પ્રફુલ્લ રાવલ

અય્યર વી. વી. એસ.

અય્યર, વી. વી. એસ. (જ. 2 એપ્રિલ 1881, વારાનગરી, જિ. ત્રિચિનાપલ્લી; અ. 3 જૂન 1925, ચેન્નઈ) : ઇંગ્લૅન્ડમાં ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનના સમર્થક. તેમનું પૂરું નામ વરાહનરી વ્યંકટેશ સુબ્રહ્મણ્ય અય્યર. અગિયાર વર્ષની વયે મૅટ્રિક. એ જ વર્ષે લગ્ન. ત્રિપુરીની સેન્ટ જૉસૅફ કૉલેજમાંથી સોળ વર્ષની વયે બી.એ. થયા પછી પશુપતિ અય્યર સાથે રંગૂન…

વધુ વાંચો >

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’ (જ. 6 જૂન 1891, માસ્તિગૉવ, મૈસૂર; અ. 6  જૂન 1986) : કન્નડ વાર્તાના જનક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. શાળામાં ભણતા હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. કૉલેજમાં ગયા પછી પણ કૉલેજના સામયિક ઉપરાંત કન્નડનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ તેમની કવિતા, વાર્તાઓ તથા નિબંધો પ્રગટ થતાં રહેલાં.…

વધુ વાંચો >

ઓઝા, રમેશ વ્રજલાલ

ઓઝા, રમેશ વ્રજલાલ (‘ભાઈશ્રી’) (જ. 31 ઑગસ્ટ 1957, દેવકા) : ગુજરાત અને ગુજરાત બહાર ભાગવતરામાયણનું પારાયણ કરનારા વિદ્વાન કથાકાર. સમાજમાં ‘ભાઈશ્રી’ના નામથી વિખ્યાત. એમના પિતાનું નામ વ્રજલાલ કાનજીભાઈ ઓઝા. માતાનું નામ લક્ષ્મીબહેન. એમના પરિવારમાં તેઓ બીજું સંતાન હતા. જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ. કુટુંબ સંસ્કારી અને ધર્મપ્રિય. ભાઈશ્રી પછી બે પુત્રો…

વધુ વાંચો >

ખત્રી, જયંત હીરજી

ખત્રી, જયંત હીરજી [જ. 24 સપ્ટેમ્બર 1909, મુન્દ્રા (કચ્છ); અ. 6 જૂન 1968, માંડવી (કચ્છ)] : આધુનિક વાર્તાકાર. એમણે પ્રાથમિક શિક્ષણ ભુજમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં લીધું હતું. 1928માં મૅટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણ મુંબઈની નૅશનલ મેડિકલ કૉલેજમાં લઈને 1935માં એલ.સી.પી.એસ. થઈને દાક્તરી વ્યવસાયનો પ્રારંભ કર્યો. પ્રારંભનાં…

વધુ વાંચો >

ગાંડીવ

ગાંડીવ (1925–1973) : ગાંડીવ સાહિત્ય મંદિર, સૂરતના ઉપક્રમે પ્રસિદ્ધ થતું રહેલું બાળકોનું પખવાડિક. નાનાં બાળકોથી માંડી કિશોરોને ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પખવાડિકના તંત્રી નટવરલાલ માળવી હતા. બાળવાર્તા, બાળકાવ્યો, દેશવિદેશની કિશોરકથાઓ, વિવિધ કહેવતો, કોયડા, ભુલભુલામણીનાં ચિત્રો ઇત્યાદિ દ્વારા બાળકની જિજ્ઞાસાને વધુ સતેજ કરવાનો અભિગમ રહેતો. ‘ગાંડીવ’ 1925ના જુલાઈ માસથી શરૂ…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગ્રંથ (1964–1985)

ગ્રંથ (1964–1985) : વાચકોને પ્રતિમાસ પ્રસિદ્ધ થતાં વિવિધ વિષય અને સ્વરૂપનાં નવાં પ્રકાશનોથી વાકેફ કરવા, મહત્વની કૃતિની સવિગત સમીક્ષા કરવા તેમજ ભારતીય સાહિત્ય સાથે વિશ્વસાહિત્યથી પરિચિત કરવાના આશયથી પરિચય ટ્રસ્ટ્ર દ્વારા 1964ના જાન્યુઆરી માસથી શરૂ થયેલું ગુજરાતી માસિક. શરૂથી જ યશવંત દોશી એના તંત્રી હતા. વચ્ચેના વર્ષમાં નિરંજન ભગત પણ…

વધુ વાંચો >

દલાલ, જયન્તિ

દલાલ, જયન્તિ (જ. 18 નવેમ્બર 1909, અમદાવાદ; અ. 24 ઑગસ્ટ 1970) : ગુજરાતી એકાંકીકાર, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યવિદ, નાટ્ય-અભિનેતા અને દિગ્દર્શક. તખલ્લુસો : ‘બંદા’, ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘મનચંગા’. રાષ્ટ્રીય ચળવળના સેનાની, સામાજિક કાર્યકર, પત્રકાર, પ્રામાણિક રાજપુરુષ, મહાગુજરાતના સ્વપ્નદ્રષ્ટા. જન્મ અમદાવાદની નાગોરીશાળામાં. જ્ઞાતિએ વીસા ઓસવાળ જૈન. પિતા ઘેલાભાઈ ધંધાદારી ‘દેશી…

વધુ વાંચો >

દવે, વજુભાઈ જટાશંકર

દવે, વજુભાઈ જટાશંકર (જ. 12 મે 1899, વઢવાણ; અ. 30 માર્ચ 1972, અમદાવાદ) : કેળવણીકાર. વજુભાઈના પિતાનું નામ જટાશંકર. માતા ચંચળબા. પિતાનું એમના જન્મવર્ષમાં જ મૃત્યુ. એમનો ઉછેર એમના નાના કાળિદાસને ત્યાં થયો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં થયું. 1914માં લગ્ન થયું અને 1916માં હળવદની શાળામાં શિક્ષક બન્યા. ચાર વર્ષ બાદ વઢવાણની…

વધુ વાંચો >