Posts by Jyotiben
જીવન
જીવન (જ. 24 ઑક્ટોબર 1915; અ. 10 જૂન 1987, મુંબઈ) : ચલચિત્ર વ્યવસાયના વીતેલા જમાનાના વિખ્યાત અભિનેતા. આખું નામ ઓમકારનાથ જીવન દુર્ગાપ્રસાદ ધર. પણ તેમણે અભિનેતા તરીકે પોતાનું નામ માત્ર ‘જીવન’ રાખ્યું. આ ટૂંકા નામથી તેઓ યાદગાર બની રહ્યા. કાશ્મીરના પંડિત (બ્રાહ્મણ) પરિવારમાં જન્મ. બાળપણ કાશ્મીરમાં વીત્યું. પિતા ઉચ્ચ સરકારી અમલદાર. શાળા અને કૉલેજનો અભ્યાસ…
વધુ વાંચો >જીવનકથા
જીવનકથા : એક વ્યક્તિના સંપૂર્ણ અથવા વિશિષ્ટ જીવનખંડનો અન્ય વ્યક્તિએ લખેલો વૃત્તાંત. કોઈ મહાન પુરુષનું જીવન નિસ્સાર હોતું નથી. વિશ્વનો ઇતિહાસ વસ્તુત: ચરિત્રોનું દોહન જ છે. માનવીની કુતૂહલવૃત્તિ ચરિત્રોને જીવંત રાખે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિચાર કે ક્રિયામાં ફાળો આપનાર વ્યક્તિ ચરિત્રનાયક બને છે. સમયે સમયે વ્યક્તિ અને પ્રસંગનું મૂલ્યાંકન બદલાતું હોય છે. આ…
વધુ વાંચો >જીવન ચહચિટા (1957)
જીવન ચહચિટા (1957) : સિંધી એકાંકીસંગ્રહ. રચયિતા પ્રા. મંઘારામ મલકાણી (1896–1980). તે સિંધી ભાષામાં એકાંકીના પિતામહ ગણાય છે. તેમના 7 એકાંકીસંગ્રહો પ્રગટ થયા છે. 1957માં પ્રકાશિત ‘જીવન ચહચિટા’માં તેમણે સામાજિક દૂષણોનો પ્રતિકાર કરતાં જીવનનાં સાંપ્રત નવ-મૂલ્યો માટે સુધારણાનો સંદેશો આપ્યો છે. રાષ્ટ્રીય ભાવનાને લગતા પણ તેમના વિષયો રહ્યા છે. નાટ્યશિલ્પની ર્દષ્ટિએ તેમનાં આ એકાંકીઓ સુર્દઢ…
વધુ વાંચો >જીવનધોરણ
જીવનધોરણ : સમગ્ર પ્રજા કે કોઈ એક વર્ગના જીવનવ્યવહારના આર્થિક સ્તરની કક્ષા. સામાન્ય રીતે આવક અને સંપત્તિની વહેંચણી ધ્યાનમાં લઈને સમાજને ત્રણ મુખ્ય આર્થિક વર્ગોમાં વહેંચવામાં આવે છે : (1) ગરીબ અથવા નીચલો વર્ગ, (2) મધ્યમવર્ગ, (3) તવંગર અથવા ધનિક વર્ગ. જે વર્ગના લોકો જીવનની લઘુતમ સપાટીએ અથવા તેનાથી પણ નીચલી સપાટીએ જીવતા હોય છે,…
વધુ વાંચો >જીવનનું પરોઢ (1948)
જીવનનું પરોઢ (1948) : પ્રભુદાસ ગાંધીનું આત્મકથાનક. 4 ભાગ અને ડેમી કદનાં 644 પૃષ્ઠમાં વિસ્તરેલું આ પુસ્તક માત્ર સાહિત્યિક ર્દષ્ટિએ જ નહિ, શૈક્ષણિક તેમજ સામાજિક ર્દષ્ટિએ પણ અપૂર્વ કહી શકાય તેવું છે. લેખકે પોતાના દોષોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી, ઊલટાનું પોતાના એકેએક દોષનું બયાન કર્યું છે. અન્ય લોકો વિશે પણ એમણે નિર્ભીકતાથી સત્યકથન કર્યું છે.…
