પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

ઇનેમલ

ઇનેમલ : ધાતુની સપાટી ઉપર કાચ જેવો ઓપ (glaze) આપવા માટેનો પદાર્થ. આ પદાર્થને ગરમ કરી પિગાળીને ધાતુની સપાટી ઉપર ચિટકાવી દેવાથી ચળકાટવાળું વિવિધરંગી ટકાઉ સુશોભન કરી શકાય છે. ઇનેમલકામની ક્રિયાવિધિ ઈ. સ. પૂ. તેરમીથી અગિયારમી સદીની આસપાસ પણ જાણીતી હતી. મીનાકારી અલંકારો અને કલાકારીગરીની ચીજોમાં ઇનેમલનો ઉપયોગ કરવામાં આવે…

વધુ વાંચો >

ઇંધન-નિક્ષેપ

ઇંધન-નિક્ષેપ : આંતરદહન એન્જિન (Internal combustion engine)ના સિલિન્ડરમાં બાહ્ય પંપ (External pump) દ્વારા ઇંધન (Fuel) દાખલ કરવાની ખાસ પ્રક્રિયા. ડીઝલ એંજિનમાં સ્ફુલિંગ પ્લગ (Spark plug) હોતો નથી. સિલિંડરમાં દબાયેલી હવાથી ઉત્પન્ન થતી ગરમીની મદદથી ઇંધન પ્રજ્વળી ઊઠે છે. આ ઇંધનનો, સિલિંડરમાંની ગરમ હવામાં છંટકાવ કરવામાં આવે છે. સ્ફુલિંગ-દહન એંજિનમાં કેટલીક…

વધુ વાંચો >

ઉચ્ચાલન (lever)

ઉચ્ચાલન (lever) : આધારબિંદુ અથવા ફલકની આજુબાજુ છૂટથી ફરી શકે તેવી લાકડી કે સળિયો (જડેલો, સજ્જડ કરેલો કે ટાંગેલો). ફલકથી વજન અને બળના કાર્યની રેખાઓ વચ્ચેનાં લંબઅંતરોને ઉચ્ચાલનના ભુજ (arm) કહે છે. જ્યાં વજન લાગે તે ભુજને વજનભુજ અને જ્યાં બળ લાગે તેને બળભુજ કહે છે. ઉચ્ચાલન પરિબળના નિયમ (law…

વધુ વાંચો >

ઉત્કેન્દ્રચાલિત યંત્રરચના (eccentric drive mechanism)

ઉત્કેન્દ્રચાલિત યંત્રરચના (eccentric drive mechanism) : પરિભ્રામી ગતિમાંથી પશ્ચાગ્ર સુરેખ ગતિ મેળવવાની યંત્રરચના. આ રચનામાં પરિભ્રામી ગતિ કરતા દંડ (shaft) ઉપર ઉત્કેન્દ્રીય ચકતી લગાવવામાં આવે છે. આ ચકતી ફરતે દંડનો એક ભાગ જે બે અર્ધગોળ પટ્ટીના રૂપમાં હોય છે તે લગાવવામાં આવે છે. દંડનો આ મોટો છેડો ગણાય છે. દંડના…

વધુ વાંચો >

ઉષ્મા-પંપ

ઉષ્મા-પંપ (heat pump) : મકાનની અંદરની હવાને ગરમ તથા ઠંડી કરવા માટેની કાર્યક્ષમ અને કરકસરભરી પ્રયુક્તિ. ઠંડક ઉત્પન્ન કરવા માટે અનુવર્તી પ્રસાર-પ્રશીતક ચક્ર (direct expansion-refrigeration cycle) અને ગરમી પેદા કરવા માટે પ્રતિવર્તી-પ્રશીતક ચક્ર(reverse-refrigeration cycle)ના સિદ્ધાંત ઉપર આ પંપ કાર્ય કરે છે. શીતન દરમિયાન Freon-12 જેવા સામાન્યત: પ્રશીતકનું સંપીડન (compression) કરીને,…

