Posts by Jyotiben
નુકસાનકારક પ્રાણીઓ (કૃષિવિદ્યા)
નુકસાનકારક પ્રાણીઓ (કૃષિવિદ્યા) : ખેતી-પાકો અને ખેતીમાં ઉપયોગી તેવા પશુધનને નુકસાન કરતાં પ્રાણીઓ. તેમાં કીટક, કરચલા, પેડીવર્મ, અળસિયાં, ગોકળગાય, કનડી, વાગોળ, વાંદરાં, શિયાળ, સસલાં, હરણ, સાબર, કાળિયાર, નીલગાય, રીંછ અને હાથી જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેનો ઉપદ્રવ ક્યારેક વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિસ્તાર મુજબ નુકસાનની તીવ્રતા અલગ અલગ હોય છે. અહીં માત્ર કીટક…
વધુ વાંચો >નુકુઆલોફા (Nuku’alofa)
નુકુઆલોફા (Nuku’alofa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટૉન્ગાનું પાટનગર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 21° 08´ દ. અ. અને 175° 12´ પ. રે.. આ બંદર ખડક-ખરાબાઓથી આરક્ષિત છે. તે ટૉન્ગાટાપુ દ્વીપના ઉત્તર કિનારા પર વસેલું છે. તેની શહેરી વસ્તી 24,571 (2012) છે. આ સ્થળનું તાપમાન જાન્યુઆરીમાં 25.8° સે. અને જુલાઈમાં 21.3° સે. તથા વરસાદ…
વધુ વાંચો >નુનાટૅક્સ (Nunataks)
નુનાટૅક્સ (Nunataks) : એકાકી ડુંગર, ટેકરી, શિખરભાગ કે ખડકવિભાગ, જે હિમનદીજથ્થાની સપાટીથી બહાર નીકળી આવતા હોય, ચારે બાજુએ હિમનદી કે હિમચાદરોથી ઘેરાયેલા હોય, પરંતુ હિમાચ્છાદિત ન હોય. આ પ્રકારના વિભાગો સામાન્ય રીતે હિમચાદરોની કિનારીઓ નજીક જોવા મળતા હોય છે જ્યાં બરફનો થર પાતળો હોય છે. આવાં ભૂમિસ્વરૂપો ગ્રીનલૅન્ડમાં જોવા મળે છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >નુનો દ કુન્હા
નુનો દ કુન્હા : ઈ. સ. 1529થી 1538 સુધી ભારતમાં રહેલ પોર્ટુગીઝ (ફિરંગી) ગવર્નર. પોર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર તરીકે તેને દીવ કબજે કરવાની સ્પષ્ટ સૂચના સહિત નીમવામાં આવ્યો હતો. આ વખતે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ (1527–37) હતો. નુનોએ ઑક્ટોબર, 1529માં ભારત આવીને તરત ખંભાત, સૂરત, રાંદેર, અગાશી તથા દમણનાં બંદરો પર હુમલા કરાવી, ત્યાં આગ લગાડી, લોકોની…
વધુ વાંચો >નુબિયન રણ
નુબિયન રણ : આફ્રિકામાં સુદાનના ઈશાન ભાગમાં આવેલો સૂકો પ્રદેશ. ભૌગોલિક સ્થાન. 20° 30´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.. તેની પૂર્વમાં રાતો સમુદ્ર અને પશ્ચિમમાં નાઈલ નદી છે. 720 કિમી. લંબાઈ ધરાવતું આ રણ 2,50,000 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. ઉત્તર તરફ તે પૂર્વ ઇજિપ્તના અરબી રણ સાથે ભળી જાય છે. અત્યંત અલ્પ…
વધુ વાંચો >નુરાઘે
