Posts by Jyotiben
જીવનવ્યવસ્થા
જીવનવ્યવસ્થા (1963) : કાકાસાહેબ કાલેલકરનાં નવજીવન દ્વારા પ્રકાશિત ધર્મવિષયક ગુજરાતી વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ. સંગ્રહ (1) વિવિધ ધર્મો, (2) ધાર્મિક સુધારણા, (3) ધર્મગ્રંથોવિષયક, (4) રહસ્યનું ઉદઘાટન, (5) મંદિરો, (6) પ્રાસંગિક અને પ્રકીર્ણ – એમ છ ખંડોમાં વિભક્ત છે. ખંડોમાં અનુક્રમે 18, 14, 2, 33, 8 અને 19 – એમ કુલ 94 લખાણો છે. ધર્મચિંતન, ધર્મરહસ્ય,…
વધુ વાંચો >જીવનસમરમ્ (1980)
જીવનસમરમ્ (1980) : તેલુગુ લેખક રાવુરી ભારદ્વાજનાં રેખાચિત્રોનો સંગ્રહ. 1980ના તેલુગુ ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદેમીના પારિતોષિક માટે પસંદ કરાયેલી કૃતિ. તેની વિશેષતા એ છે કે એમાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓનાં રેખાચિત્રોને બદલે રોજબરોજ જેમના સંપર્કમાં આવતા હોઈએ એવી વ્યક્તિઓ જેમ કે ખેતમજૂર, નાની હાટડીવાળો, હજામ, દરજી, સુથાર, શિક્ષક, વિદ્યાર્થી, ફેરિયો, રેલવેના કર્મચારી, અદાલતના અમલદારો, ભિખારી,…
વધુ વાંચો >જીવનો જુગારી
જીવનો જુગારી : ગુણવંતરાય આચાર્યની નવલકથા પર આધારિત ગુજરાતી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ચંદન ચિત્ર, નિર્માણવર્ષ : 1963 નિર્માતા : કુમાર દવે; પટકથા અને દિગ્દર્શન : દિનેશ રાવલ; સંવાદ : જિતુભાઈ મહેતા; છબીકલા : પ્રતાપ દવે; નૃત્યનિર્દેશક : ચેતનકુમાર તથા ગીત-સંગીત : નિનુ મઝુમદાર, મુખ્ય પાર્શ્વગાયકો : પ્રદીપજી, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, કૌમુદી મુનશી, રતિકુમાર વ્યાસ,…
વધુ વાંચો >જીવન્તી (ડોડી)
જીવન્તી (ડોડી) : આયુર્વેદિક ઔષધિ. સં. जीवन्ती; હિં. डोडी शाक; ગુ. ખરખોડી, શિરકસિયો, રાડારૂડી; મ. खिरखोडी, शिरदोडी; લૅ. Leptadena reticulata. આંખના રોગો ખાસ કરીને ર્દષ્ટિમંદતા, આંખના નંબરો, રતાંધળાપણું તથા નબળાઈનાં દર્દોમાં ડોડી આયુર્વેદની બહુ જ વિશ્વસનીય ઔષધિ છે. તે મધુર, સ્નિગ્ધ, શીતવીર્ય, મધુર વિપાકી, વાતપિત્તદોષશામક, હૃદ્ય, દાહશામક, વીર્યવર્ધક, બળપ્રદ, રસાયન, મૂત્રલ, ર્દષ્ટિશક્તિવર્ધક, રક્તપિત્તશામક, કફનિ:સારક તથા…
વધુ વાંચો >જીવપેશીપરીક્ષણ (biopsy)
જીવપેશીપરીક્ષણ (biopsy) : સજીવ પેશીનો ટુકડો કાપીને કે તેના કોષોને સોય વડે શોષી લઈને સૂક્ષ્મદર્શક વડે નિદાન કરવું તે. મૃત્યુ પછી જો પેશીનો આવો અભ્યાસ કરવામાં આવે તો તેને મૃતપેશી-પરીક્ષણ (necropsy) કહે છે. વ્યક્તિના શંકાસ્પદ રોગગ્રસ્ત ભાગમાંથી પેશીનો ટુકડો લેવા માટે કાં તો સ્થાનિક નિશ્ચેતના દ્વારા તે ભાગ બહેરો કરાય છે અથવા દર્દીને દવા આપીને…
વધુ વાંચો >જીવરસાયણ ઇજનેરી (biochemical engineering)
