પ્રફુલ્લ રાવલ

દિક્પાલ

દિક્પાલ : દિશાનો રક્ષક. ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં છ દિશા અને તેના અધિપતિનો ઉલ્લેખ છે. આ અધિપતિમાં દેવત્વનું આરોપણ કરીને એનું અર્ચન શરૂ થયું. વાસ્તુશાસ્ત્રમાં દિક્પાલને દેવ ગણીને દેવાલયના મંડોવરમાં દિક્પાલની સેવ્યપ્રતિમા મૂકવાની પ્રથા આરંભાઈ જે પ્રકારાન્તરે આજે પણ અસ્તિત્વમાં છે. રામાયણ, મહાભારતમાં ચાર દિક્પાલોનો ઉલ્લેખ મળે છે. પાલિસાહિત્યમાં દિક્પાલ ‘મહારાજ’નું નામાભિધાન…

વધુ વાંચો >

પંડ્યા નવલરામ લક્ષ્મીરામ

પંડ્યા, નવલરામ લક્ષ્મીરામ (જ. 3 માર્ચ 1836, સૂરત; અ. 7 ઑગસ્ટ 1888, રાજકોટ) : અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક અને સર્જક. પિતા મહેતાજીની નોકરી કરતા. માતા નંદકોર નિરક્ષર છતાંય ધર્મપરાયણ. સ્વભાવે શરમાળ. બાળપણમાં તંદુરસ્તી સારી રહેતી નહોતી. છતાંય એમની વિદ્યાપ્રીતિ અનન્ય; પ્રારંભે ગોવિંદ મહેતાની ગામઠી નિશાળમાં દાખલ થયા, પરંતુ ત્યાં…

વધુ વાંચો >

પંડ્યા ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ

પંડ્યા, ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ (જ. 21 નવેમ્બર 1963) : ગુજરાતના પ્રખ્યાત કથાકાર. એમના પિતાનું નામ પુરુષોત્તમભાઈ ઈશ્વરભાઈ પંડ્યા. એમની માતાનું નામ ગોમતીબહેન. એમના દાદા ઈશ્વરભાઈ પંડ્યા ધર્મોપદેશક અને રાજવી પરિવારના જ્યોતિષી હતા. બ્રાહ્મણ-પરિવારમાં જન્મેલા ભૂપેન્દ્ર પંડ્યાનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું સૂંઢિયા ગામ છે. એમના દાદી દેવકોરબા પાસેથી બાળપણમાં એમણે રામાયણ-મહાભારત, ભાગવત,…

વધુ વાંચો >

પંડ્યા યશવંત સવાઈલાલ

પંડ્યા, યશવંત સવાઈલાલ (જ. 1906, પચ્છેગામ (સૌરાષ્ટ્ર); અ. 14 નવેમ્બર 1955, ભાવનગર) : ગુજરાતી એકાંકીના આરંભકાળના સર્જક. પાશ્યાત્ય એકાંકીનું આકર્ષણ અનુભવીને એનાં પ્રેરણાપ્રભાવ ઝીલીને ગુજરાતી ભાષામાં એકાંકીનું સર્જન કરનાર યશવંત પંડ્યાનું મૂળ વતન ભાવનગર (સૌરાષ્ટ્ર). નાની વયથી સાહિત્ય પ્રતિ રુચિ. પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ (એમ.એ.) સુધીનો અભ્યાસ ભાવનગરમાં જ કરેલો. આયુષ્ય માત્ર…

વધુ વાંચો >

પૉન્ટાપિડાન હેન્રિક (Pontoppidan Henrik)

પૉન્ટાપિડાન, હેન્રિક (Pontoppidan, Henrik) (જ. 24 જુલાઈ 1857, ફ્રૅડરિકા, ડેન્માર્ક; અ. 21 ઑગસ્ટ 1943, ચારલોટ્ટેન્લુન્ડ, ડેન્માર્ક) : ડેન્માર્કના વાસ્તવલક્ષી કથાલેખક. ડેન્માર્કના તત્કાલીન જીવનનું પ્રમાણભૂત નિરૂપણ કરનાર લેખક તરીકે એમને 1917નો નોબેલ પુરસ્કાર પ્રદાન થયો. આ પુરસ્કાર ડેન્માર્કના કવિ-વાર્તાકાર કાર્લ જેલરપ અને હેન્રિક પૉન્ટાપિડાનને સમાન હિસ્સે અપાયો હતો. હેન્રિકનો જન્મ ધાર્મિક…

