નૅપ્થૉલ : નૅપ્થેલીનનાં મૉનોહાઇડ્રૉક્સી સંયોજનો જેને મૉનોહાઇડ્રિક ફીનોલના સમાનાંતર નૅપ્થેલીન વ્યુત્પન્નો કહી શકાય. ફીનોલના જેવા જ રાસાયણિક ગુણધર્મો ધરાવતા બે નૅપ્થૉલ્સ C10H7OH (α – તથા β – અથવા 1- તથા 2-)રંગકોના મધ્યસ્થીઓ તરીકે વપરાય છે. α-નૅપ્થૉલ : ગ. બિ. 95° સે., ઉ.બિં. 282° સે. તેને α- નૅપ્થાઇલ એમાઇનમાંથી અથવા 1 – નૅપ્થેલીન સલ્ફૉનિક ઍસિડને સોડિયમ…

વધુ વાંચો >

નેફિલિનાઇટ : ફૅલ્સ્પેથૉઇડધારક ઑલિવિનમુક્ત આલ્કલી બેસાલ્ટ. મુખ્યત્વે નેફિલિન અને પાયરૉક્સિન(મોટેભાગે ટીટેનિફેરસ ઑગાઇટ)થી બનેલો બહિષ્કૃત કે ભૂમધ્યકૃત ખડક. સામાન્ય રીતે ઘેરા રંગના, સૂક્ષ્મ સ્ફટિકમય જ્વાળામુખી ઉત્પત્તિજન્ય બેસાલ્ટમાં, જ્યારે ફેલ્સ્પારનું પ્રમાણ ન હોય કે તદ્દન ગૌણ હોય જેથી ફેલ્સ્પેથૉઇડ પ્રધાન બની રહે અને ઑલિવિન ન હોય ત્યારે તેને નેફિલિનાઇટ કહેવાય. ઑગાઇટ અને નેફિલિનથી બનેલા મહાસ્ફટિકો સૂક્ષ્મ દાણાદાર…

વધુ વાંચો >

નેફેલિન (નેફેલાઇટ) : અસંતૃપ્ત ફેલ્સ્પેથૉઇડ ખનિજ. રાસા. બંધા : (Na. K)A1SiO4 અથવા Na2O.A12O3. 2SiO2. સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફ. સ્વરૂપ : સાદા હેક્ઝાગોનલ પ્રિઝમ સ્વરૂપોમાં મોટેભાગે મળે છે, ફલકો ખરબચડા હોઈ શકે. તેમ છતાં દળદાર, ઘનિષ્ઠ કે ખડકના ઘટક તરીકે કણસ્વરૂપોમાં પણ મળે. યુગ્મતા ફલકો પર હોય તો જોવા મળે. પારદર્શકથી લગભગ અપારદર્શક સુધીના હોય…

વધુ વાંચો >

નેફેલોમિતિ : વૈશ્લેષિક રસાયણમાં દ્રાવણનું ધૂંધળાપણું (cloudiness) અથવા આવિલતા (turbidity) માપવા માટે વપરાતી પ્રકાશમિતીય (photometric) પદ્ધતિ. દ્રાવણની આવિલતા તેમાં અવલંબિત બારીક કણોને લીધે હોય છે. જ્યારે આવા આવિલ દ્રાવણમાંથી પ્રકાશપુંજ (beam of light) પસાર કરવામાં આવે ત્યારે અવલંબનમાં રહેલા કણો દ્વારા પ્રકાશનું  વિખેરણ (scattering) અને અવશોષણ (absorption) થાય છે. આથી પારગત પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય…

વધુ વાંચો >

નેબુખદનેસ્સર (નેબુકદનેઝર) (જ. ઈ. સ. પૂ. 630; અ. ઈ. સ. પૂ. 562) : બૅબિલોનમાં થયેલ ખાલ્ડિયન પ્રજાનો પ્રતાપી રાજા. ખાલ્ડિયન સામ્રાજ્યના સ્થાપક નેબોપોલાસરના પુત્ર નેબકદ્રેઝરે ઈ. સ. પૂ. 605થી 562 સુધી રાજ્ય કર્યું. તેના સમયનો તે મહાન સેનાપતિ હતો. તેણે ફિનિશિયન નગરો, સીરિયા તથા પૅલેસ્ટાઇન પર વિજયો મેળવ્યા. તેણે ઇજિપ્તના સૈન્યને હરાવીને ત્યાં સુધી પોતાના…

વધુ વાંચો >

નેબ્રાસ્કા : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્ય-ઉત્તર ભાગમાં મિસૂરી નદીની પશ્ચિમે આવેલું કૃષિપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 40°થી 43´ ઉ. અ. અને 95° 19´થી 104° 03´ પ. રે. વચ્ચે તે આવેલું છે. સિંચાઈ સુવિધા ધરાવતા આ રાજ્યનો મુખ્ય પાક મકાઈ (corn) હોવાથી તેનું લાડનું નામ ‘કૉર્નહસ્કર સ્ટેટ’ પડેલું છે. ‘નેબ્રાસ્કા’ નામ ઓટો (oto) ઇન્ડિયન શબ્દ ‘નેબ્રાથકા’ પરથી…

વધુ વાંચો >

નેમાડે, ભાલચંદ્ર (જ. 27 મે 1938, સાંગલી, તાલુકા રાવેર, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર તથા વર્ષ 2014ના બહુપ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ નેમાજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા બાદ પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ત્યાંની જ ડેક્કન કૉલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી, સમયાંતરે મુંબઈ યુનિવર્સિટીની ઇંગ્લિશ લિટરેચરની અનુસ્નાતકની પદવી,…

વધુ વાંચો >

નેમાન, જેર્ઝી (જ. 16 એપ્રિલ 1894, બેન્દરી, રશિયા; અ. 5 ઑગસ્ટ 1981, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ રશિયન આંકડાશાસ્ત્રી. 1923માં વૉર્સો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ગાણિતિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં તેમનું ગણનાપાત્ર પ્રદાન છે. આંકડાશાસ્ત્રીય આગણનનો સિદ્ધાંત (theory of estimation) અને પરિકલ્પનાની ચકાસણીના સિદ્ધાંત (hypothesis of testing) પર તેમણે સંશોધનકાર્ય કરેલું છે. તેમને વિજ્ઞાનનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પદક…

વધુ વાંચો >

નેમિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંકર. તેમનો સમય મહાભારતકાળ છે. મહાભારતનો કાળ ઈ. સ. પૂર્વે લગભગ 1000 વર્ષ મનાય છે. નેમિનાથની વંશપરંપરા આ પ્રમાણે બતાવવામાં આવી છે. શૌરીપુરના યાદવવંશી રાજા અન્ધકવૃષ્ણીના મોટા પુત્ર હતા સમુદ્રવિજય અને સમુદ્રવિજયના પુત્ર હતા નેમિનાથ. અન્ધકવૃષ્ણીના સૌથી નાના પુત્ર હતા વસુદેવ, અને વસુદેવના પુત્ર હતા વાસુદેવ કૃષ્ણ. આમ…

વધુ વાંચો >