Posts by Jyotiben
જીરું અને તેના રોગો
જીરું અને તેના રોગો : ઘરગથ્થુ મસાલાસામગ્રી તથા ઔષધદ્રવ્ય. લૅ. Cuminum cyminum L. તેનું કુળ ઍપિયેસી (અમ્બેલિફેરી) છે. તેમાં દ્વિગુણિત રંગસૂત્રોની સંખ્યા 14 છે. ઉદભવસ્થાન ભૂમધ્ય સમુદ્રવિસ્તાર મનાય છે. વાવેતર ભારત ઉપરાંત ઈરાન, ઇરાક, પાકિસ્તાન, તુર્કસ્તાન, સીરિયા, ઇઝરાયલ, સાઇપ્રસ, અલ્જિરિયા અને દક્ષિણ રશિયામાં થાય છે. જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનું લગભગ 90…
વધુ વાંચો >જીર્ણતા (senesaence)
જીર્ણતા (senesaence) : સજીવમાં થતી એક દેહધાર્મિક ક્રિયા. સજીવ નાશવંત છે. પૂરું આયુષ્ય ભોગવનારો દેહ નષ્ટ થવા પહેલાં ર્જીણતાની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જીર્ણતામાં જૈવિક ક્રિયાઓની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. આ સમયગાળામાં ચય ક્રિયાઓ મંદ પડે છે અને અપચય ક્રિયાઓની ગતિ ઝડપી બને છે. કોષવિભાજન મર્યાદિત થતું રહે છે; ક્યારેક તો તે સમૂળગું અટકી…
વધુ વાંચો >જીલાની, અબ્દુલ કાદિર
જીલાની, અબ્દુલ કાદિર (હ.) (જ. 1077–78, ઉત્તર-પશ્ચિમ ઈરાન; અ. 1165–66, બગદાદ) : તમામ ઇસ્લામી શાસ્ત્રોમાં પારંગત વિદ્વાન. તસવ્વુફમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. 18 વર્ષની ઉંમરે 1096–97માં બગદાદને પોતાની શૈક્ષણિક અને સુધારાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. તેમણે ભૌતિકવાદ વિરુદ્ધ અધ્યાત્મવાદની ચળવળ શરૂ કરી, અધ્યાત્મવાદના વ્યક્તિગત અને સામૂહિક પ્રશિક્ષણની નવીન પદ્ધતિ શરૂ કરી. આ પદ્ધતિ હેઠળ…
વધુ વાંચો >જીવ
જીવ : ભારતીય દર્શનોનાં કેન્દ્રભૂત ત્રણ વિચારણીય પ્રધાન તત્વો – ઈશ્વર, જીવ અને જગત – એમાંનું એક. જીવ એટલે વ્યક્તિગત ચૈતન્ય (individual soul). તે અંતરાત્મા (inner self) કે દેહાત્મા (embodied soul) પણ કહેવાય છે. તે અહંપ્રત્યયગોચર એટલે કે ‘હું’ એવી પ્રતીતિનો વિષય છે. કોઈ દર્શનમાં તેને પરમ ચૈતન્ય કે પરબ્રહ્મનું સ્વરૂપ કહ્યો છે. તે બુદ્ધિ…
વધુ વાંચો >જીવગ ચિંતામણિ
જીવગ ચિંતામણિ (ઈ. સ. દશમી શતાબ્દી) : જૈન મુનિ અને તમિળ કવિ તક્કદેવરની કાવ્યરચના. એની ગણના તમિળનાં 5 પ્રસિદ્ધ મહાકાવ્યો જોડે કરવામાં આવે છે. એ 3,145 પદો અને 13 ખંડોમાં વિભાજિત છે. રસપ્રદ કાવ્યનો નાયક રાજકુમાર જીવગ 8 લગ્નો કરે છે તેથી એ ગ્રંથને ‘મણનૂલ’ (વિવાહગ્રંથ) કહેવામાં આવે છે. જીવનનાં બધાં સુખદુ:ખ ભોગવ્યા પછી એ…
