પ્રવીણ અ. દવે

ધમની-શિરા-સંયોગનળી

ધમની-શિરા-સંયોગનળી (arterio–venous fistula) : ધમની અને શિરા વચ્ચે જોડાણ હોવું તે. તે જન્મજાત કે પાછળથી ઉદભવેલું હોઈ શકે. મૂત્રપિંડમાં આ પ્રકારની જન્મજાત વિકૃતિ હોય તેવું સૌપ્રથમ વેરિલે 1928માં નોંધ્યું હતું. તેમાં એક કે વધુ નસો વચ્ચે આવું જોડાણ થાય છે. મૂત્રપિંડમાંની ધમની-શિરા-સંયોગનળીઓ મોટેભાગે (75 %) મૂત્રપિંડના પેશીપરીક્ષણ (biopsy) વખતે ઉદભવે…

વધુ વાંચો >

નપુંસકતા (impotence)

નપુંસકતા (impotence) : જાતીય સમાગમ પરિપૂર્ણ કરવા માટે શિશ્નનું ઉત્થાન કરવાની કે જાળવી રાખવાની ક્ષમતા ન હોવી તે. આ પ્રકારની ફરિયાદ ઘણી વ્યાપક છે અને કોઈ રોગવાળી પુખ્ત વ્યક્તિઓના 10 % થી 35 % વ્યક્તિઓ તથા ઉંમર વધતાં, તેથી પણ વધુ સંખ્યામાં વ્યક્તિઓ આ તકલીફથી પીડાય છે. પુરુષોની ઇન્દ્રિય જાતીય…

વધુ વાંચો >

નરનસબંધી અને તેની પુનર્રચના

નરનસબંધી અને તેની પુનર્રચના : કુટુંબનિયોજન માટે પુરુષોની શુક્રપિંડનલિકા(vasdeferance)ને કાપવી તથા પાછળથી જરૂર પડ્યે સાંધીને ફરીથી કાર્યક્ષમ કરવી તે. કુટુંબનિયોજન કરીને કુટુંબને નાનું રાખવા માટે કાયમી વંધ્યીકરણ (sterilization) કરવાનું સૂચવાય છે. તે માટેની શસ્ત્રક્રિયા સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં થાય છે. સ્ત્રીઓની અંડનલિકા અથવા અંડવાહિની(fallopian tube)ને કાપવાની ક્રિયાને અંડનલિકા-પૂર્ણછેદન (tubectomy) કહે…

વધુ વાંચો >

પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ-રુગ્ણતા (analgesic nephropathy)

પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ–રુગ્ણતા (analgesic nephropathy) : પીડાશામક દવા લેવાને કારણે થતો મૂત્રપિંડનો વિકાર. વિવિધ ઔષધો જુદી જુદી રીતે મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગ પર આડઅસર રૂપે કે ઝેરી અસર રૂપે નુકસાન કરે છે. પીડાશામક ઔષધ જ્યારે વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે તે મૂત્રલનલિકાઓ તથા તેની આસપાસની અંતરાલીય પેશી(interstitial tissue)ને ઈજા કરે છે.…

વધુ વાંચો >

પ્રજનનતંત્ર (માનવ)

પ્રજનનતંત્ર (માનવ) પોતાના જેવી જ શરીરચના અને કાર્ય કરી શકે તેવી સંતતિ ઉત્પન્ન કરીને જીવનતંતુને પેઢી-દર-પેઢી ટકાવી રાખતું તંત્ર તે પ્રજનનતંત્ર. કોઈ એકકોષી સજીવ જ્યારે તેના જેવો જ બીજો એકકોષી સજીવ બને ત્યારે તે પણ પ્રજનનકાર્ય કરે છે. માનવશરીરમાં કોષો જ્યારે વિભાજિત થઈને નવા કોષો બનાવે ત્યારે તેઓ પોતાનું એક…

