Posts by Jyotiben
નૂતન વનસ્પતિજ ઔષધો
નૂતન વનસ્પતિજ ઔષધો છેલ્લા બે શતક દરમિયાન વનસ્પતિમાં રહેલા સક્રિય ઘટકોની માહિતી પ્રાપ્ત થવાને કારણે મેળવાયેલાં ઔષધો. આદિ માનવ વનસ્પતિની પેદાશોનો ઉપયોગ આહાર માટે કરતો. તેમાંથી જે વનસ્પતિની ઝેરી કે અવળી અસર થતી તેનો ઉપયોગ તે આહાર માટે ન કરતાં ઔષધ તરીકે કરતો થયો; દા. ત., એરંડાનાં બીજ રેચક અસર કરતાં હોવાથી તેનો ઉપયોગ કબજિયાતમાં…
વધુ વાંચો >નૂતન સૌરાષ્ટ્ર
નૂતન સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રનું નોંધપાત્ર ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર. ભારત સ્વતંત્ર થયું તેના એક વર્ષ પછી રજી સપ્ટેમ્બર, 1948ના રોજ જુગતરામ રાવળે રાજકોટમાં તેની સ્થાપના કરી. શ્રી રાવળ મૂળ સિંધ પ્રાંતમાં (જે હાલ પાકિસ્તાનમાં છે) રહેતા અને ત્યાં 1925ના અરસામાં તેઓ ‘સિંધ સમાચાર’ નામે ગુજરાતી સાપ્તાહિક ચલાવતા. આ સાપ્તાહિક 1931માં દૈનિક થયું, પરંતુ ભારતની સ્વાતંત્ર્યચળવળ દરમિયાન…
વધુ વાંચો >નૂન, (સર) ફીરોજખાન
નૂન, (સર) ફીરોજખાન [જ. 7 મે 1893, હામોકા, પૂર્વ પંજાબ, હવે પાકિસ્તાન; અ. 9 ડિસેમ્બર 1970, નૂરપૂર નૂન, પંજાબ (પાકિસ્તાન)] : સ્વાધીનતા પૂર્વેના પંજાબના અગ્રણી મુસ્લિમ નેતા તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન. તેમના પૂર્વજો મૂળે રાજસ્થાનના અને મુઘલ શાસનની શરૂઆતનાં વર્ષોમાં સ્થાનાંતર કરીને પંજાબ ગયેલા. પ્રસિદ્ધ સંત શેખ ફરીદના હસ્તે તેમણે ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો.…
વધુ વાંચો >નૂર (freight)
નૂર (freight) : જમીનમાર્ગ, રેલમાર્ગ, સમુદ્રમાર્ગ અથવા હવાઈ માર્ગ દ્વારા મોકલેલા માલસામાન(consignment)ની હેરફેર માટેનું ભાડું. મોટરટ્રક, રેલવે એંજિન અને વિમાનની શોધ થતાં અગાઉ જહાજ દ્વારા માલસામાન મોકલવાનું ભાડું નૂર તરીકે ઓળખાતું હતું. હવે મોટર-ટ્રક, રેલવે અને વિમાન દ્વારા માલસામાન મોકલવાનું ભાડું પણ નૂર કહેવાય છે. વાહન કે વાહનનો અંશ ભાડે રાખીને માલસામાન મોકલનાર (consigner) પાસેથી …
વધુ વાંચો >નૂરજહાં
નૂરજહાં (જ. 31 મે 1577, કંદહાર; અ. 17 ડિસેમ્બર 1645 લાહોર, પાકિસ્તાન) : ભારતના મુઘલ બાદશાહ જહાંગીરની બેગમ. તેના પિતા મિર્ઝા ગ્યાસબેગ તહેરાન(ઈરાન)નો વતની હતો. ભારત આવતાં રસ્તામાં કંદહારમાં તેનો જન્મ થયો. તેનું નામ મેહરુન્નિસા રાખવામાં આવ્યું. તેનું લગ્ન શેર અફઘાન સાથે થયું હતું. શેર અફઘાન બર્દવાન નજીક મુઘલ છાવણીમાં એક ઝપાઝપીમાં મરણ પામ્યો. ત્યારબાદ…
વધુ વાંચો >નૂર, સુતિન્દર સિંહ
નૂર, સુતિન્દર સિંહ (જ. 5 ઑક્ટોબર 1940, કોટકપુરા, પંજાબ; અ. 9 ફેબ્રુઆરી 2011, દિલ્હી) : પંજાબી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા દી ભૂમિકા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે 34 વર્ષ સુધી…
વધુ વાંચો >નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’
નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’ (જ. 9 નવેમ્બર 1414, ગામ ખર્જર્દ, ખુરાસાન પ્રાંત, ઈરાન; અ. 29 ઑક્ટોબર 1492, હિરાત શહેર, હાલ અફઘાનિસ્તાન) : ફારસીના છેલ્લા વિખ્યાત પ્રશિષ્ટ કવિ અને લેખક. જામીને હિરાતના સુલતાન હુસેન મિર્ઝા (મુઘલ સમ્રાટ બાબરના પિત્રાઈ) અને તેમના વિદ્વાન વજીર મીર અલીશેર નવાઈનો આશ્રય તથા સ્નેહ મળ્યા હતા તેથી હિરાત છોડીને ક્યાંય ગયા ન…
વધુ વાંચો >નૂરુદ્દીન જહાંગીર
નૂરુદ્દીન જહાંગીર (જ. 30 ઑગસ્ટ 1569, ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627) : શાહાનશાહ અકબરનો પુત્ર. બાબરના વંશમાં ભારતનો ચોથો બાદશાહ. ગાદીનશીન થયો ત્યારે તેણે ધારણ કરેલું નામ ‘નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝી’. બૈરમખાનના પુત્ર અબ્દુર-રહીમ ખાન-ખાનાનની દેખરેખ હેઠળ સલીમ (જહાંગીર) અરબી અને ફારસી, સંસ્કૃત, તુર્કી ભાષાઓ શીખ્યો હતો. તેને લશ્કરી અને વહીવટી તાલીમ આપવામાં…
વધુ વાંચો >નૂરુલ હસન, ડૉ. સૈયદ
નૂરુલ હસન, ડૉ. સૈયદ (જ. 26 ડિસેમ્બર 1921, લખનૌ; અ. 12 જુલાઈ 1993, કૉલકાતા) : ભારતના વિદ્વાન ઇતિહાસકાર અને રાજકીય નેતા. પિતા અબ્દુલ હસન, માતા નૂર ફાતિમા બેગમ. સૈયદ નૂરુલ હસને અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ. એ. અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડી.ફિલ્.ની ડિગ્રીઓ મેળવી. તે દરમિયાન તેમણે મધ્યકાલીન ભારતના ઇતિહાસનો વિશેષ અભ્યાસ કર્યો. તેઓ લખનૌ યુનિવર્સિટીમાં ઇતિહાસના વ્યાખ્યાતા…
વધુ વાંચો >નૃત્યકલા
નૃત્યકલા : કોઈ ભાવ, કલ્પના, વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા કે પછી ગતિનો જ આનંદ માણવા માટે સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગવિન્યાસ. નૃત્ય કલાઓની જનની છે. માણસે રંગ, પથ્થર કે શબ્દમાં પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપી તે પહેલાં પોતાના દેહ દ્વારા એની અભિવ્યક્તિ સાધી. સર્વપ્રથમ નૃત્ય-ચેષ્ટા સર્વસામાન્ય આનંદને વ્યક્ત કરવા કે પછી કામાતુર યુગલ…
વધુ વાંચો >