પરાશર વોરા
આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો
આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો (International Commodity Agreements) : આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વની વસ્તુઓની ભાવસપાટીમાં સ્થિરતા જાળવવા માટે વસ્તુઓની પેદાશ કરનારા તથા તેની ખરીદી કરનારા દેશો વચ્ચે થતા કરારો. આંતરરાષ્ટ્રીય વસ્તુકરારોમાં ઉત્પાદક અને ઉપભોક્તા રાષ્ટ્રો સહભાગીદાર હોય છે. ભૂતકાળમાં આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવ્યા હતા, જેમાં કૉફી, ઑલિવ તેલ, દ્રાક્ષ, ખાંડ, ઘઉં,…
વધુ વાંચો >ઓટાવા કરાર
ઓટાવા કરાર (Ottawa Agreement) : 1932માં ઓટાવા, કૅનેડા ખાતે ઇમ્પીરિયલ ઈકોનૉમિક કૉન્ફરન્સમાં બ્રિટન અને તેનાં રાષ્ટ્રસમૂહનાં સંસ્થાનો વચ્ચે તે સમયે અમલી બનેલા આયાત જકાત અને પૂરક (supplement) વધારા તથા અન્ય વ્યાપારી લાભો, જે પહેલાં શાહી પસંદગીની નીતિના ભાગરૂપે સંસ્થાનો દ્વારા બ્રિટનને આપવામાં આવતા હતા તે, સંસ્થાનોને પણ પ્રાપ્ય બને તે…
વધુ વાંચો >ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કો-ઑપરેશન (O.E.E.C.)
ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કો-ઑપરેશન (O.E.E.C.) : પશ્ચિમ યુરોપના યુદ્ધોત્તર આર્થિક પુનરુત્થાન માટે સ્થપાયેલી સંસ્થા. અમેરિકાના વિદેશમંત્રી જ્યૉર્જ માર્શલે પશ્ચિમ યુરોપના દેશોને યુદ્ધોત્તર સમયમાં ફરી બેઠા કરવા જાણીતી માટે જરૂરી આર્થિક મદદ કરવાની યોજના જાહેર કરેલી તે ‘માર્શલ પ્લાન’ તરીકે જાણીતી છે. આ યોજનાને આધારે જુલાઈ 1947માં પૅરિસ ખાતે યુરોપીય…
વધુ વાંચો >બ્રહ્માનંદ, પી. આર.
બ્રહ્માનંદ, પી. આર. (જ. 27 સપ્ટેમ્બર 1926) : પલાહાલી રામૈયા બ્રહ્માનંદના નામે જાણીતા ભારતના અર્થશાસ્ત્રી. મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી બી.એ.(ઓનર્સ)ની પદવી મેળવી. મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં 1946થી 1953 દરમિયાન પ્રાધ્યાપક ડૉ. લાકડાવાળાના માર્ગદર્શન નીચે સ્વાધ્યાય કરીને ‘મહત્તમ આર્થિક કલ્યાણનું અર્થશાસ્ત્ર’ – એ વિષય પર શોધનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…
વધુ વાંચો >ભગવતી, જગદીશ એન.
ભગવતી, જગદીશ એન. (જ. 27 જુલાઈ 1934, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મૂળ ભારતીય અર્થશાસ્ત્રી. પિતાનું નામ નટરવલાલ જેઓ ન્યાયવિદ્ હતા અને માતાનું સરસ્વતી. મૅટ્રિકની પરીક્ષામાં તેમણે બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી. 1956માં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી; 1967માં અમેરિકાની મૅસેચુસેટ્સ…
વધુ વાંચો >મિશેલ, વેસ્લી ક્લેર
મિશેલ, વેસ્લી ક્લેર (Mitchel Wesley Clair) (જ. 5 ઑગસ્ટ, 1874, રશવિલે, ઇલિનૉય, યુ.એસ.; અ. 29 ઑક્ટોબર 1948, ન્યૂયૉર્ક સિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના અર્થશાસ્ત્રી. અભ્યાસ શિકાગો અને વિયેના ખાતે કરેલો. શિકાગોમાં વેબ્લનના પરિચયમાં આવ્યા અને તેમના સંસ્થાકીય અર્થશાસ્ત્ર અંગેના વિચારોથી પ્રભાવિત થયા. તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા તથા કોલંબિયા યુનિવર્સિટીમાં થોડો…
વધુ વાંચો >મોડિગ્લિયાની, ફ્રાંકો
મોડિગ્લિયાની, ફ્રાંકો (જ. 18 જૂન 1918, રોમન; અ. 25 સપ્ટેમ્બર 2003 કેમ્બ્રિજ) : ઇટાલીમાં જન્મેલા પરંતુ અમેરિકાના કાયમી વસવાટ માટે સ્થળાંતર કરી ગયેલા અગ્રણી અર્થશાસ્ત્રી. તેમને અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. 1939 તેમણે ફૅસિસ્ટ સત્તા હેઠળના ઇટાલીનો ત્યાગ કરી અમેરિકા જતા રહ્યા હતા. તે પૂર્વે 1939માં તેમણે રોમ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >યુનિડો
યુનિડો : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1966માં સ્થાપવામાં આવેલી એક સંસ્થા. તેનું પૂરું નામ છે : United Nations Industrial Development Organization (UNIDO). તેનો ઉદ્દેશ વિકાસશીલ દેશોના ઔદ્યોગિક વિકાસમાં સહાયભૂત થવાનો છે. તે મુખ્યત્વે ટેક્નિકલ સ્વરૂપની મદદ કરે છે. ઔદ્યોગિક મોજણીઓ કરવા માટે, ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ ઘડવા માટે, ઔદ્યોગિક પ્રકલ્પોનું…
વધુ વાંચો >યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ)
યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ) : યુરોપીય સંઘ તરીકે ઓળખાતા પશ્ચિમ યુરોપના કેટલાક દેશોનો સમુદાય. વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપની ધરતી પર બે મોટાં યુદ્ધો લડાયાં. તેમાં યુરોપના નાના-મોટા ઘણા દેશોને વત્તાઓછા પ્રમાણમાં ખુવારી વેઠવી પડી, પરંતુ ફ્રાન્સ અને જર્મની વધુ પ્રમાણમાં તારાજ થયાં હતાં. વૈમનસ્ય અને યુદ્ધોથી ભરેલા ઇતિહાસમાંથી ફ્રાન્સ,…
વધુ વાંચો >રાજ, કે. એન.
રાજ, કે. એન. (જ. 1924, ત્રિચુર, કેરળ) : ભારતના એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી. મદ્રાસ યુનિવર્સિટીની ક્રિશ્ચિયન કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા. 1944માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા અને ત્રેવીસ વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, ભારત આવીને તેઓ આયોજનના મદદનીશ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા. આયોજન પર આધારિત ભારતના આર્થિક વિકાસ અંગેની નીતિઓના…
વધુ વાંચો >