Posts by Jyotiben
નૉર્થ, ડગ્લાસ સેસિલ
નૉર્થ, ડગ્લાસ સેસિલ (જ. 5 નવેમ્બર 1920, કૅમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 23 નવેમ્બર 2015, મિશિગન, અમેરિકા) : 1993ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના રૉબર્ટ વિલિયમ ફૉગેલના સહવિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1953–83 દરમિયાન વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. સાથોસાથ અર્થતંત્રને લગતી ઘણી સરકારી અને બિનસરકારી સમિતિઓમાં તેમણે કામ કર્યું છે. વીસમી સદીના…
વધુ વાંચો >નૉર્થ્રપ, જૉન હાવર્ડ
નૉર્થ્રપ, જૉન હાવર્ડ (જ. 5 જુલાઈ 1891, યોકર્સ, ન્યૂયૉર્ક; અ. 27 મે 1987, વિકેનબર્ગ, ઍરિઝોના, યુ.એસ.) : અનેક ઉત્સેચકોને સ્ફટિકમય સ્વરૂપમાં મેળવનાર 1946ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન જૈવરસાયણવિદ. નૉર્થ્રપના પિતા કોલમ્બિયા યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રક્ટર હતા અને અવસાનના થોડા સમય પહેલાં પ્રયોગશાળામાં થયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમનાં માતા એલિસ ન્યૂયૉર્કની હન્ટર કૉલેજમાં વનસ્પતિશાસ્ત્ર ભણાવતાં…
વધુ વાંચો >નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ
નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ : પ્લેસેત્સ્ક નજીક ઉચ્ચ ઉત્તર અક્ષાંશ ઉપર આવેલું સોવિયેત રશિયાનું અંતરીક્ષયાન–પ્રમોચન–મથક. ભૌગોલિક સ્થાન : 63° ઉત્તર, 40° પૂર્વ. આ મથક ઉપરથી ઉચ્ચ નમનકોણ ધરાવતી ભ્રમણકક્ષામાં ઉપગ્રહને પ્રક્ષેપિત કરવામાં આવે છે. (દા. ત., સોવિયેત સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘મૉલ્નિયા’.) આ પ્રમોચન–મથકનો ઉપયોગ મુખ્યત્વે લશ્કરી હેતુઓ માટે કરવામાં આવે છે. પરંતપ પાઠક
વધુ વાંચો >નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા)
નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયા ખંડની ઉત્તરે મધ્યમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ ખંડના છઠ્ઠા ભાગને આવરી લે છે. તેનું ભૌગોલિક સ્થાન દક્ષિણ ગોળાર્ધમાં આશરે 11°થી 26° દ. અ. અને 129°થી 138° પૂ. રે. વચ્ચે આવેલું છે. ઉત્તર-દક્ષિણ મહત્તમ 1600 કિમી. અને પૂર્વ-પશ્ચિમ 966 કિમી. અંતર ધરાવતા આ પ્રદેશનું ક્ષેત્રફળ 13,52,212 ચોકિમી. જેટલું થાય છે. તેના…
વધુ વાંચો >નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન
નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન : દેશનાં વનોનું સંરક્ષણ અને વનીકરણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ શકે તે માટે ભારત સરકારે સ્થાપેલી સંસ્થા. તાલીમ પામેલ મહેકમ(staff)ની અગત્ય નજર સમક્ષ રાખીને સરકારે અધિકારીઓ માટેની તાલીમ દહેરાદૂન ખાતે ઇન્ડિયન ફૉરેસ્ટ કૉલેજમાં આપવાની શરૂ કરી હતી. જ્યારે પરિક્ષેત્ર (range) કક્ષાએ કામો સોંપવામાં આવે તો તે સંવર્ગનાં મહેકમને માટે પણ તાલીમની…
વધુ વાંચો >નોર્ધોસ, વિલિયમ
નોર્ધોસ, વિલિયમ (જ. 31-5-1941, ન્યૂ મૅક્સિકો, યુએસએ) : પર્યાવરણીય અર્થશાસ્ત્ર વિશેનાં સંશોધનો માટે પોલ રોમર સાથે અર્થશાસ્ત્રનો 2018નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન અર્થશાસ્ત્રી. તેમણે 1967માં અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ યાલે યુનિવર્સિટી ખાતે અધ્યાપક રહ્યા છે. તેમને 2017માં બીબીવીએ ફાઉન્ડેશન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. 2004માં તેઓ અમેરિકન ઇકૉનૉમિક…
વધુ વાંચો >નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ)
નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ) : અગ્નિકૃત ખડકોના CIPW (ક્રૉસ, ઈડિંગ્ઝ, પિર્સન, વૉશિંગ્ટન) સૂચિત રાસાયણિક વર્ગીકરણમાં ખનિજોને ટકાવારીમાં મૂલવતું ધોરણ. ખડકમાંનાં ખનિજો અને સંબંધિત ખનિજજૂથોનું મૂલ્યાંકન કરતી સરળ ગાણિતિક પદ્ધતિ. આ પદ્ધતિમાં જે તે ખડકનું રાસાયણિક પૃથક્કરણ કરી તેમાંથી મળતા જુદા જુદા ઑક્સાઇડને નિયત કરેલા નિયમોના ક્રમ મુજબ અન્યોન્ય સંયોજી, શક્ય એટલાં સરળ ખનિજોમાં અને સંબંધિત…
વધુ વાંચો >નૉર્મન
નૉર્મન : નવમી સદીમાં ઉત્તર ફ્રાંસમાં સ્થાયી થયેલા સ્કૅન્ડિનેવિયાના હુમલાખોરો. ત્યારબાદ ઈ. સ. 911માં ફ્રાંસના રાજા ચાર્લ્સ ત્રીજાએ નૉર્મનોની સૌથી મોટી ટોળીના મુખી રોલો સાથે સંધિ કરીને તેને પોતાના સામંત તરીકે સ્વીકાર્યો. થોડાં વરસો બાદ તેણે તેનો પ્રદેશ વધારવા માંડ્યો. સ્કૅન્ડિનેવિયાના વસાહતીઓ મોટી સંખ્યામાં ત્યાં જઈને વસ્યા અને તે પ્રદેશ નૉર્મન્ડી તરીકે ઓળખાવા લાગ્યો. ત્યાં…
વધુ વાંચો >નૉર્વે
નૉર્વે ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર અને નૈર્ઋત્ય તેમજ દક્ષિણે ઉત્તર…
વધુ વાંચો >નૉર્વેજિયન ભાષા અને સાહિત્ય
નૉર્વેજિયન ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપીય ભાષાજૂથની જર્મન શાખાની સ્કૅન્ડિનેવિયન ભાષાઓ પૈકીની નૉર્વેના લોકોની ભાષા. અન્ય સ્કૅન્ડિનેવિયન ભાષાઓની રીતે નૉર્વેજિયન ભાષાનો ઉદભવ થયો છે. ઈ. સ.ની ત્રીજી સદીના પ્રાચીન જર્મન વર્ણમાલાના ગૂઢ ઉત્કીર્ણ લેખોમાં તેનું પગેરું મળે છે. ઈ. સ.ના આશરે 800થી 1050ના અરસામાં વાઇકિંગના સમયમાં બોલીઓમાં જે નોંધપાત્ર ફેરફાર થતા ગયા, તેમાંથી ‘જૂની નૉર્સ’…
વધુ વાંચો >