નિયતિ મિસ્ત્રી

ખડકવાસલા

ખડકવાસલા : પુણે જિલ્લાના હવેલી તાલુકાનું મહત્વનું શહેર. ભૌ. સ્થાન : 18o. 32´ ઉ. અ. અને 73o. 52´ પૂ. રે. તે પુણેથી 17 કિમી. દૂર નૈર્ઋત્યમાં સહ્યાદ્રિનાં શિખરો વચ્ચે મૂઠા નદી પર આવેલું છે. પુણે શહેરના પાણીપુરવઠા માટે 1879માં 32.6 મી. ઊંચો બંધ બાંધી અહીં જળાશય બનાવવામાં આવ્યું હતું. 1961માં…

વધુ વાંચો >

ખરાબો

ખરાબો : વનસ્પતિવિહીન ભાગો. પૃથ્વીની સપાટી પરના કેટલાક ભાગો લગભગ  વનસ્પતિવિહીન હોય છે, ત્યાં ઘસારાની ક્રિયાને કારણે સામાન્ય પ્રકારની ટેકરીઓ અને ખીણોને બદલે વાંકાચૂકાં સાંકડાં, ઊંડાં કોતરો અને ધારદાર ટોચ અસ્તિત્વમાં આવેલાં હોય છે. આ પ્રકારના લક્ષણવાળા જમીનવિસ્તારો ‘ખરાબો’ના નામથી ઓળખાય છે. આવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું અશક્ય બની જાય છે…

વધુ વાંચો >

ખીણ

ખીણ : પર્વતો કે ટેકરીઓની હારમાળાઓના સામસામેના ઢોળાવોની વચ્ચેના ભાગ ઉપર લાંબા ગાળાની સતત ઘસારા અને ધોવાણની ક્રિયાની અસરથી પરિણમતો નીચાણવાળો ભૂમિ-આકાર. ક્યારેક કોઈ એક પર્વત કે ટેકરીના પોતાના ઢોળાવ પર પણ સાંકડા-પહોળા કાપા સ્વરૂપે નાના પાયા પર પ્રાથમિક ખીણ-આકારો તૈયાર થતા હોય છે. નીચાણવાળી તળભૂમિમાં પાણી વહી જવા માટે…

વધુ વાંચો >

ખેરી (લખીમપુર ખેરી)

ખેરી (લખીમપુર ખેરી) : ઉત્તરપ્રદેશમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌ. સ્થાન : તે 28o 10′ ઉ. અ. અને 80o 40′ પૂ. રે. 7,680 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વ તરફ ઘાઘરા નદીથી અલગ પડતો બહરાઈચ જિલ્લો, દક્ષિણ તરફ સીતાપુર અને હરદોઈ જિલ્લા તથા પશ્ચિમ તરફ શાહજહાનપુર અને પીલીભીત જિલ્લા…

વધુ વાંચો >

ગિયાના

ગિયાના (Guyana) : દક્ષિણ અમેરિકાના ઈશાન ખૂણા પરનો પ્રજાસત્તાક દેશ. તે 5° ઉ. અ. અને 60° પ. રે. પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં આટલાન્ટિક મહાસાગર, અગ્નિ દિશામાં સુરિનામ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં બ્રાઝિલ અને વાયવ્ય સરહદે વેનેઝુએલા આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 2,14,999 ચોકિમી. છે. પ્રાકૃતિક રીતે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ…

વધુ વાંચો >

ગિયાનાનો ઉચ્ચપ્રદેશ

ગિયાનાનો ઉચ્ચપ્રદેશ (Guiana highlands) : દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં ઓરનોકો નદીની દક્ષિણે, વાયવ્યથી પૂર્વ તરફ આશરે 1800 કિમી. વિસ્તારમાં પથરાયેલો વિશાળ ઉચ્ચપ્રદેશ. તે પૂર્વમાં વેનેઝુએલાથી ઉત્તર બ્રાઝિલ, ગિયાના, સુરિનામ, ગિયાના (ફ્રેન્ચ) સુધી પૂર્વ તરફ વિસ્તરેલો છે. તેની જંગલઆચ્છાદિત ટેકરીઓ બૉક્સાઇટ, લોહ અને મૅંગેનીઝ જેવાં ખનિજોથી સમૃદ્ધ છે. 2810 મી. ઊંચાઈ…

વધુ વાંચો >

ગોકાક

ગોકાક : કર્ણાટક રાજ્યના બેલગામ જિલ્લાના ગોકાક તાલુકાનું મુખ્ય મથક. તે 16° 11´ ઉ. અ. અને 74° 52´ પૂ. રે. પર બેલગામની અગ્નિદિશામાં 48 કિમી. દૂર આવેલું છે. આદિલશાહી વખતના કિલ્લા, જૂનાં દેવળ, સાવનૂરના નવાબે બંધાવેલી મસ્જિદ તેમજ તોપખાનું અહીંનાં જોવાલાયક પુરાતત્વીય સ્મારકો છે. ભૂતકાળમાં કાપડ રંગવાનો અને વણવાનો ધંધો…

વધુ વાંચો >

ગોદાવરી નદી

ગોદાવરી નદી : ભારતની એક પ્રાચીન નદી. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે પશ્ચિમઘાટના ઉત્તર છેડા પરથી ઉદગમ પામી અગ્નિદિશા તરફ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં રાજ્યોમાં 1,465 કિમી. લાંબો માર્ગ કાપી બંગાળની ખાડીને મળે છે. આ નદીનો સ્રાવ પ્રદેશ 3,23,800 ચોકિમી. જેટલો છે. નદીનો ઉપરવાસ ઉનાળા દરમિયાન છીછરો બનતાં તેમાં નૌકાનયન…

વધુ વાંચો >

ટલીડો (toledo) (1)

ટલીડો (toledo) (1) : સ્પેનનો એક પ્રાન્ત (કેસ્ટિલા-લા-માન્યા) તથા તે પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 39o 33’ ઉ. અ. અને 4o 20’ પ. રે.. આ પ્રાન્ત ન્યૂ કૅસ્ટિલા પ્રદેશનો ભાગ છે. તેની રાજધાની ટલીડો હતું. મૅડ્રિડથી અગ્નિમાં 65 કિમી. દૂર ગ્રૅનાઇટની ઊંચી ટેકરી પર તે આવેલું છે. ટાજો અથવા ટાગસ…

વધુ વાંચો >

ટલીડો (toledo) (2)

ટલીડો (toledo) (2) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના વાયવ્ય ખૂણે મિશિગન સીમાની પાસે આવેલું ઔદ્યોગિક અને વ્યાપારી શહેર. ભૌગોલિક સ્થાન : 41o 39’ ઉ. અ. અને 83o 33’ પ. રે.. તે લુકાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. તે ઇરી સરોવરના પશ્ચિમ ખૂણા પર, ડેટ્રૉઇટ નગરની દક્ષિણે આશરે 89 કિમી. અંતરે વસેલું…

વધુ વાંચો >