વધુ વાંચો >જીવનનો આનંદ (1936)
જીવનનો આનંદ (1936) : કાકા કાલેલકર (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 1885–1952)ના કુદરત અને કલાવિષયક લેખોનો સંગ્રહ. કુદરત અને કલા વિશેની કાકાસાહેબની સૂક્ષ્મ ર્દષ્ટિનો તથા એમની સર્જકપ્રતિભાનો આહલાદક પરિચય આ સંગ્રહમાં થાય છે. નાનપણથી જ એમને પ્રકૃતિ જોડે ઘેરો આત્મીયભાવ જાગેલો. પ્રકૃતિને એમણે જડ નહિ, પણ ચૈતન્યસભર માની છે. નદી, સાગર, સરોવર, અંધારી રાત, વાદળાં, વૃક્ષો, ફૂલો,…
વધુ વાંચો >જીવનપલટો (1948)
જીવનપલટો (1948) : વેન્ગાર્ડ પિક્ચર્સનું પ્રથમ ગુજરાતી ચિત્રપટ. નિર્માણ : જયંતીલાલ સંઘવી, દિગ્દર્શન : હીરાલાલ ડૉક્ટર તથા અમૃતલાલ ઠાકર, કથાનક : હીરાલાલ ડૉક્ટર તથા જયંતીલાલ સંઘવી, પટકથા : હીરાલાલ ડૉક્ટર, સંગીત : અવિનાશ વ્યાસ, ગીતકાર : અવિનાશ વ્યાસ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પં. સ્વરૂપ વ્યાસ, પં. બાલમ. પ્રમુખ કલાકારો : નિરૂપા રૉય, હસમુખકુમાર, કલ્પનાકુમારી, કેસરબાઈ. ચિત્રનું કથાનક…
વધુ વાંચો >જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) :
જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) : જુઓ ‘અંતરિક્ષ અન્વેષણો’ (‘અંતરિક્ષમાં માનવયુક્ત કાર્યક્રમો’).
વધુ વાંચો >જીવનવીમા નિગમ
જીવનવીમા નિગમ : ભારતમાં જીવનવીમા ઉદ્યોગમાં જાહેર ક્ષેત્રની એકમાત્ર સ્વાયત્ત સંસ્થા. 18 જૂન, 1956ના રોજ સંસદે પસાર કરેલો કાયદો 1 જુલાઈ, 1956થી અમલમાં આવ્યો અને 1 સપ્ટેમ્બર, 1956થી જીવનવીમા નિગમ અસ્તિત્વમાં આવ્યું. વીમા-ઉદ્યોગ 245 પેઢીઓ રૂપે ખાનગી ક્ષેત્રમાં હતો તે એક નિગમ રૂપે જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. નિગમ જાહેર ક્ષેત્રમાં હોવા છતાં, એક સ્વાયત્ત સંસ્થા…
વધુ વાંચો >જીવનવીમો
જીવનવીમો : મોટા કે અણધાર્યા ખર્ચની આકસ્મિકતા સામેના પ્રબંધ રૂપે વ્યક્તિના જીવન સામે નિયત મુદતે નિશ્ચિત રકમ મળી રહે તેવી યોજના. ચોક્કસ મુદત પૂરી થતાં વીમાદાર જીવિત હોય તો તેને, અને મુદત પૂરી થતાં અગાઉ અચાનક મૃત્યુ પામે તો તેની પાછળ નીમેલી વ્યક્તિને વીમાની રકમ મળે તેવો વીમાદાર અને વીમા-કંપની વચ્ચેનો કરાર (જેના લખાણને પૉલિસી…
વધુ વાંચો >