જીવરસાયણ ઇજનેરી (biochemical engineering) : જૈવિક (biological) અને જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓનાં વિકાસ, રચના, પ્રક્રમો, નિયંત્રણ અને વિશ્લેષણનો અભ્યાસ. તે જૈવપ્રાવૈધિક (biotechnology) વિજ્ઞાન પણ કહેવાય છે. તે બહુશાખીય (multidisciplinary) વિદ્યાશાખા છે અને વૈજ્ઞાનિક તેમજ ઇજનેરી ક્ષેત્રની વિશાળ અભ્યાસસામગ્રીને આવરી લે છે. જૈનરસાયણશાસ્ત્ર (biochemistry), સૂક્ષ્મજીવાણુશાસ્ત્ર (microbiology) અને ઇજનેરી વિદ્યાશાખાના સુગ્રથિત વિનિયોગથી સૂક્ષ્મ જીવાણુઓ, સંવર્ધિત કોષો અને તેના…
વધુ વાંચો >જીવરામ ભટ્ટ
જીવરામ ભટ્ટ : સુધારક યુગના ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી (1820–1898) રચિત ‘મિથ્યાભિમાન નાટક’ (લખાયું : 1869 પ્રકાશન : 1871)નો દંભી રતાંધળો નાયક. કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશીની ઇનામી જાહેરાતના સંદર્ભમાં, દંભ કરનાર મિથ્યાભિમાની બ્રાહ્મણ તરીકે આ પાત્રની રચના થઈ. અડતાળીસની વયે સોળેક વર્ષની યુવતીને પરણેલા જીવરામ ભટ્ટ પંચાવનની ઉંમરે પત્ની જમનાને તેડવા સાસરે જાય…
વધુ વાંચો >જીવવિચાર (સોળમી સદી આશરે)
જીવવિચાર (સોળમી સદી આશરે) : જીવવિચાર અથવા જીવવિચાર પ્રકરણ. જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં 51 ગાથાઓમાં રચાયેલ લઘુ પ્રકરણ. કૃતિની 50મી ગાથામાં કર્તાનું નામ શાન્તિસૂરિ હોવાનું શ્લેષથી સૂચિત થાય છે. તે સિવાય કર્તા વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. વિન્ટર્નિત્ઝે કર્તાનો સ્વર્ગવાસ-સમય 1039 હોવાનું લખ્યું છે પરંતુ તે વિચારણીય છે. આ લઘુ કૃતિમાં જીવોના સંસારી અને…
વધુ વાંચો >જીવવિરોધ (antagonism)
જીવવિરોધ (antagonism) : એક સૂક્ષ્મજીવના સાન્નિધ્યમાં બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકી જવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતાં વિવિધ વૃદ્ધિઅવરોધક રસાયણો, પ્રતિજૈવો તેમજ વિષાક્ત ઉત્સેચકો તેની આસપાસ વસતા સૂક્ષ્મજીવની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હોય છે, દાખલા તરીકે; 1. સ્યૂડોમોનાસ તેમજ સ્ટેફિલોકૉક્સ જીવાણુઓ ફૂગવિરોધી (antifungal) રસાયણ ઉત્પન્ન કરતા હોવાથી તેમની હાજરીમાં એસ્પર્જિલસ ફૂગનું સંવર્ધન અટકે છે.…
વધુ વાંચો >જીવવિષ (microbial toxin)
જીવવિષ (microbial toxin) કેટલાક જીવાણુઓ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન થાય તેવાં વિષ ઉત્પન્ન કરે છે, તેને જીવવિષ કહેવામાં આવે છે. જીવવિષના બાહ્ય વિષ અને આંતરિક વિષ – એમ બે પ્રકાર છે. (1) બાહ્ય વિષ : સૂક્ષ્મજીવો આ પ્રકારના વિષનો સ્રાવ પોતાના શરીરની બહાર કરે છે. તે મહદ્ અંશે પ્રોટીનનું બનેલું…
વધુ વાંચો >