વધુ વાંચો >

મૂત્રદાહ

મૂત્રદાહ : પેશાબ કરતી વખતે અથવા ત્યારપછી તુરત થતી પીડા. દુર્મૂત્રતા(dysuria)ની સંજ્ઞાથી ઓળખાતી તકલીફોમાં ઘણી વખત પીડાકારક મૂત્રણ (micturition) ઉપરાંત મૂત્રણક્રિયામાં અટકાવ કે અવરોધ અનુભવાય તેનો પણ સમાવેશ કરાય છે. મૂત્રદાહ(દુ:મૂત્રતા)  કરતા વિવિધ વિકારોમાં મૂત્રમાર્ગમાં ચેપ, ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પછી થતી ઇસ્ટ્રોજન નામના અંત:સ્રાવની ઊણપ, યોનિશોથ(vaginitis), જનનાંગોમાં ચેપ, અંતરાલીય મૂત્રાશયશોથ (intestitial…

વધુ વાંચો >

મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય

મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય (Hydronephrosis and Pyonephrosis) : મૂત્રવહનમાં અવરોધને કારણે ફૂલી ગયેલા મૂત્રપિંડનો વિકાર. તેને સજલ મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડજલશોફ (hydronephrosis) કહે છે અને તેમાં પરુ ભરાયેલું હોય તો તેને સપૂય મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડપૂયશોફ (pyonephrosis) કહે છે. જો મૂત્રપિંડનળીમાં અટકાવ આવેલો હોય તો તેને મૂત્રપિંડનળીરોધ (ureteric obstruction) કહે છે. એક…

વધુ વાંચો >

મૂત્રમાર્ગીય ચેપ

મૂત્રમાર્ગીય ચેપ (Urinary Tract Infection) : મૂત્રમાર્ગમાં જીવાણુઓ કે અન્ય સૂક્ષ્મ જીવો વડે થતો ચેપ. દર્દીને થતી તકલીફો (દા.ત., મૂત્રદાહ, તાવ આવવો, ઊલટી-ઊબકા થવા વગેરે), પેશાબમાં શ્વેતકોષોનું વહન તથા પેશાબમાંના જીવાણુઓનો પ્રયોગશાળામાં ઉછેર (સંવર્ધન, culture) – એમ મુખ્ય 3 પ્રકારની નોંધ મેળવીને તેનું નિદાન કરાય છે. તુરતના પસાર કરેલા મૂત્રમાંના…

વધુ વાંચો >

મૂત્રાશયમાપન

મૂત્રાશયમાપન (cystometry) : મૂત્રાશયનું કદ, તેમાં ઉદભવતાં દબાણ, તેની દીવાલમાં થતા તણાવ તથા મૂત્રણની ક્રિયા વખતે મૂત્રપ્રવાહનો વેગ વગેરે વિવિધ પરિમાણો માપીને નિદાન કરવાની પદ્ધતિ. તેને મૂત્રણગતિકી તપાસણી અથવા મૂત્રણગતિકી-માપન (urodynamic testing)  પણ કહે છે. નીચલા મૂત્રમાર્ગના વિકારોના નિદાનમાં તે ઉપયોગી છે. તેમાં કૃત્રિમ રીતે મૂત્રાશયને ભરવાની અને ખાલી થવાની…

વધુ વાંચો >

રુધિરમૂત્રમેહ (haematuria)

રુધિરમૂત્રમેહ (haematuria) : પેશાબમાં લોહી જવું તે. મૂત્રની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરતાં જો દર અધિક્ષમક્ષેત્ર(high power field)માં 3થી 5 રક્તકોષો (red blood cells) મળે તો તેને રુધિરમૂત્રમેહનો વિકાર કહે છે. જ્યારે પેશાબમાં વધુ પ્રમાણમાં લોહી વહે ત્યારે તે નરી આંખે પણ જોઈ શકાય છે. પરંતુ જો પેશાબનો રંગ લાલ ન…

વધુ વાંચો >