નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ

January, 1998

નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ : પ્લેસેત્સ્ક નજીક ઉચ્ચ ઉત્તર અક્ષાંશ ઉપર આવેલું સોવિયેત રશિયાનું અંતરીક્ષયાન–પ્રમોચન–મથક. ભૌગોલિક સ્થાન : 63° ઉત્તર, 40° પૂર્વ. આ મથક ઉપરથી ઉચ્ચ નમનકોણ ધરાવતી ભ્રમણકક્ષામાં ઉપગ્રહને પ્રક્ષેપિત કરવામાં આવે છે. (દા. ત., સોવિયેત સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘મૉલ્નિયા’.) આ પ્રમોચન–મથકનો ઉપયોગ મુખ્યત્વે લશ્કરી હેતુઓ માટે કરવામાં આવે છે.

પરંતપ પાઠક