Posts by Jyotiben
નિંગસિયા હુઈ (Ningxia Hui)
નિંગસિયા હુઈ (Ningxia Hui) : વાયવ્ય ચીનમાં વસતા ચીની મુસ્લિમો(હુઈ)નો સ્વાયત્ત પ્રદેશ. તેમાં યિનચુઆનની આસપાસનો મેદાની વિસ્તાર તથા અગ્નિખૂણા તરફની લોએસ ટેકરીઓના પ્રદેશનો સમાવેશ થાય છે. ભૌગોલિક સ્થાન 37° ઉ. અ. અને 106° પૂ. રે.. આ સ્વાયત્ત પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 66,400 ચોકિમી. છે. યિનચુઆન તેનું પાટનગર છે. તેની વસ્તી 66,20,000 (2014) જેટલી છે. ત્યાંનો…
વધુ વાંચો >નિ:શસ્ત્રીકરણ
નિ:શસ્ત્રીકરણ : યુદ્ધ બાદ પરાજિત દેશને નિ:શસ્ત્ર કરવાની પ્રક્રિયા. અગાઉના વખતમાં કોઈ ટુકડી કે ટોળી કે આક્રમક હુમલાખોર લડાઈમાં સામા પક્ષને હરાવે ત્યારે તેને નિ:શસ્ત્ર બનાવી દેવાતો અને તેના માણસોને તાબેદાર કે ગુલામ તરીકે રખાતા અથવા મારી નખાતા. તેમને છોડી મૂકવાનું તો ભાગ્યે જ બનતું. અર્વાચીન સમયમાં પહેલા કે બીજા વિશ્વયુદ્ધ જેવાં નિર્ણાયક યુદ્ધો ખેલાયાં…
વધુ વાંચો >નિ:સૃતિ (fugacity)
નિ:સૃતિ (fugacity) : વાયુઓ અને મિશ્રણો સાથે સંકળાયેલ પ્રક્રિયાઓમાં આંશિક (partial) દબાણને બદલે ઉપયોગમાં લેવાતો ઉષ્માગતિજ (thermodynamic) વિધેય (function). સંજ્ઞા f. લૅટિન શબ્દ ‘fugere’ (= to escape, to fly away) પરથી નિ:સૃતિ માટેનો અંગ્રેજી શબ્દ ‘fugactiy’ (= fleetness) પ્રયોજવામાં આવ્યો છે. વાસ્તવિક પ્રણાલીઓ માટે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ થઈ શકે તે માટે જી. એન. લૂઈસે આ વિધેય…
વધુ વાંચો >નીઓક્લાસિક સ્થાપત્ય
નીઓક્લાસિક સ્થાપત્ય : અઢારમી સદીમાં યુરોપમાં પ્રચલિત બનેલ પ્રાચીન ગ્રીસ અને રોમના શાસ્ત્રીય સ્થાપત્ય તેમજ સોળમી સદીના ઇટાલિયન રેનેસાંસ સ્થાપત્ય પર આધારિત સ્થાપત્યની સિદ્ધાંતનિષ્ઠ શૈલી. તેની શરૂઆત ગેબ્રિયલ તથા અન્ય સ્થપતિઓ દ્વારા કરાઈ અને બ્યુલી તથા લેડોઉક્સ જેવા સ્થપતિઓએ તે શૈલીમાં અંત સુધી કામ કરેલું. 1750માં સ્થાપત્યમાં રોમન તથા ગ્રીક સ્થાપત્યની શાસ્ત્રીયતાને ફરીથી લાવવાનો આ…
વધુ વાંચો >નીકોશિયાના
નીકોશિયાના : જુઓ, તમાકુ.
વધુ વાંચો >નીકટાજીનેસી
નીકટાજીનેસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ કર્વેમ્બ્રી શ્રેણીનું એક કુળ. નીકટાજીનસ એટલે રાત્રે ખીલતાં પુષ્પ. આ કુળમાં આશરે 30 પ્રજાતિ અને 300 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં બોરહેવીઆ, મીરાબીલીસ, બોગનવિલીઆ, અને પીસોનીઆ પ્રજાતિઓ થાય છે. ગુજરાતમાં બોરહેવીઆની ત્રણ જાતિ, મીરાબીલીસની એક, બોગનવિલીઆની બે, ઉપરાંત તેની અનેક બાગાયત જાત તથા પીસોનીઆની એક જાતિ શોધાઈ…
વધુ વાંચો >નીકટાનથીસ
નીકટાનથીસ : જુઓ, પારિજાતક
વધુ વાંચો >નીગ્રી કાય
નીગ્રી કાય : નીગ્રી કાય એક પ્રકારની અંતર્ગત કાય (Inclusion body) છે, જે હડકવા (રેબીઝ) રોગના વિષાણુઓની વૃદ્ધિથી ઉત્પન્ન થાય છે. અંતર્ગત કાય કોષરસ કે કોષકેન્દ્રમાં જોવા મળે છે. અંતર્ગત કાય પ્રોટીન અથવા વિષાણુ કૅપ્સીડના પુંજ બનવાથી બને છે. આ કાય વિષાણુની વૃદ્ધિનું સ્થાન દર્શાવે છે. જુદા જુદા વિષાણુઓ અલગ પ્રકારની અંતર્ગત કાય ઉત્પન્ન કરે…
વધુ વાંચો >નીચા નગર
નીચા નગર : હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ 1946; દિગ્દર્શક : ચેતન આનંદ; છબીકલા : વિદ્યાપતિ ઘોષ; સંગીત : રવિશંકર; કલાકારો : રફીક અનવર, ઉમા આનંદ, રફી પીર, કામિનીકૌશલ, હમીદ બટ, એસ.પી. ભાટિયા, મોહન સહગલ, ઝોહરા સહગલ, પ્રેમકુમાર. શ્વેત અને શ્યામ. 122 મિનિટ. ગૉર્કીની પ્રશિષ્ટ કથા ‘ધ લોઅર ડેપ્થ્સ’ ઉપર આધારિત આ ફિલ્મમાં વર્ગભેદ તેની ચરમસીમાએ દેખાય…
વધુ વાંચો >નીજો કિલ્લો, ક્યોટો
નીજો કિલ્લો, ક્યોટો : સત્તરમી સદીના જાપાની કાષ્ઠસ્થાપત્યનો લાક્ષણિક નમૂનો. જાપાનના મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થર અને લાકડામાંથી બનાવાયેલા કિલ્લા મહત્ત્વના છે. આમાંના ઘણાખરાનું હવે અસ્તિત્વ રહ્યું નથી; કારણ કે સત્તરમી સદી પછી આવા કિલ્લાનું બાંધકામ થયું ન હતું. કિલ્લાની અંદર પ્રણાલીગત આવાસો અને તેનું બાંધકામ અર્વાચીન યુગ સુધી પ્રચલિત રહ્યું છે. આ આવાસોનું આયોજન કાષ્ઠસ્થાપત્યની આગવી…
વધુ વાંચો >