Posts by Jyotiben
નીલમ (sapphire)
નીલમ (sapphire) : કોરંડમ(A12O3)નો નીલરંગી, પારદર્શક કે પારભાસક સ્વરૂપે મળતો પૂર્ણસ્ફટિકમય રત્નપ્રકાર. તેની કઠિનતા 9 છે અને વિશિષ્ટ ઘનતા 1.76–1.77 છે. કઠિનતામાં હીરાથી તરત જ નીચે તેનો ક્રમ આવતો હોઈ દૃઢતા અને ટકાઉપણાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કોરંડમની લાલ રંગની પારદર્શક જાત માણેક (ruby) તરીકે અને નીલ રંગની પારદર્શક જાત નીલમ (sapphire) તરીકે રત્નોમાં ખૂબ…
વધુ વાંચો >નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis)
નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis) [જ. 22 નવેમ્બર 1904, લીઓં (Lyons), ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 2000, Brive-La-Gaillarde] : ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો ઉપરના તેમના પાયાના અભ્યાસ માટે, સ્વીડિશ ખગોળભૌતિકશાસ્ત્રી હૅન્સ આલ્ફવેન(Hannes Alfven)ની સાથે, 1970ની સાલ માટેના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. તેમની શોધખોળનું મુખ્ય પ્રદાન ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં છે, જેનો ઉપયોગ ઘણાબધા…
વધુ વાંચો >નીલશિર (Mallard)
નીલશિર (Mallard) : ભારતમાંનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Anas platyrhynchos છે. તેનો સમાવેશ Ansariformes વર્ગ અને Anafidae કુળમાં થાય છે. મોટે ભાગે તેનો વસવાટ યુરોપ, એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. આ પંખી ગયણાના જેવું જ આકર્ષક રંગવાળું બતક છે. નરનું કદ 61 સેમી. અને માદાનું 53 સેમી.નું હોય છે.…
વધુ વાંચો >નીલ-હરિત લીલ (blue-green algae)
નીલ-હરિત લીલ (blue-green algae) : મોનેરા સૃષ્ટિના સાયેનોબૅક્ટેરિયા વર્ગના સૂક્ષ્મજીવો. દેખાવમાં તે લીલ (algae) સાથે સાદૃશ્ય ધરાવે છે; પરંતુ તેની રચના બૅક્ટેરિયા જેવી હોય છે. બૅક્ટેરિયાની જેમ તેનું કોષકેન્દ્ર આવરણ વિનાનું હોય છે. લીલી વનસ્પતિની જેમ પ્રકાશ-સંશ્લેષણ દરમિયાન આણ્વિક ઑક્સિજનને તે મુક્ત કરે છે. કેટલાક નિષ્ણાતો આજે પણ તેને સાયનોફાયસી (સાયનો-એટલે વાદળી) તરીકે ઓળખાવે છે.…
વધુ વાંચો >નીલા અંબર કાલે બાદલ
નીલા અંબર કાલે બાદલ (1967) : ભારતના ડોગરી વાર્તાકાર નરેન્દ્ર ખજૂરિયા(1933–1970)નો ટૂંકી વાર્તાનો સંગ્રહ. એમાં તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ સ્થાન પામી છે. રાષ્ટ્રપ્રેમ તથા પોતાના વતન તેમજ સ્વજન માટે બલિદાન જેવા વિષયોને લગતી ‘નાટક દા હીરો’, ‘મા તૂ લોરી ગા’ જેવી વાર્તાઓમાં લાગણીશીલતાનો અતિરેક જોવા મળે છે. ‘નીલા અંબર કાલે બાદલ’ જેવી શીર્ષકદા કૃતિ તથા…
વધુ વાંચો >નીલિમા (cyanosis)
નીલિમા (cyanosis) : ચામડી, નખ, હોઠ વગેરે ભૂરાં થાય તે. વિવિધ વિકારોમાં લોહીમાં ઑક્સિજન ઓછો હોય તેનાથી નખ, હોઠ, ચામડી, જીભ વગેરે ભૂરા રંગનાં થાય છે. તે વિવિધ રોગોના નિદાનમાં જોવા મળતું એક ચિહન છે. લોહીના રક્તકોષોમાં હીમોગ્લોબિન (લોહવર્ણક, haemoglobin) નામનું એક દ્રવ્ય છે. તે ફેફસામાં ઑક્સિજન સાથે જોડાઈને ઑક્સિ-હીમોગ્લોબિન બનાવે છે. લોહીમાં 95 %…
વધુ વાંચો >નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો
નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો : આશરે 1657માં બંધાયેલ જાપાનનું ધાર્મિક સ્થળ. તેનું આયોજન તત્કાલીન જાપાની શૈલીમાં પ્રચલિત સ્થાપત્યની પ્રણાલીઓને અનુરૂપ થયેલું છે. બગીચા અને મકાનની સંલગ્ન પરિસર તથા ચતુષ્કોણાકાર સાદડીના માપથી રચાયેલ ફરસ-વિસ્તાર આ આયોજનના મુખ્ય અંગ રૂપે છે. સ્વાગત-કક્ષ, પાદરીઓ માટે ખાનગી રહેણાક અને અલાયદું બાંધવામાં આવેલ મંદિર આમાં સમાવાયેલાં છે. મંદિરના જુદા જુદા ભાગો…
વધુ વાંચો >નીસ, જોસેફ નાઇસફોર
નીસ, જોસેફ નાઇસફોર (જ. 7 માર્ચ 1765, ફ્રાન્સ; અ. 3 જુલાઈ 1833, ફ્રાન્સ) : ફ્રેન્ચ સંશોધક અને છબીકલાના અગ્રણી સંશોધક. સાધનસંપન્ન કુટુંબના પુત્ર. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી, માદરે વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી જીવનના અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ ક્લૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય વાયુના મિશ્રણના આંતરિક દહન(internal combustion)થી…
વધુ વાંચો >નીસેરિયા (Neisseria)
નીસેરિયા (Neisseria) : આકારે ગોળ (સહેજ મૂત્રપિંડ જેવા) એવી, બૅક્ટેરિયાની એક પ્રજાતિ. તેમાંના કેટલાક માનવશરીરમાં પ્રવેશીને રોગ ઉત્પન્ન કરે છે. તે હલનચલન કરતા નથી તેમજ બીજાણુ પણ ઉત્પન્ન કરતા નથી. ઑક્સિડેઝ અને કૅટાલેઝ કસોટી હકારાત્મક બતાવે છે. તે પીએચ. 7.4થી 7.6વાળા માધ્યમમાં 37° સે. તાપમાને વૃદ્ધિ પામી શકે છે. આ પ્રજાતિના બૅક્ટેરિયા હીસ સિરમમાં વિવિધ…
વધુ વાંચો >નુક (Nuuk)
નુક (Nuuk) : દુનિયાના સૌથી મોટા દ્વીપ ગ્રીનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 64° 14´ ઉ. અ. અને 51° 0´ પ. રે.. પાટનગરની વસ્તી 17,316 (2016), બૃહત શહેરની વસ્તી : 18,040 (2016). ગૉટહૉપ તરીકે ઓળખાતા આ નગરનું સ્થાનિક ભાષામાં નામ નુક છે. તે ડેવિસની સામુદ્રધુની પર આવેલું છે. તે ગૉટહૉપ ફિયૉર્ડના મુખભાગ…
વધુ વાંચો >