વધુ વાંચો >

ઉષ્માવિનિમયક

ઉષ્માવિનિમયક (heat exchanger) : અવરોધની એક બાજુએ વહેતા ઊંચા તાપમાનવાળા તરલ(fluid)માંથી અવરોધની બીજી બાજુએ વહેતા નીચા તાપમાનવાળા તરલમાં ઉષ્માવિનિમયનું કાર્ય કરતું સાધન (device). સામાન્ય રીતે આ સાધન તરલની અવસ્થાનું રૂપાંતર કર્યા વગર ઉષ્માનાં સ્થાનાન્તર, વિલોપન અથવા પુન:પ્રાપ્તિ માટે વપરાય છે. જો તરલનું પ્રવાહીકરણ થાય તો આ સાધન સંઘનિત્ર (condenser) કે…

વધુ વાંચો >

ઊંજણ

ઊંજણ (lubrication) : યંત્રના કાર્ય દરમિયાન એકબીજા ઉપર સરકતી બે ઘન સપાટીઓ વચ્ચે તેમના કરતાં નરમ (softer) એવા પદાર્થો દાખલ કરી, સપાટીઓને અલગ પાડી, ઘર્ષણ (friction) તથા નિઘર્ષણ (wear) ઓછું કરવાની પ્રવિધિ (process) આ માટે વપરાતા પદાર્થો ઊંજકો (lubricant) તરીકે ઓળખાય છે. સંજોગો પ્રમાણે ‘નરમ’ સ્તર વાયુ, પ્રવાહી, ઘન અથવા…

વધુ વાંચો >

ઍનોડાઇઝિંગ

ઍનોડાઇઝિંગ : ધાતુની સપાટી ઉપર, ખાસ કરીને ઍલ્યુમિનિયમ ધાતુ ઉપર, વિદ્યુતની મદદથી ઍનોડિક ઉપચયન (oxidation) મારફત ઑક્સાઇડનું પડ ચડાવવાની ક્રિયા. ઍનોડાઇઝિંગ વિદ્યુતઢોળ (electroplating) ચડાવવાની ક્રિયાથી ઊલટી ક્રિયા છે. વિદ્યુતઢોળ ચડાવવામાં એક ધાતુની સપાટી ઉપર તે જ અથવા અન્ય ધાતુનું પડ ચડાવવામાં આવે છે, જ્યારે ઍનોડાઇઝિંગની ક્રિયામાં આ પડ ધાતુની અંદરથી…

વધુ વાંચો >

એમરી

એમરી (emery) : કોરન્ડમ (60 %થી 75 %) અને મૅગ્નેટાઇટ(10 %થી 35 %)નું કુદરતમાં મળી આવતું ઘનિષ્ઠ (intimate) મિશ્રણ. તે પ્રાચીન સમયથી ઘર્ષક તરીકે વપરાય છે. ગ્રીસના નેક્સોસ ટાપુની એમરી ભૂશિરમાંથી પ્રાચીન સમયમાં તે મેળવાતું તેથી આ ખનિજ એમરી નામથી ઓળખાયું હોવાનું મનાય છે. એમરી કાળાશ પડતા સૂક્ષ્મ દાણાદાર નિક્ષેપ…

વધુ વાંચો >

એરણ (anvil)

એરણ (anvil) : લોખંડનું વિશિષ્ટ આકારનું ગચિયું (block) જેના ઉપર ધાતુને મૂકીને હથોડાની મદદથી ટીપીને જરૂરી આકાર આપવામાં આવે છે. લુહારની એરણ સામાન્યત: ઘડતર લોખંડની બનેલી હોય છે. ક્વચિત્ તે ઢાળેલા લોખંડની પણ બનાવાય છે અને તેની કાર્ય કરવાની સપાટી ર્દઢીભૂત (hardened) સ્ટીલની રાખવામાં આવે છે. પ્રક્ષિપ્ત (projecting) શંકુ આકારના…

વધુ વાંચો >