Posts by Jyotiben
નેવારી સંવત
નેવારી સંવત : જુઓ, સંવત
વધુ વાંચો >નેવાસા
નેવાસા : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર શહેરથી ઈશાનમાં આશરે 55 કિમી.ના અંતરે, ગોદાવરી નદીની એક શાખા પ્રવરાને કાંઠે વસેલું નગર. તે નેવાસા ખુર્દ તરીકે ઓળખાય છે. આ વસાહતના ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાં મળે છે. નેવાસા મુખ્યત્વે ‘જ્ઞાનેશ્વરી’ માટે પ્રસિદ્ધ છે. સંત જ્ઞાનેશ્વરે ગીતા પર ટિપ્પણી કે જે ‘જ્ઞાનેશ્વરી’ તરીકે જાણીતી છે તે આ સ્થળેથી લખી હતી. સંત…
વધુ વાંચો >નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર)
નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર) (જ. 13 જૂન 1928, વૅસ્ટ વર્જિનિયા, યુ.એસ.; અ. 23 મે 2015, ન્યૂજર્સી, યુ.એસ.) : વિખ્યાત ગણિતજ્ઞ તથા 1994ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓમાંના એક. અમેરિકામાં જન્મસ્થાન બ્લૂફીલ્ડમાં ઉછેર. પિતા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયર, માતા લૅટિનની શિક્ષિકા. શાળાના નિયત અભ્યાસક્રમમાં ઓછી રુચિને લીધે શિક્ષણમાં ધીમી પ્રગતિ. વાચન, ચેસ તથા બાખના સંગીતનો ખાસ શોખ. 1945માં…
વધુ વાંચો >નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા
નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા : એશિયાનાં સૌથી મોટાં તથા શ્રેષ્ઠ સાધનસામગ્રી ધરાવતાં દફતર સંગ્રહાલયોમાંનું એક. 11 માર્ચ, 1891ના રોજ શાહી દફતર ખાતા તરીકે તે સમયની ભારતની સરકારનાં જૂના દસ્તાવેજ ઇત્યાદિનાં દફતર સાચવવા માટે તેની કૉલકાતામાં સ્થાપના થઈ હતી. તેનું કાર્યાલય 1937માં કૉલકાતાથી દિલ્હી લઈ જવામાં આવ્યું. દફતર-ભંડારમાં સરકારી દફતર ઈ. સ. 1745થી મળે છે. તેનાં…
વધુ વાંચો >નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI)
નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI) : પ્રદૂષણ-નિયંત્રણ અને પર્યાવરણ-વ્યવસ્થાપનને લગતા સંશોધન માટે સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડતી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. ઇતિહાસ : શરૂઆતમાં સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામથી નાગપુર ખાતે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના ઉપક્રમે સ્થાપવામાં આવેલ આ સંશોધનશાળા(1974)નો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ ઇજનેરીને નડતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે. વિશ્વ…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા : ભારતના દરિયાનાં ભૌતિક, રાસાયણિક, જૈવશાસ્ત્રીય, ભૂસ્તરીય અને પ્રદૂષણને લગતાં વિવિધ પાસાંના વૈજ્ઞાનિક અધ્યયન-સંશોધન માટેની રાષ્ટ્રીય સંસ્થા. ઇતિહાસ : સોળમી તથા સત્તરમી સદીમાં ભારતના સાહસવીરોએ દરિયાઈ પ્રવૃત્તિઓ સારા પ્રમાણમાં કરી હતી. જોકે એ પ્રવૃત્તિ મુખ્યત્વે ભારતનો અન્ય દેશો સાથે વેપાર વધારવા અંગેની જ હતી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતના ત્રણે…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID)
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID) : ડિઝાઇન વિષયમાં શિક્ષણ અને સેવાનું વિતરણ કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા. ઔદ્યોગિક ડિઝાઇન અને સંચાર (communication) જેવાં વ્યાપક લોકોપયોગી ક્ષેત્રોમાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી 1961માં કેન્દ્ર-સરકાર દ્વારા અમદાવાદ ખાતે સ્થાપવામાં આવેલી સ્વાયત્ત રાષ્ટ્રીય સંસ્થા તે ‘રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન.’ તે NID તરીકે વિશ્વવિખ્યાત છે. સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં ઝડપી…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી : વસ્ત્રનિર્માણક્ષેત્રે વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ પ્રશિક્ષણની સુવિધા પૂરી પાડતી ભારત સરકારની સંસ્થા. સ્થાપના 1992માં દિલ્હીમાં થઈ. ભારતની નિકાસોમાં કાપડનું સ્થાન પ્રથમ હોય એ પરંપરા કેટલાંક વર્ષોથી તૂટવા લાગી હતી. પરદેશોની સ્પર્ધા વધતી હતી. દેશમાં મિલો એક પછી એક બંધ પડતી જતી હતી; પણ તૈયાર વસ્ત્રોની નિકાસ કરતા લઘુ એકમો વધુ…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી : વિષાણુ(virus)ઓ અને સૂક્ષ્મજીવજન્ય ચેપી રોગો વિશે માહિતી મેળવી રોગની સામે પ્રતિરોધક ઉપાયોનું સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સંચાલિત સંસ્થા. 1952માં ICMR સંસ્થાએ તેની શરૂઆત રૉકફેલર ફાઉન્ડેશનના સહયોગથી કરી. તેનો મુખ્ય ઉદ્દેશ સંધિપાદ અને ખાસ કરીને કીટકજન્ય વિષાણુના ચેપનો પ્રતિકાર કરવા અંગેનો હતો. 1967 સુધી આ…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી : વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસની સામાજિક પ્રક્રિયા, વિકાસની વિવિધ પદ્ધતિઓના આયોજન અને સંશોધનની માહિતીનું એકત્રીકરણ કરી તેનું પ્રસારણ કરતી રાષ્ટ્રીય સંસ્થા. ઇતિહાસ : વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને વિકાસ અંગેની નીતિ ઘડી કાઢવા 1974ના વર્ષમાં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના ઉપક્રમે ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્…
વધુ વાંચો >