ્વસાહિત્ય માટે તે પ્રભાવક પુરવાર થઈ છે. આધુનિક કવિતાના સર્જન પાછળ અસ્તિત્વવાદ કે અસંગતવાદની ફિલસૂફી કે સમય વિશેની બર્ગસોનિયન વિચારધારા અવશ્ય પ્રભાવક હતી, પણ સૌથી વધુ પ્રભાવ પડ્યો પ્રતીકવાદનો. સત્તરમી-અઢારમી સદીના ભૌતિકતાવાદ અને નવપ્રશિષ્ટવાદનું દર્શન હતું…

વધુ વાંચો >

પ્રસ્થાન

પ્રસ્થાન : રામનારાયણ વિ. પાઠક-સંપાદિત સામયિક. ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયેલા ‘યુગધર્મ’ના કલા અને સાહિત્ય વિભાગનું તંત્રીકાર્ય એમણે દક્ષતાપૂર્વક સંભાળ્યું. ‘યુગધર્મ’ 1925માં ક. મા. મુનશીના ‘ગુજરાત’ સાથે જોડાઈ જતાં ગુજરાતમાં ‘મૉડર્ન રિવ્યૂ’ની કક્ષાના સામયિકની આવશ્યકતા તેમને વરતાઈ. ગુજરાતની પ્રજાની અસ્મિતા જાગ્રત કરવાની અને સ્વાતંત્ર્ય-સંગ્રામને દિશાદર્શન આપવાની સંનિષ્ઠ કામગીરી કરવાના હેતુ…

વધુ વાંચો >

પ્રેમાનંદ

પ્રેમાનંદ (ઈ. સ. સત્તરમી સદી – ઉત્તરાર્ધ ) : આખ્યાનકાર શિરોમણિ. પ્રેમાનંદના જીવન વિશે જે માહિતી મળે છે તેમાં વિશ્વાસપાત્ર હકીકત પ્રમાણમાં ઓછી છે. એની મોટાભાગની કૃતિઓમાં એણે રચનાવર્ષ આપ્યાં છે. એ પરથી એના સમય વિશે અનુમાન થઈ શકે છે. તેની કૃતિઓમાં વહેલામાં વહેલી રચનાસાલ દર્શાવતી કૃતિઓ છે ‘ચંદ્રહાસ-આખ્યાન’ (1671)…

વધુ વાંચો >

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

ભણકાર

ભણકાર : બલવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. ઓગણીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કરનાર બલવંતરાયે આયુષ્યના અંત સુધી – ત્રેંસઠ વર્ષ સુધી સર્જન કર્યું હતું. તેમના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની પહેલી ધારા 1918માં તથા બીજી ધારા 1928માં પ્રગટ થઈ. 1942 અને 1951માં તેની સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ. 1968માં 1951ની આવૃત્તિનું સંશોધિત પુનર્મુદ્રણ થયું. 1942ની…

વધુ વાંચો >

મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ

મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ (જ. 11 નવેમ્બર 1911, ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતી વિવેચક, અનુવાદક. વતન સરસ (જિ. સૂરત). ઈ.સ. 1931માં મૅટ્રિક થયા પછી 1935માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે બી. એ. 1937માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ત્યારબાદ પીએચ.ડી. 1937થી ’45 સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં અને 1946થી ’61 સુધી ભવન્સ કૉલેજમાં ગુજરાતીના…

વધુ વાંચો >

મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર

મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર (જ. 18 ઑગસ્ટ 1941, ભુજ [કચ્છ]) : ગુજરાતીના કવિ, નાટકકાર, વિવેચક. પિતા રાજ્યના ઉચ્ચ અધિકારી. માધ્યમિક શિક્ષણ વડોદરા–મુંબઈમાં. ગુજરાતી મુખ્ય – સંસ્કૃત ગૌણ વિષયો સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.; 1965માં એ જ વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. 1965થી 1968 સુધી ગુજરાતીના અધ્યાપક. 1968માં ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે…

વધુ વાંચો >

મૅકવાન, યૉસેફ ફિલિપભાઈ

મૅકવાન, યૉસેફ ફિલિપભાઈ (જ. 20 ડિસેમ્બર 1940, અમદાવાદ) : કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક. ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી 1968માં બી.એ.; 1970માં એમ.એ.; 1975માં બી.એડ્. 1963થી નિવૃત્તિ પર્યંત 34 વર્ષ અમદાવાદના શેઠ ચી. ન. વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી. તેમણે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રમાણપત્ર બૉર્ડમાં 15 વર્ષ અને આકાશવાણી અમદાવાદ–વડોદરામાં પરામર્શક સમિતિમાં…

વધુ વાંચો >