નેફેલિન (નેફેલાઇટ) : અસંતૃપ્ત ફેલ્સ્પેથૉઇડ ખનિજ.

રાસા. બંધા : (Na. K)A1SiO4 અથવા Na2O.A12O3. 2SiO2.

સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફ. સ્વરૂપ : સાદા હેક્ઝાગોનલ પ્રિઝમ સ્વરૂપોમાં મોટેભાગે મળે છે, ફલકો ખરબચડા હોઈ શકે. તેમ છતાં દળદાર, ઘનિષ્ઠ કે ખડકના ઘટક તરીકે કણસ્વરૂપોમાં પણ મળે. યુગ્મતા ફલકો પર હોય તો જોવા મળે. પારદર્શકથી લગભગ અપારદર્શક સુધીના હોય છે. સંભેદ : (0001) ફલકો પર અસ્પષ્ટ. ભંગસપાટી : આછી વલયાકાર. બરડ. ચળકાટ : કાચમયથી રાળમય.

નેફેલિન

રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી, પીળો રાખોડી, લીલો રાખોડી કે ભૂરો રાખોડી, ઘેરો લીલો, કથ્થાઈ-રાતો, ઈંટ જેવો રાતો. ચૂર્ણરંગ : સફેદ પ્રકા. અચ. : ω = 1.529  1.546, ε = 1.526  1.542. પ્રકા. સંજ્ઞા : -Ve. કઠિનતા : 51/2  6. વિ.ઘ. : 2.552.665.

પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે અંત:કૃત અને બહિષ્કૃત–અગ્નિકૃત ખડકોમાં તેમજ નેફેલિન સાયનાઇટ સાથે સંકળાયેલા પેગ્મેટાઇટ ખડકોમાં મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ગ્રીનલૅન્ડ, નૉર્વે, સ્કૉટલૅન્ડ, ઇટાલી, રુમાનિયા, ફિનલૅન્ડ, રશિયા, મ્યાનમાર, કોરિયા, ન્યૂઝીલૅન્ડ, કૅમેરૂન, ઝાયર, તાન્ઝાનિયા, ટ્રાન્સવાલ, ભારત વગેરેમાંથી મળે છે.

ગિરીશભાઈ પંડ્યા