વધુ વાંચો >જીવ ગોસ્વામી
જીવ ગોસ્વામી (ઈ. સ. 1513 અથવા 1523+) : ગૌડ સંપ્રદાયના પ્રવર્તકોમાંના એક. ચૈતન્ય મહાપ્રભુ તથા રૂપ ગોસ્વામીના તેઓ સમકાલીન હતા. તેમનો જન્મ શક સંવત 1435 અથવા 1445માં પોષ સુદ ત્રીજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વલ્લભ હતું. તેઓ બાકલાચંદ્ર દ્વીપ, ફતેયાબાદ તથા રામકિલગ્રામમાં નિવાસ કરતા હતા. વલ્લભના મોટા ભાઈ રૂપ અને સનાતન ગોસ્વામી હુસેનશાહના…
વધુ વાંચો >જીવજનન (biogenesis)
જીવજનન (biogenesis) : માત્ર સજીવો નવા સજીવોને જન્મ આપી શકે છે, આવા મતનું પ્રતિપાદન કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ ક્યારેય નિર્જીવ ઘટકોમાંથી સ્વયંસ્ફુરણથી સજીવ જન્મ પામતા નથી. અગાઉ એવી માન્યતા હતી કે નિર્જીવ ઘટકોમાંથી સ્વયંપરિવર્તન દ્વારા નવા સજીવો જન્મે છે. આ ભ્રામક સિદ્ધાંતને અજીવજનનવાદ (abiogenesis) કહેતા; પરંતુ લૂઈ પાશ્ચરના પ્રયોગોએ અજીવજનનવાદ સાવ નિરાધાર છે તેની…
વધુ વાંચો >જીવજન્ય નિક્ષેપો (organic deposits)
જીવજન્ય નિક્ષેપો (organic deposits) : ખવાણની પેદાશોના વિતરણ મુજબ તૈયાર થતા પરિણામી ખડકના પ્રકારો. નીચેના વર્ગીકરણ પરથી તે સ્પષ્ટ બને છે : પ્રાણીઓ અને વનસ્પતિની ક્રિયાત્મક અને અસરકારક પ્રવૃત્તિઓ દ્વારા તૈયાર થતા નિક્ષેપોને જીવજન્ય નિક્ષેપો તરીકે ઓળખાવી શકાય. જીવનસ્વરૂપો દ્વારા તૈયાર થતો દ્રવ્યજથ્થો મુખ્યત્વે સમુદ્રતળ પર એકઠો થતો હોય છે, પરંતુ આ પ્રકાર પૈકી સ્વચ્છ…
વધુ વાંચો >જીવણ (દાસી)
જીવણ (દાસી) [જ. ઈ. સ. 1750 આશરે, ઘોઘાવદર; જીવતાં સમાધિ : ઈ. સ. 1825 (વિ. સં. 1881 આસો વદ અમાસ, દિવાળી) ઘોઘાવદર-ગોંડલ પાસે] કબીરપંથમાંથી ઊતરી આવેલી રવિ-ભાણ પરંપરામાં, ગુજરાતી ભાષાના સમર્થ ભજનકવિ. ભાણસાહેબ – ખીમસાહેબ – ત્રિકમસાહેબ – ભીમસાહેબ(આમરણ) અને દાસી જીવણ એ મુજબની શિષ્યપરંપરા. ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે હરિજન ચમાર જ્ઞાતિમાં જગાભાઈ દાફડા અને…
વધુ વાંચો >જીવન
જીવન : બહારથી મેળવેલાં તત્વો વડે પોષણરક્ષણ અને સંચલન કરનારી પ્રજનનશીલ જીવંત પદાર્થોની અવસ્થા. વિષાણુ (virus) એક નિર્જીવ ન્યૂક્લિયોપ્રોટીનનો કણ છે; પરંતુ યોગ્ય સજીવ કોષના સંપર્કમાં આવતાં કોષમાં રહેલ જૈવિક ઘટકોની મદદથી વિષાણુ ક્રિયાશીલ બને છે અને પોતાના જેવા કણોનું સર્જન કરે છે. સજીવોની વિશેષતાઓ : (1) ચયાપચય (metabolism) : ચય (anabolism) કોષમાં સંશ્લેષણાત્મક અને…
વધુ વાંચો >