Posts by Jyotiben
નીટેલ્સ (Gnetales)
નીટેલ્સ (Gnetales) : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું ગોત્ર. આ ગોત્રમાં ઍફીડ્રેસી, નીટેસી અને વેલ્વીસ્ચીએસી કુળનો સમાવેશ થાય છે. તેનો બીજાણુજનક (sporophyte) ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી વેલ્વીસ્ચીઆમાં પ્રકાંડ સલગમ (turnip) જેવો અને અંશત: ભૂમિગત; પર્ણો સાદાં, એકાંતરિક, સમ્મુખ કે ભ્રમિરૂપ, શલ્કી કે પટ્ટી (strap) આકારનાં કે અંડાકાર કે ઉપવલયી; વેલ્વીસ્ચીઆમાં લાંબાં, કાષ્ઠમય; દ્વિતીય જલવાહક…
વધુ વાંચો >નીતિ આયોગ
નીતિ આયોગ : ભારત સરકારની નીતિઓ માટેની ‘થિન્ક ટૅન્ક’. પૂર્વેના આયોજન પંચના વિકલ્પે રચવામાં આવેલી સંસ્થા. તેનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’. આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. પહેલી જાન્યુઆરી, 2015ના રોજ આયોજન પંચને નાબૂદ કરીને તેના સ્થાને નીતિ આયોગની રચના કરવામાં…
વધુ વાંચો >નીતિકથા
નીતિકથા : ગદ્ય કે પદ્યમાં લખાયેલી ટૂંકી બોધકથા (fable). એમાં મુખ્યત્વે માનવેતર સૃષ્ટિ એટલે કે પશુ, છોડ કે એવી કોઈ વસ્તુ પાત્ર રૂપે હોય છે. અને તે મનુષ્યની માફક જ વર્તે છે. ગદ્ય કે પદ્ય સ્વરૂપે લખાયેલી બોધકથાઓનું ઘણી વાર કોઈ કહેવત સાથે સમાપન થતું હોય છે. આ કથાઓ 2000 ઉપરાંત વર્ષોથી લોકમાનસ પર છવાયેલી…
વધુ વાંચો >નીતિમંજરી
નીતિમંજરી : નીતિ એટલે જીવન જીવવાની રીત, એટલે જેમાં નીતિ રૂપી મંજરી મહોરી ઊઠી છે તેવો ગ્રંથ. વિજયનગરના મહારાજ્યમાં થઈ ગયેલા સાયણાચાર્ય ઋગ્વેદ વગેરેના અર્થો સમજાવતાં ભાષ્યોના લેખક તરીકે જાણીતા છે. તેમણે રચેલા ઋગ્વેદના ભાષ્યમાંથી જુદી જુદી વાર્તાઓ કે પ્રસંગો ઉપરથી વેશ્યા અથવા ગણિકાથી દૂર રહેવા ઉપદેશ આપતું 200 જેટલાં મુક્તકોનું બનેલું કાવ્ય દ્યા દ્વિવેદ…
વધુ વાંચો >નીપર (Dnepr, Dnieper)
નીપર (Dnepr, Dnieper) : યુરોપની લાંબી નદીઓ પૈકીની એક. તેનું પ્રાચીન નામ બોરીસ્થેનિસ હતું. વૉલ્ગા અને ડૅન્યુબ પછી લંબાઈમાં તેનો ત્રીજો ક્રમ આવે છે. તેની કુલ લંબાઈ 2,255 કિમી. છે. તેનો પટ સ્થાનભેદે 84થી 360 મીટરની પહોળાઈવાળો અને મુખભાગ 14 કિમી. જેટલો છે. ત્રિકોણપ્રદેશીય મુખ કળણવાળું બની રહેલું છે. તેનું ઉદગમસ્થાન મૉસ્કોથી 240 કિમી. પશ્ચિમે,…
વધુ વાંચો >નીમ દે પત્તે
નીમ દે પત્તે (1968) : પંજાબી લેખક શ્રવણકુમાર શર્માનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓથી પંજાબી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ થયો. એ વાર્તાઓ મોટેભાગે મનોવૈજ્ઞાનિક છે અને એમાં આંતરચેતનાપ્રવાહની શૈલીનો પંજાબી વાર્તામાં પ્રથમ વાર ઉપયોગ થયો છે. એ ઉપરાંત અસ્તિત્વવાદ તથા અતિવાસ્તવવાદ, તેમજ ફ્રૉઇડનો પ્રભાવ પણ પ્રથમ વાર આ વાર્તાઓમાં દૃષ્ટિએ પડે છે; જેમ કે, એમાં ‘સવેર-સાર’ વાર્તા આંતરચેતનાપ્રવાહની…
વધુ વાંચો >નીમા યુશીજ
નીમા યુશીજ (જ. 12 નવેમ્બર 1896, ઈરાન; અ. 3 જાન્યુઆરી 1960, તેહરાન) : આધુનિક ફારસી કવિતામાં નવી વિચારસરણી દાખલ કરનાર કવિ. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને ઉચ્ચ શિક્ષણ તેહરાનની સેંટ લૂઈ શાળામાં. તે ફ્રેંચ ભાષા-સાહિત્યથી સારી પેઠે વાકેફ હતા. તેહરાનમાં નિઝામ વફા નામના શિક્ષકે તેમને કવિતા લખવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં. 1920માં પોતાનું પ્રથમ નવીન…
વધુ વાંચો >નીમ્ફીએસી
નીમ્ફીએસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક કુળ. નીમ્ફીઆ પ્રજાતિ ઉપરથી આ કુળનું નામકરણ કરવામાં આવ્યું છે. ‘નીમ્ફસ’ લૅટિન ભાષાનો શબ્દ છે. યુરોપમાં પ્રવર્તતી માન્યતા પ્રમાણે, પર્વત, કંદરા, પાણીનાં તળાવો, વન-વગડામાં વિહરતી સુંદર કન્યાને નીમ્ફ્સ કહેવામાં આવે છે. આવી સુંદરી જેવાં મનોહર પુષ્પ ધરાવતી વનસ્પતિ – નીમ્ફીઆ કમળના કુળનું નામ કાર્લ લિનિયસે…
વધુ વાંચો >નીમ્ફોઇડીસ
નીમ્ફોઇડીસ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની નાનકડી પ્રજાતિ. તે તરતી કે ભૂપ્રસારી (creeping), જલજ શાકીય 20 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિશ્વના ઉષ્ણ, ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ થયેલું છે. આ પ્રજાતિને લીમ્નેથીમમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં તેની 5 જાતિઓ નોંધાઈ છે. તે પૈકી ગુજરાતમાં ત્રણ જાતિઓ થાય છે. હચિન્સન…
વધુ વાંચો >નીરમ (Ballast)
નીરમ (Ballast) : માલવાહક નૌકામાં વ્યાપારી માલ ઉપલબ્ધ ન હોય ત્યારે, સમુદ્રમાં પ્રવાસ કરતી વખતે વહાણને સ્થિર રાખવા માટે ભરવામાં આવતો માલ. સમુદ્રમાં સફર કરતી નૌકા પર સમુદ્રનાં મોજાંનું તથા પવનનું જોર લાગે છે. આની અસરથી ગતિમાન નૌકા હાલક-ડોલક થાય છે. જ્યારે નૌકા ખાલી હોય કે એમાં ઘણું ઓછું વજન ભર્યું હોય ત્યારે નૌકાનો ડ્રાફ્ટ…
વધુ વાંચો >