નુરાઘે : ઇટાલીના સાર્ડિનિયા ટાપુ પર આવેલી પ્રાગૈતિહાસિક પથ્થરની ઇમારતો. આ ઇમારતો ઈસુ પૂર્વે 1900થી ઈસુ પૂર્વે 730 સુધીમાં ચણાઈ હતી. તેનું તળદર્શન વર્તુળાકાર હોય છે તથા તેમાં પથ્થરના ઉપરના થરો ક્રમશ: અંદરની તરફ નીકળતા રાખી ઉપર ગુંબજ બનાવાયો હોય. વર્તુળાકારની ઇમારતો સ્કૉટલૅન્ડ તથા આયર્લૅન્ડ, ઉપરાંત ભૂમધ્ય સાગરમાં આવેલા ઇટાલીના સાર્ડિનિયા ટાપુમાં મળી આવી છે;…
વધુ વાંચો >નુર્ક્સ, રાગ્નર
નુર્ક્સ, રાગ્નર (જ. 5 ઑક્ટોબર 1907, ઇસ્ટોનિયા; અ. 1959, જિનિવા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી. વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસના પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાકીય પ્રશ્નોના ઊંડા અભ્યાસી તરીકે તેઓ વિશેષ જાણીતા છે. તેમણે ઉચ્ચશિક્ષણ એડિનબરો અને વિયેનામાં લીધેલું. 1935–45 દરમિયાન લીગ ઑવ્ નૅશન્સમાં અર્થશાસ્ત્રી તરીકે કામગીરી બજાવ્યા બાદ 1945–59 સુધી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક…
વધુ વાંચો >નુસરતી, મોહંમદ
નુસરતી, મોહંમદ : (જ. 1600, બીજાપુર; અ. 1683) : દક્ષિણી ઉર્દૂના અગ્રણી કવિ. ‘નુસરતી’ તેમનું તખલ્લુસ હતું. તેમના વડવાઓ બીજાપુર રાજ્યના લશ્કરમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા હતા, પરંતુ નુસરતીનું મન સિપાહીગીરી કરતાં સાહિત્ય તરફ વળ્યું હતું. તે અભ્યાસી હતા. પ્રતિષ્ઠિત ઉલેમાઓ પાસેથી તેમણે જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેમને લોકો મુલ્લા નુસરતી તરીકે ઓળખતા. કવિતાનો શોખ તેમને…
વધુ વાંચો >નૂ, ઊ
નૂ, ઊ [જ. 25 મે 1907, વાકેમા, મ્યાનમાર (બ્રહ્મદેશ); અ. 11 ફેબ્રુઆરી 1995, રંગૂન] : મ્યાનમારના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા અગ્રણી મુત્સદ્દી. વ્યાપારીના પુત્ર. રંગૂન ખાતે યુનિવર્સિટી-કૉલેજમાં શિક્ષણ લીધું. થોડાક સમય માટે પેન્ટાનાવ ખાતે નૅશનલ હાઈસ્કૂલમાં અધ્યાપન કર્યા બાદ કાયદાનો અભ્યાસ કરવા યુનિવર્સિટીમાં પાછા ફર્યા. 1936માં વિદ્યાર્થીઓની હડતાલની આગેવાની કરવા બદલ તેમને દેશનિકાલ કરવામાં આવ્યા. દેશના…
વધુ વાંચો >નૂતન
નૂતન (જ. 4 જૂન 1936, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1991) : હિંદી ચલચિત્રજગતનાં અગ્રણી અભિનેત્રી. તેમનામાં પાત્રને આત્મસાત્ કરવાની ગજબની આવડત હતી. તેમનાં માતા શોભના સમર્થ તેમના જમાનામાં જાણીતાં અભિનેત્રી હતાં. નૂતનને અભિનેત્રી બનાવવા માટે તેમણે પોતે 1951માં ‘હમારી બેટી’ નામના ચલચિત્રનું નિર્માણ કર્યું. ખ્યાતનામ અભિનેતા મોતીલાલ સાથે મળીને તેમણે તેનું દિગ્દર્શન પણ કર્યું. નૂતન…
વધુ વાંચો >