નેપાળી ભાષા અને સાહિત્ય : ઇન્ડોઆર્યન જૂથની, નાગરી લિપિમાં લખાતી નેપાળ રાજ્યની અધિકૃત  ભાષા. નેપાળમાં કિરાતી, ગુરુંગ (મુરમી), તામંગ, મગર, નેવારી, ગોરખાલી વગેરે બોલીઓ પ્રચલિત છે. રાજધાની કાઠમંડુના વિસ્તારમાં વસેલી નેવાર જાતિને પ્રાગૈતિહાસિક ગંધર્વો, કિરાતો અને પ્રાચીન યુગના લિચ્છવીઓની આધુનિક પ્રતિનિધિ પ્રજા માની શકાય. નેવાર જાતિ પોતાની બોલીને ‘નેપાળી ભાષા’ તરીકે ઓળખાવે છે. નેપાળીભાષી લોકોની…

વધુ વાંચો >

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગના યુફોરબિયેસી (એરંડાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Croton tiglium Linn. (સં. દ્રવન્તી, જયપાલ, દન્તિબીજ, બૃહદંતી, જેપાલ; હિં. જમાલગોટા; બં. જયપાલ; પં. જપોલોટા મ. જેપાળબીજ; ગુ. નેપાળો; તા. લાલ., નિર્વીલ; તે. નૈપાલવેમું; તુ. બ્યારીબિટ્ટુ; ફા. બેદઅંજીહખતાઈ, તુમ્ખેબંદે; અ. હબુસ્સલાતીન; અં. પર્જિંગ ક્રોટોન) છે. ઉદભવ અને ભૌગોલિક વિતરણ :…

વધુ વાંચો >

નેપિયર ઘાસ : એકદળી વર્ગમાં આવેલ પોએસી કુળનું તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum purpureum Schum. (નેપિયર ઘાસ, હાથીઘાસ) છે. તે બહુવર્ષાયુ (perennial) છે. અને તેનાં થુંબડાં ઝુંડ (clumps) મોટાં 1.0 મી. વ્યાસનાં થાય છે. વળી તેનાં મૂળિયાં ઊંડે સુધી પ્રસરે છે. તેનો  સાંઠો(culm) 2થી 4 મી. લાંબો અને 1.2થી 2.5 સેમી. વ્યાસની જાડાઈવાળો, પાતળા વાંસ…

વધુ વાંચો >

નેપિયર, (સર) ચાર્લ્સ જેમ્સ (જ. 10 ઑગસ્ટ 1782, લંડન; અ. 29 ઑગસ્ટ 1853, પૉર્ટસ્મથ, હેમ્પશાયર) : બ્રિટિશ સેનાપતિ, પાકિસ્તાનમાં આવેલ સિંધનો વિજેતા (1843) અને ગવર્નર (1843-47). નેપોલિયનના સમયમાં ફ્રાન્સ સામેના દ્વીપકલ્પીય યુદ્ધ અને 1812ના યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના યુદ્ધનો તે અનુભવી યોદ્ધો હતો. 1839માં રાજકીય અને સામાજિક સુધારા માટેનું ચાર્ટિસ્ટ આંદોલન હિંસક બનવાનો ભય હતો ત્યારે…

વધુ વાંચો >

નેપિયર, જૉન [જ. 1 ફેબ્રુઆરી 1550, મર્કિસ્ટન કેસલ (એડિનબરો પાસે), યુ.કે.; અ. 4 એપ્રિલ 1617, મર્કિસ્ટન કેસલ, યુ.કે.] : સ્કૉટિશ ગણિતશાસ્ત્રી અને બ્રહ્મવિદ્યા (theology) અંગેના લેખક. ગણિતમાં સરળતાથી ગણતરી કરવા માટેના લઘુગણક અંગેના ખ્યાલના શોધક. તેઓ સેંટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં જોડાયા હતા, પરંતુ ત્યાં ટૂંકા રોકાણ બાદ સ્નાતકની ઉપાધિ મેળવ્યા સિવાય સ્કૉટલૅન્ડ પાછા આવી પોતાની જાયદાદ…