વધુ વાંચો >

પ્રભાકર, વિષ્ણુ દુર્ગાપ્રસાદ

પ્રભાકર, વિષ્ણુ દુર્ગાપ્રસાદ (29 જાન્યુઆરી 1912, મીરાપુર, જિ. મુઝફ્ફરનગર, ઉ.પ્ર.; અ. 11 એપ્રિલ 2009, ન્યૂ દિલ્હી) : હિંદી ભાષાના ટૂંકી વાર્તાલેખક, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર. એમના પિતા દુર્ગાપ્રસાદ રૂઢિચુસ્ત હતા જ્યારે માતા મહાદેવી રૂઢિભંજક હતાં, જેમણે પરંપરાથી ચાલી આવતી પડદાપ્રથાનો પરિત્યાગ કર્યો હતો. એમનું પ્રાથમિક શિક્ષણ મીરાપુરમાં થયું હતું. અગિયાર વર્ષના…

વધુ વાંચો >

મનીષા

મનીષા : ગુજરાતી સામયિક. છઠ્ઠા દાયકાના પ્રારંભે પાશ્ચાત્ય સાહિત્યના સંસર્ગે આધુનિક સાહિત્યની વિભાવનાને વ્યક્ત કરવા સુરેશ જોષીએ વિવિધ સામયિકોનો પ્રારંભ કરીને આધુનિક સાહિત્યિક પત્રકારત્વની કેડી કંડારી હતી. ‘મનીષા’ તે પૈકીનું પ્રારંભનું એક માસિક. તે માત્ર સાહિત્ય પૂરતું સીમિત નહોતું. જૂન 1954માં એ શરૂ થયું. રસિક શાહ, સુરેશ જોષીના સાથી તંત્રી…

વધુ વાંચો >

મહેતા, નર્મદાશંકર દેવશંકર

મહેતા, નર્મદાશંકર દેવશંકર (દીવાન બહાદુર) (જ. 23 ઑગસ્ટ 1871, અમદાવાદ; અ. 21 માર્ચ 1939) : નૃસિંહાચાર્યજીના અનુયાયી, શ્રેય:સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિના પોષક અને અગ્રણી ગુજરાતી લેખક-ચિંતક, ભારતીય તત્વજ્ઞાન અને ધર્મના ઊંડા અભ્યાસી. આનંદશંકર ધ્રુવના પ્રિય શિષ્ય, કવિ બાલાશંકર કંથારિયાના ભાણેજ, સંસ્કૃતનું ભાઉદાજી પારિતોષિક અને ભારતીય દર્શન માટે સુજ્ઞ ગોકુળજી ઝાલા…

વધુ વાંચો >

મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ

મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ (જ. 1 જૂન, 1867; અ. 20 જાન્યુઆરી, 1948) : ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ચરિત્રકાર અને સંપાદક. વડનગરા નાગર ગૃહસ્થ પરિવારમાં જન્મ. વતન સૂરત. બાલ્યકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવતાં મોસાળમાં ઉછેર. તેઓ વડોદરા કૉલેજમાંથી ઍગ્રિકલ્ચરની પહેલી પરીક્ષામાં ઉત્તીર્ણ; પછી અભ્યાસ છોડી દીધો. માતાનું અવસાન થતાં 1891માં જામનગરની હાઈસ્કૂલમાં શિક્ષક.…

વધુ વાંચો >

મોદી, જગજીવનદાસ દયાળજી

મોદી, જગજીવનદાસ દયાળજી (જ. 16 ડિસેમ્બર 1871, ફોફળિયા, ડભોઈ; અ. 4 માર્ચ 1954, વડોદરા) : ગુજરાતી લેખક-કવિ. દલપતરામની કવિતાના પ્રભાવે અને પંડિતયુગની સાહિત્યવિભાવનાની અસર તળે એમની સાહિત્યપ્રવૃત્તિ વિકસી. એમની અલ્પવયે પિતાનું અવસાન થતાં માતા ડાહીગૌરી સાથે મિયાંગામમાં વસવાટ. ત્યાં ધોરણ 4 સુધી અભ્યાસ. પછીનું શિક્ષણ વડોદરામાં. એ સમયની ટ્રેનિંગ સ્કૂલમાંથી…

વધુ વાંચો >