ચિનુપ્રસાદ વૈ. જાની

અહમદી, એ. એેમ.

અહમદી, એ. એેમ. (જ. 25 માર્ચ 1932, સૂરત) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના કાર્યકાળ દરમિયાન ન્યાયિક સક્રિયતા સચવાઈ અને દેશની અદાલતોમાં કમ્પ્યૂટરયુગનો પ્રારંભ થયો. પિતા એમ. આઈ. અહમદી અવિભક્ત મુંબઈ રાજ્યમાં સીનિયર ડિવિઝન સિવિલ જજ હોવાથી તેમની બદલીઓના કારણે મુંબઈ રાજ્યના જુદા જુદા નગરોમાં તેમણે શાળાકીય શિક્ષણ…

વધુ વાંચો >

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ (જ. 27 માર્ચ 1877, અમદાવાદ; અ. 18 ડિસેમ્બર 1952, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક. કૉંગ્રેસ આગેવાન અને કેળવણીકાર. જીવણલાલે 1899માં બી. એ.ની પરીક્ષા પસાર કરી, ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. જૂન, 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ત્યાંથી અમદાવાદ બદલી થયા બાદ 1906માં એમ.એ. થયા. 1908માં પ્રોપ્રાયટરી…

વધુ વાંચો >

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ (જ. 20 ઑગસ્ટ 1919, અમદાવાદ;  અ. 12 માર્ચ 2012, અમદાવાદ) : વિખ્યાત ન્યાયવિદ તથા ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. રાષ્ટ્રવાદી ર્દષ્ટિકોણથી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરનાર શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની જીવણલાલ હરિપ્રસાદ દીવાનના પુત્ર. 1935માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1939માં ગ્રૅજ્યુએટ, 1941માં એલએલ.બી. અને 1942માં એમ.એ.…

વધુ વાંચો >

દેસાઈ, કે. ટી.

દેસાઈ, કે. ટી. (જ. 24 મે 1901; અ. 30 જાન્યુઆરી 1977) : ગુજરાતની વડી અદાલતના દ્વિતીય મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ કાન્તિલાલ ઠાકોરદાસ દેસાઈ. 1927માં ઍડવોકેટ બન્યા. 1930માં મુંબઈ વડી અદાલતની ઓરિજિનલ સાઇડ (O.S.) પર ઍડવોકેટ તરીકે નોંધાયા. ટૂંકસમયમાં સમર્થ ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી. 1957માં મુંબઈની વડી અદાલતમાં ન્યાયાધીશ નિમાયા.…

વધુ વાંચો >

દેસાઈ, ધીરુભાઈ અંબેલાલ

દેસાઈ, ધીરુભાઈ અંબેલાલ (જ. 9 મે 192૦, સૂરત) : પ્રખર ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. પિતા જૂના મુંબઈ રાજ્યના મહેસૂલ ખાતાના અમલદાર. પ્રાથમિક શિક્ષણ દિહેણ અને સૂરત ખાતે. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી 1942માં ગ્રૅજ્યુએટ તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી 1944માં એલએલ.બી. થયા. ત્યારપછી સાર્વજનિક લૉ કૉલેજમાં કાયદાના પ્રાધ્યાપક તરીકે માનાર્હ…

વધુ વાંચો >

દેસાઈ, પ્રબોધ દિનકરરાવ

દેસાઈ, પ્રબોધ દિનકરરાવ (જ. 14 ડિસેમ્બર 193૦, ભરૂચ; અ. 17 મે 2૦૦4) : ખ્યાતનામ ન્યાયવિદ. ભારતની વિવિધ વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતા દિનકરરાવ મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી હતા. પ્રબોધભાઈએ ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લઈ 1946માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તેમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ, યુનિવર્સિટી સ્કૂલ…

વધુ વાંચો >

દેસાઈ, ભૂલાભાઈ જીવણજી

દેસાઈ, ભૂલાભાઈ જીવણજી (જ. 13 ઑક્ટોબર 1877, ચીખલી, જિ. વલસાડ; અ. 6 મે 1946, મુંબઈ) : પ્રખર ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસના નેતા. તેમના પિતા જીવણજી વકીલ હતા અને વકીલાત કરવા વલસાડમાં વસ્યા હતા. ભૂલાભાઈ 1895માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરીને વર્ડ્ઝવર્થ…

વધુ વાંચો >

દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ

દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ (જ. 26 જાન્યુઆરી 19૦1, મહેમદાવાદ; અ. 12 એપ્રિલ 1992, અમદાવાદ) : ગુજરાતના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ અને વિખ્યાત ધારાશાસ્ત્રી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં શિક્ષણ લીધું. તેમના દાદા રાવબહાદુર રણછોડલાલ દેસાઈ અને પિતા ત્રિકમલાલ દેસાઈ વિખ્યાત ધારાશાસ્ત્રીઓ હતા. સુંદરલાલ પણ એલએલ.બી.નાં બંને વર્ષોમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા…

વધુ વાંચો >

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ (પરક્રામ્ય સંલેખ વટાઉખત અધિનયમ)

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ (પરક્રામ્ય સંલેખ વટાઉખત અધિનયમ) કોઈ ચોક્કસ રકમ અન્ય વ્યક્તિ પાસેથી મેળવવાનો હક્ક ઉત્પન્ન થતો હોય અને એ હક્ક ત્રાહિત વ્યક્તિને આપવા કે તબદીલ કરવા માટે કોઈ અલાયદા દસ્તાવેજ કરવાની આવશ્યકતા ન હોય તેવા સંલેખને લગતો કાયદો. વેપારી રસમ મુજબ શાહજોગ હૂંડી, ડિલિવરી ઑર્ડર, રેલવે-રસીદ, ડિવિડન્ડ વૉરન્ટ વગેરે…

વધુ વાંચો >

ન્યાયાધીશ

ન્યાયાધીશ : સમાજના વિવિધ ઘટકો વચ્ચે ઉદભવતા વિવાદોમાં પૂરતી તપાસ કરી સત્યપક્ષને ન્યાય મળે એવો ચુકાદો આપનાર અધિકારી. તે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે ઊભા થતા મિલકત, વારસા કે લેણદેણના ઝઘડાઓમાં સાચા પક્ષે દીવાની હક્કો નક્કી કરી હુકમનામું કરી શકે છે. કૌટુંબિક લગ્નાદિવિષયક તકરારોમાં સાચા પક્ષને રક્ષણ-લાભ મળે એવું કરી શકે…

વધુ વાંચો >