Posts by Jyotiben
નીલકંઠ
નીલકંઠ (ઈ. સ. 1431) : પ્રસિદ્ધ ભારતીય જ્યોતિષી. પત્ની ચંદ્રિકા. વિદર્ભપ્રદેશના ગોદાથડના ધર્મપુરીના મૂળ રહેવાસી. તેમનું ગોત્ર ગાર્ગ્ય હતું. તેમના પિતા અનંત કાશીનિવાસી થયા ત્યારથી આ કુટુંબ કાશીનિવાસી થયું. આ વંશની પાંચ પેઢી સુધી બધા જ મુખ્ય પુરુષો વંશપરંપરાગત જ્યોતિષશાસ્ત્રવિશારદ થયા હતા. તેમના પૂર્વજ ચિંતામણિ પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમના પુત્ર અનંતે ‘કામધેનુ’ નામના પંચાંગ-સાધનના ગ્રંથ…
વધુ વાંચો >નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક)
નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક) : ઉત્તર ગુજરાતમાં ઊંઝાથી 10 કિમી. દૂર આવેલ સૂણક ગામમાં આવેલું અગિયારમી સદીનું સોલંકીકાલીન શિવમંદિર. આ મંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિરના ગર્ભગૃહ, મંડપ અને તેની આગળના ભાગમાં આવેલી શૃંગારચોકી એમ ત્રણ ભાગો છે. આખું મંદિર લંબચોરસ આકારનું છે. તેની પીઠના કુંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષોની પંક્તિ છે. કુંભાને મથાળે ચારુ…
વધુ વાંચો >નીલકંઠ, મહીપતરામ રૂપરામ
નીલકંઠ, મહીપતરામ રૂપરામ (જ. 3 ડિસેમ્બર 1829, સૂરત; અ. 3 સપ્ટેમ્બર 1891) : ગુજરાતના લેખક તથા સમાજસુધારક. તેઓ પરદેશગમન કરનાર સૌપ્રથમ ગુજરાતી વડનગરા નાગર ગૃહસ્થ હતા. પ્રાર્થનાસમાજના ઉત્કર્ષમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. તે ભોળાનાથના ઉત્તરાધિકારી અને પ્રાર્થનાસમાજના પ્રમુખ પણ હતા. તેમણે ‘બુદ્ધિવર્ધક સભા’ તથા ‘જ્ઞાનપ્રસારક’ જેવી સંસ્થાઓમાં રસ લીધો હતો. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’, ‘રાસ્ત ગોફતાર’ અને…
વધુ વાંચો >નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ
નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ (જ. 13 માર્ચ 1868, અમદાવાદ; અ. 6 માર્ચ 1928, અમદાવાદ) : એક પ્રતિભાશાળી ગુજરાતી સર્જક. માતા પાર્વતીકુંવર. માતાપિતાના તેઓ ત્રીજા અને સૌથી નાના પુત્ર. સુધારક અને કેળવણીકાર પિતા મહીપતરામ નીલકંઠના સમાજસુધારો, સાહિત્યપ્રીતિ, પ્રાર્થનાસમાજી ધર્મભાવના અને કેળવણીના સંસ્કારો એમને નાનપણથી જ વારસામાં મળ્યા હતા. રમણભાઈનો પ્રાથમિક ઉછેર અમદાવાદમાં જ થયો. 1883માં 15…
વધુ વાંચો >નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ
નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ (જ. 1 જૂન 1876, અમદાવાદ; અ. 7 ડિસેમ્બર 1958) : ગુજરાતી લેખિકા. ‘એક અમદાવાદી સુરતી’, ‘ઓશિંગણ’, ‘કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા’, ‘નચિન્ત’ વગેરે તખલ્લુસો તેમણે રાખ્યાં હતાં. પ્રાથમિક શિક્ષણ મગનભાઈ કરમચંદ કન્યાશાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનિંગ કૉલેજમાં લઈ 1891માં મૅટ્રિક થયાં. 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક…
વધુ વાંચો >નીલકંઠ, વિનોદિની
નીલકંઠ, વિનોદિની (જ. 9 ફેબ્રુઆરી 1907, અમદાવાદ; અ. 29 સપ્ટેમ્બર 1987, અમદાવાદ) : ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા અને બાળસાહિત્યનાં અગ્રણી લેખિકા. પિતા રમણભાઈ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ કેળવણી અમદાવાદમાં. 1928માં મુખ્ય અંગ્રેજી અને ગૌણ ગુજરાતી વિષય સાથે બી.એ., અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયો લઈ 1930માં એમ.એ.ની ડિગ્રી મેળવી. અમદાવાદની મ્યુનિસિપલ…
વધુ વાંચો >નીલગાય (રોઝ – Blue bull)
નીલગાય (રોઝ – Blue bull) : શ્રેણી સમખુરી(arteodactyla)ના, બોવિડે કુળનું સમસંખ્યામાં આંગળી ધરાવતું વાગોળનારું તૃણાહારી સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Boselaphus tragocamelus. ભારતમાં આ પ્રાણી હિમાલયની તળેટીથી માંડીને મૈસૂર સુધીના ભારતીય દ્વીપકલ્પના ભાગોમાં વસે છે. પૂર્વ બંગાળ, આસામ કે મલબાર કિનારાના પ્રદેશોમાં તે જોવા મળતું નથી. તે પર્વતીય કે ગાઢ જંગલને બદલે ખુલ્લાં ઘાસનાં મેદાનો, નદીનાં…
વધુ વાંચો >નીલગિરિ
નીલગિરિ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મિર્ટેસી (લવંગ) કુળની વનસ્પતિ. તેને Eucalyptus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે. આ પ્રજાતિ 300 જેટલી સદાહરિત અને સુરભિત (aromatic) વૃક્ષ-જાતિઓ વડે બનેલી છે અને તે ઑસ્ટ્રેલિયા, તાસ્માનિયા, ન્યૂગિની અને પડોશી ટાપુઓની સ્થાનિક (indegenous) પેદાશ છે. ત્યાં તે વનોનો ઘણો મોટો ભાગ બનાવે છે. તેની વિવિધ જાતિઓનું ઉપોષ્ણ અને હૂંફાળા સમશીતોષ્ણ…
વધુ વાંચો >નીલગિરિ ટેકરીઓ
નીલગિરિ ટેકરીઓ : તમિળનાડુ રાજ્યમાં આવેલી દક્ષિણ ભારતની પ્રમુખ પર્વતમાળા. તે 11° 25´ ઉ. અ. અને 76° 40´ પૂ. રે. પરના ભૌગોલિક સ્થાનની આજુબાજુ વિસ્તરેલી છે. ડુંગરો અને ખીણોથી વ્યાપ્ત આ પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 2,590 ચોકિમી. જેટલો છે. મબલક વર્ષા તથા ભૂમિની મોકળાશને લીધે આખોય પ્રદેશ ઘટાટોપ વનશ્રીથી છવાયેલો રહે છે. તેની ઉત્તરે 1,000-1,210…
વધુ વાંચો >નીલ દર્પણ
નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક પર જુલમ ગુજારાતો દર્શાવાયો છે.…
વધુ વાંચો >