વધુ વાંચો >

નેપોલિયન-III (જ. 20 એપ્રિલ 1808, પૅરિસ; અ. 9 જાન્યુઆરી 1873, ચિસલહર્સ્ટ, ઇંગ્લૅન્ડ) : નેપોલિયન બોનાપાર્ટનો ભત્રીજો અને ફ્રેંચ સમ્રાટ. ચાર્લ્સ લુઈ નેપોલિયનનો પિતા લુઈ બોનાપાર્ટ નેપોલિયનનો નાનો ભાઈ હતો. નેપોલિયન બોનાપાર્ટના શાસન વખતે લુઈ બોનાપાર્ટને હોલૅન્ડનો રાજવી બનાવવામાં આવ્યો હતો. 1815માં નેપોલિયન બોનાપાર્ટના પતન પછી બોનાપાર્ટ કુટુંબને (ફ્રાંસમાંથી) દેશનિકાલ કરવામાં આવ્યું હતું. તેથી ચાર્લ્સ લુઈ…

વધુ વાંચો >

નેપોલિયન બોનાપાર્ટ (જ. 15 ઑગસ્ટ 1769, એજેસીઓ, કૉર્સિકા; અ. 5 મે 1821, સેંટ હેલેના ટાપુ) : ફ્રેન્ચ સેનાપતિ, પ્રથમ કૉન્સલ અને ફ્રાંસનો સમ્રાટ. પિતા કાર્લો બોનાપાર્ટ વ્યવસાયે ધારાશાસ્ત્રી. શરૂઆતમાં કાર્લો કૉર્સિકાને ફ્રેંચ અંકુશમાંથી મુક્ત કરવા માટે સ્થપાયેલા પક્ષનો સભ્ય હતો; પરંતુ પાછળથી તે ફ્રાંસતરફી બન્યો હતો. નેપોલિયને 1779થી પાંચ વર્ષ સુધી બ્રિયેનની લશ્કરી શાળામાં અને…

વધુ વાંચો >

નેપ્ચૂન : સૂર્યમંડળનો આઠમો ગ્રહ, જેની શોધ બ્રિટનના ખગોળશાસ્ત્રી ઍડમ્સ અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લવેર્યેના સંયુક્ત ફાળે જાય છે. તે સૂર્યથી 44.97 લાખ કિમી. સરેરાશ અંતરે આવેલો છે અને તેને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 164.80 વર્ષ લાગે છે. નેપ્ચૂન સૂર્યથી ઘણો દૂર હોવાથી તે ઘણો જ ઝાંખો (8th magnitudeનો) દેખાય છે. તેનો વ્યાસ 49,000 કિમી. જેટલો છે…

વધુ વાંચો >

નેપ્ચૂનિયમ : ઍક્ટિનાઇડ અથવા 5f શ્રેણીનાં તત્વો પૈકીનું એક વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Np, પરમાણુક્રમાંક 93, ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn]5f46d17s2 અથવા [Rn]5f57s2 તથા પરમાણુભાર 237.0482. 1940માં મેકમિલન અને એબલસને યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો ચલાવી તેને પ્રથમ અનુયુરેનિયમ (transuranium) તત્વ તરીકે મેળવ્યું હતું. ગ્રહ નેપ્ચૂન ઉપરથી તેને નેપ્ચૂનિયમ નામ આપવામાં આવ્યું હતું. તેના 16 સમસ્થાનિક (isotopes) પૈકી…

વધુ વાંચો >

નૅપ્થેલીન (C10H8) : રંગવિહીન, સ્ફટિકમય, બાષ્પશીલ, ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન, સામાન્ય ભાષામાં તે ડામરની ગોળી (mothballs) તરીકે જાણીતું છે. તેનું ગ.બિં. 80.1° સે તથા ઉ.બિં 218° સે છે. તે પાણીમાં લગભગ અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તેનું બંધારણ બેન્ઝિનનાં બે વલયો જોડીને દર્શાવી શકાય છે. આ ત્રણેય સ્વરૂપો નૅપ્થેલીનનાં સંસ્પંદન (resonance) સ્વરૂપો કહેવાય છે. તેનાં દ્વિ…

વધુ વાંચો >