જીવશાસ્ત્રો : તમામ પ્રકારના સજીવોનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર. પ્રત્યેક સજીવ પર્યાવરણના સંપર્કમાં રહીને જીવનાવશ્યક પદાર્થોને મેળવે છે અને પોતાનો વિકાસ સાધે છે. સજીવોનો વિગતવાર અભ્યાસ કરવો હોય તો તેમના નિવાસો ઉપરાંત શરીરની વિશિષ્ટ રચના, શરીરમાં થતી વિવિધ જૈવી ક્રિયાઓ અને સંતતિ જેવાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવો પડે છે. તેના અનુસંધાનમાં જીવશાસ્ત્રને વિવિધ શાખાઓમાં વહેંચવામાં આવેલ…

વધુ વાંચો >

જીવસંશ્લેષણ (biosynthesis) :  સાદા અણુઓ દ્વારા જીવંત પ્રણાલીઓમાં રાસાયણિક સંયોજન નિર્માણ થવાની પ્રક્રિયા. ઉત્સેચકો દ્વારા ઉદ્દીપન પામતી આવી જીવસંશ્લેષણ પ્રક્રિયાઓને પ્રાથમિક તથા દ્વિતીયક એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રાથમિક પ્રક્રિયાઓ વિવિધ જાતિ(species)ની વિશાળ સંખ્યાને લાગુ પડે છે. આનું ઉત્તમ ઉદાહરણ પ્રકાશસંશ્લેષણ છે. આ પ્રક્રિયા દ્વારા લીલા છોડ હવામાંના કાર્બન-ડાયૉક્સાઇડનું ગ્લુકોઝ જેવા કાર્બોહાઇડ્રેટમાં રૂપાંતર કરે…

વધુ વાંચો >

જીવાજીવાભિગમસુત્ત : જૈન શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં ગણાતું ત્રીજું ઉપાંગ. તેના ટીકાકાર મલયગિરિએ તેને સ્થાનાંગસૂત્રનું ઉપાંગ ગણાવ્યું છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના પ્રશ્નોત્તર રૂપે જીવ અને અજીવના ભેદપ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. આ ઉપાંગ પર પૂર્વાચાર્યોએ ટીકાઓ લખી હતી પરંતુ તે ગંભીર અને સંક્ષિપ્ત હોવાથી દુર્બોધ હતી. આથી મલયગિરિ આચાર્યે વિસ્તૃત ટીકા રચી હતી.…

વધુ વાંચો >

જીવાણુ (bacteria) : ક્લૉરોફિલ વગરના વનસ્પતિજગત(plant kingdom)ના એકકોષી સૂક્ષ્મજીવો. ફૂગ અને જીવાણુ બંનેમાં ક્લૉરોફિલ હોતું નથી. જીવાણુ કદમાં લીલ(algae)થી નાના હોય છે અને તે કાર્બનનાં સંયોજનોને તૈયાર રૂપમાં મેળવે છે; કેમ કે, ક્લૉરોફિલની ગેરહાજરીમાં તે તેમનું સંશ્લેષણ (synthesis) કરી શકતા નથી. જીવાણુ ફૂગથી પણ નાના હોય છે, તેઓ આશરે 1.0થી 1.5 માઇક્રોન પહોળા અને 2.0થી…

વધુ વાંચો >

જીવાણુજન્ય રોગો વિવિધ પ્રકારના જીવાણુઓને કારણે પ્રાણીઓમાં અનેક રોગ ઉદભવે છે. તેની વિગતો નીચે મુજબ છે : 1. કાળિયો તાવ આ રોગ ઍન્થ્રેક્સ તથા વૂલ સૉર્ટર્સ ડિસીઝના નામે પણ જાણીતો છે. આ રોગ ગાય, બળદ, ભેંસ, ઘેટાંબકરાં, ઘોડા, ડુક્કર, ઊંટ તથા કૂતરાંને થાય છે. આ રોગનો ચેપ પશુઓમાંથી માણસને પણ લાગી શકે છે. કાળિયો તાવ…

