નેમિનાથચરિત : હરિભદ્રસૂરિરચિત અપભ્રંશ મહાકાવ્ય. તેઓ વડગચ્છ-બૃહદગચ્છના જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય અને શ્રીચંદ્રસૂરિના શિષ્ય હતા. ગુજરાતના પ્રખ્યાત ચાલુક્યવંશના પ્રસિદ્ધ રાજા જયસિંહ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલની વિનંતીને માન્ય રાખી તેમણે આ રચના 1160માં ચાલુક્ય વંશની રાજધાની અણહિલવાડ પાટણમાં કુમારપાળના રાજ્યશાસન દરમિયાન કરી હતી. તેમણે ચોવીસ તીર્થંકરનાં ચરિત્રો લખેલાં છે, જેનું શ્લોકપ્રમાણ લગભગ બે લાખ જેટલું કહી શકાય. ભારતીય…

વધુ વાંચો >

નેરુદા, પાબ્લો (જ. 12 જુલાઈ 1904, ચિલી; અ. 23 સપ્ટેમ્બર, 1973) : દક્ષિણ અમેરિકાના સ્પૅનિશ કવિ. 1971ના વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા. મૂળ નામ રિકાર્દો એલિઝર નેફતાલિ રેયેસ ય બાસોઆલ્ટો. માતા રોઝા બાસોઆલ્ટો નેરુદાને ચારેક વર્ષના મૂકીને મૃત્યુ પામી. પિતા પુનર્લગ્ન કરી ચિલીની દક્ષિણે ટેમુકોમાં રહેવા ગયા. ત્યાંના ભેજવાળા વનપ્રદેશના પ્રાકૃતિક સૌન્દર્યે નેરુદાની કલ્પનાને…

વધુ વાંચો >

નેલટુરિ, વ્યંકટ સુબય્યા (જ. 1915, નેલટુર ગામ, જિ. નેલ્લોર) : તેલુગુ ઇતિહાસકાર અને લેખક. શિક્ષણ ચેન્નાઈમાં. 1936માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય લઈને એમ. એ. થયા. તે પછી બૅંગાલુરુ તથા ચેન્નાઈમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1940માં એમણે ‘દક્ષિણનાં મંદિરોના સ્રોત’ પર સંશોધન કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1940થી 1975 સુધી મદ્રાસ યુનિવર્સિટીના પુરાતત્વ તથા ઇતિહાસ-વિભાગના વડા…

વધુ વાંચો >

નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો) : આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 35´થી 16° 0´ ઉ. અ. અને 79° 12´થી 80° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. તેની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે કડપ્પા અને અન્નામાયા(Annamayya) જિલ્લા, ઉત્તરે પ્રકાશમ જિલ્લો અને દક્ષિણે તિરુપતિ…

વધુ વાંચો >

નેલ્લોર (શહેર) : પેન્નાર નદીના કાંઠા પર આવેલું આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનું શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 14° 26´ ઉ. અ. અને 79° 58´ પૂ. રે. પર તે ચેન્નાઈથી લગભગ 173 કિમી. દૂર ઉત્તર તરફ આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 48.39 ચોકિમી. બૃહદ શહેર ક્ષેત્રફળ : 100.33 ચોકિમી. છે. આ શહેર અગાઉ વિક્રમસિંહપુરી તરીકે…

વધુ વાંચો >

નેલ્સન (નદી) : કૅનેડાના મધ્ય-ઉત્તર મેનિટોબામાં આવેલી મુખ્ય નદી. તે વિનિપેગ સરોવરના ઉત્તર ભાગમાંથી નીકળી ઈશાન તરફ વહે છે અને હડસનના ઉપસાગર પર આવેલા પૉર્ટ નેલ્સનની દક્ષિણે ઠલવાય છે. વિનિપેગ સરોવર અને હડસનના ઉપસાગર વચ્ચેની તેની લંબાઈ 628 કિમી. છે. પરંતુ બો અને સસ્કેચવાન નદીરચનાને જો તેની સાથે જોડવામાં આવે તો તેની કૅનેડિયન રૉકીઝ પર્વતો…

વધુ વાંચો >

નેલ્સન (શહેર) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુને ઉત્તર કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 17´ દ. અ. અને 173° 17´ પૂ. રે.. 1858માં રાણી વિક્ટોરિયાએ આ શહેર વસાવેલું. ટસ્માન ઉપસાગરના શિરોભાગ પર તે આવેલું છે તથા નેલ્સન પ્રાંતનું એકમાત્ર શહેર અને બંદર છે. તે સમશીતોષ્ણ કટિબંધની હૂંફાળી આબોહવા ધરાવે છે. આજુબાજુના પ્રદેશમાં ઉગાડાતાં ફળો અને…

વધુ વાંચો >

નેલ્સન, હૉરેશિયો (જ. 29 સપ્ટેમ્બર 1758, બર્નહામ થૉર્પે, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 21 ઑક્ટોબર 1805, સ્પેન) : નેપોલિયન બોનાપાર્ટ સાથેનાં નૌકાયુદ્ધોમાં વિજયી બનેલો ગ્રેટ બ્રિટનનો કુશળ અને સમર્થ નૌકાધિપતિ. તેનો જન્મ નૉર્ફોકના બર્નહામ થૉર્પેમાં થયો હતો. માતાના મૃત્યુ પછી મામા કોટન મૉરિસ સકલિંગની સહાયથી તે બાર વર્ષની વયે ઇંગ્લૅન્ડના નૌકાસૈન્યમાં દાખલ થયો. 1777માં લેફટનન્ટની પરીક્ષામાં ઉત્તીર્ણ…

વધુ વાંચો >

નેવ : ચર્ચનો વચલો મુખ્ય ભાગ. ચર્ચમાં મુખ્યત્વે વચ્ચેની આ લંબ- ચોરસ જગ્યાનો જનસાધારણ દ્વારા મહત્તમ ઉપયોગ થાય છે. તેના એક છેડે ચર્ચનું પ્રવેશદ્વાર તથા સામા છેડે પૂજાસ્થાન હોય; જ્યારે તેની બંને પડખે સ્તંભની હાર પછી પાર્શ્વવીથિ હોય છે. હેમંત વાળા

વધુ વાંચો >

નેવાડા : યુનાઇટેડ સ્ટેટ્સના લગભગ છેક પશ્ચિમ ભાગમાં આવેલું આંતરપર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 35° થી 42° ઉ. અ. અને 114° થી 120° પ. રે. વચ્ચે આવેલું છે. ‘નેવાડા’ એ મૂળ સ્પૅનિશ શબ્દ છે, તેનો અર્થ ‘બરફઆચ્છાદિત’ એવો થાય છે; વળી અહીંથી ચાંદીનાં ખનિજો મળી આવતાં હોવાથી તેનું લાડનું નામ ‘સિલ્વર સ્ટેટ’ છે. તે તેની…

વધુ વાંચો >