વધુ વાંચો >

જીવાણુજન્ય રોગોનાં ઔષધો વ્યાખ્યા : સૂક્ષ્મ જીવાણુ અથવા બૅક્ટેરિયા, ફૂગ તથા વિષાણુ (virus) વગેરેથી થતા રોગો જીવાણુજન્ય રોગો કહેવાય છે; તેમાં કૉલેરા, ટાઇફૉઇડ, ન્યુમોનિયા, મૅનિન્જાઇટિસ, ઝાડા, દરાજ, ખરજવું, હર્પિસ, અછબડા, એઇડ્ઝ (AIDS) વગેરે ઘણા રોગોની ગણના થાય છે. જે તે રોગોના જીવાણુ શરીરમાં પ્રવેશ કરી વિભાજન/વિકાસ દ્વારા વૃદ્ધિ પામે છે. તેમની સંખ્યા વધવાથી રોગની સ્થિતિ…

વધુ વાંચો >

જીવાણુથી થતો ઝાળ : ડાંગરના કે તેનાં પાનના સુકારા નામે પણ જાણીતો આ રોગ xanthomonas compestris pv.oryzae નામના જીવાણુથી થાય છે. ભારતમાં સૌપ્રથમ 1951માં જોવા મળ્યા પછી 1963થી ઘણાં રાજ્યોના ડાંગર ઉગાડતા વિસ્તારમાં વત્તાઓછા પ્રમાણમાં જોવા મળે છે. વધુમાં વધુ ફૂટના તેમજ કંટી આવવાના સમયે આ રોગનો હુમલો તીવ્ર થતો જોવા મળે છે. પાન ટોચના…

વધુ વાંચો >

જીવાણુનાશકો (bacteriophage) : જીવાણુઓ પર વાસ કરતા અને તેમનો ભોગ લેતા વિષાણુઓ (viruses)ની 1915થી 17ના અરસામાં ઇંગ્લૅન્ડમાં ટ્વોર્ટ અને ડી’ હેરેલે જીવાણુનાશકોની શોધ કરી. જુદા જુદા જીવાણુનાશકો વિશિષ્ટ જીવાણુઓને યજમાન તરીકે પસંદ કરી તેમના શરીરમાં વૃદ્ધિ પામે છે અને એમ નવા વિષાણુ પેદા કરે છે. T1થી T7; λ; ΦX 174 fd પ્રકારના જીવાણુનાશકો કદ અને…

વધુ વાંચો >

જીવાણુનિયંતા (bacteriolytes) : જીવાણુને ચેપ કરીને તેનો નાશ કે નિયંત્રણ કરતા વિષાણુઓ. 1915માં ટ્વોર્ટે દર્શાવ્યું કે નાશ પામતા જૂથકારી ગોલાણુઓ(staphylococci)ના સંવર્ધનદ્રાવણને ગાળીને જો અન્ય જીવાણુસંવર્ધનમાં ઉમેરવામાં આવે તો તેનો પણ નાશ થાય છે. ડી’ હેરેલે પણ આ પ્રકારનો નાશ મરડો કરતા દંડાણુ(bacilli)માં દર્શાવ્યો હતો (1917). ત્યારબાદ આ જીવાણુઓનો નાશ કરતો (લયન કરતો, lytic) પદાર્થ વિષાણુઓ…

વધુ વાંચો >

જીવાણુમુક્ત પ્રાણી : માનવશરીરના વિવિધ ભાગોમાં વસતા સૂક્ષ્મજીવોની મનુષ્યશરીર પર થતી અસરો તપાસવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ. પ્રયોગશાળામાં પસંદ કરવામાં આવેલાં મરઘી, ઉંદર તેમજ ગિની-પિગ જેવાં પ્રાણીઓને સૌપ્રથમ જીવાણુમુક્ત પર્યાવરણમાં ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે જીવાણુમુક્ત મરઘીના ઉછેર માટે 20 દિવસનાં ફલિત થયેલાં મરઘીનાં ઈંડાંને બહારથી જીવાણુનાશક રસાયણથી સાફ કરી જંતુરહિત વાતાવરણ ધરાવતા પાંજરામાં…

વધુ વાંચો >