નિસર્ગચિત્ર : કેવળ પ્રકૃતિને વિષય બનાવી ચિત્રાંકન કરવાની કલાશૈલી. વિશ્વમાં નિસર્ગચિત્રની શરૂઆત ચીને કરી, ચોથી સદીમાં ત્યાં નિસર્ગચિત્રને તરત જ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. ચોથી સદીનો પ્રથમ જાણીતો થયેલો ચિત્રકાર છે કાઈ–ચીહ. ચીની નિસર્ગચિત્રમાં સ્વાભાવિકતાનું મહત્ત્વ હોવા છતાં તેમાં અન્ય ચીની ચિત્રોની જેમ પરંપરા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે; જેમ કે, પર્વતોને હંમેશાં સીધા ઢોળાવ અને…

વધુ વાંચો >

નિસર્ગવાદીઓ (physiocrats) : અઢારમી સદીમાં ફ્રાન્સમાં પ્રચલિત થયેલી આર્થિક વિચારધારાના પ્રણેતાઓ તથા સમર્થકોનો સમૂહ. તેમની વિચારસરણીને નિસર્ગવાદ (physiocracy) તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં નિરંકુશ રાજાશાહીના કાળમાં વિકસેલા ‘વ્યાપારી મૂડીવાદ’(commercial capitalism)ને વૈચારિક સમર્થન આપતી વાણિજ્યવાદ(mercantalism)ની વિચારસરણીની પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદનો ઉદય થયો હતો. ફ્રૅન્કો ક્વીને આ વિચારસરણીના પ્રણેતા ગણાય છે. નિસર્ગવાદીઓના મત મુજબ કૃષિ એ જ સંપત્તિનો…

વધુ વાંચો >

નિસર્ગોપચાર : કુદરતી સારવારની ઉપચારપદ્ધતિ. તેમાં તનમનના સ્વાસ્થ્યની જાળવણી અને પુન:પ્રાપ્તિ માટે હાનિકારક ઔષધોના બદલે પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતા આહારવિહાર અને સરળ ઉપચારો ઉપર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચારનો આધાર આવી સમજણ ઉપર છે : (ક) જીવ પ્રકૃતિનો અંશ છે અને પ્રકૃતિના નિયમો અનુસાર જ જીવન સંભવિત છે. (ખ) સ્વાસ્થ્ય જાળવવાની શરીરની પોતાની પ્રાકૃતિક વ્યવસ્થા…

વધુ વાંચો >

નિસાર, મહંમદ (જ. 1 ઑગસ્ટ 1910; અ. 11 માર્ચ 1963) : પતિયાળા, દક્ષિણ પંજાબ, ઉત્તરપ્રદેશ અને ભારત વતી ખેલનાર અત્યંત ઝડપી ગોલંદાજ. પંજાબના પહાડી પ્રદેશમાં જન્મેલા ઊંચા અને મજબૂત બાંધાના આ ગોલંદાજની દડો નાખવાની રીત અત્યંત પદ્ધતિસરની હોવાથી દડાને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરી શકતા હતા. કારકિર્દીના પ્રારંભે સુરવાળ પહેરીને ગોલંદાજી કરતા હોવાથી ક્યારેક દડાની દિશા…

વધુ વાંચો >

નિસાર હુસૈન ખાન (જ. 1909, બદાયૂં-ઉત્તરપ્રદેશ; અ. 1992, કૉલકાતા) : રામપુર ઘરાણાના એક અગ્રણી ગાયક. પાંચ વર્ષની વયથી પ્રારંભિક શિક્ષા તેમના પિતા ફિદાહુસૈન પાસેથી શરૂ કરી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ હૈદર ખાન પાસેથી કંઠ્ય સંગીતમાં મુખ્યત્વે કરીને ખ્યાલ-તરાના-ગાયકીની તાલીમ લીધી. તરાના-ગાયકીમાં તેઓ ઘણા સમય સુધી મોખરે રહ્યા. વડોદરા રાજ્યમાં તેઓ એક ગાયક તરીકે 1945 સુધી રહ્યા.…

વધુ વાંચો >

નિસ્યંદન (distillation) : પ્રવાહીને ઉકાળી, બાષ્પમાં ફેરવી, એ વરાળને ઠારી પ્રવાહી રૂપે એકઠી કરવાની વિધિ. એ રીતે ઠરેલી વરાળને નિસ્યંદિત (distillate) કહે છે. નિસ્યંદન અથવા આસવનનો મુખ્ય હેતુ બાષ્પશીલ ઘટકોને અબાષ્પશીલ (nonvolatile) પદાર્થોથી અથવા બાષ્પશીલ ઘટકોના મિશ્રણમાંથી અલગ કરવાનો છે. જો મિશ્રણમાં બે ઘટકો હોય તો તેવા નિસ્યંદનને દ્વિઅંગી (binary) નિસ્યંદન, ત્રણ ઘટકો હોય તો…

વધુ વાંચો >

નિસ્યંદિત (distilled) પાણી : નિસ્યંદન દ્વારા જેમાંના ઓગળેલા ક્ષારો અને અન્ય સંયોજનો દૂર કરવામાં આવ્યાં હોય એવું શુદ્ધ પાણી. નિસ્યંદિત પાણી અતિશુદ્ધ પાણી છે. તે મેળવવા પ્રથમ આલ્કલાઇન પરમૅન્ગેનેટયુક્ત સાદા પાણીને નિસ્યંદિત કરવામાં આવે છે. પરમૅન્ગેનેટ પાણીમાંના કાર્બનિક દ્રવ્ય અને કાબૉર્નિક ઍસિડને દૂર કરે છે. આ રીતે મળેલા પાણીને સલ્ફ્યુરિક કે ફૉસ્ફૉરિક ઍસિડયુક્ત બનાવી ફરીથી…

વધુ વાંચો >

નિહારિકાઓ (nebulas) : દૂરબીન દ્વારા અવકાશમાં જોતાં દેખાતું રજકણો અને વાયુનું ઝાંખા પ્રકાશવાળું વિસ્તૃત વાદળ. હવે તો નિહારિકાને તારક-વાદળથી અલગ પાડી શકાય છે, જે થોડા સમય પહેલાં શક્ય ન હતું. પરાગાંગેય (extragalactic) નિહારિકાઓ, તેમનાં કદ અને તેમની અંદર તારાઓની સંખ્યાની દૃષ્ટિએ, આકાશગંગા તારાવિશ્વ અથવા મૅગલૅનિક વાદળો જેવડી તારાકીય (stellar) પ્રણાલી છે. આવી નિહારિકાઓને બાહ્ય તારાવિશ્વ…

વધુ વાંચો >

નિહાલાની, ગોવિંદ (જ. 19 ડિસેમ્બર 1940, કરાંચી) : હિન્દી ચલચિત્રોના સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક. જન્મ વેપારી કુટુંબમાં. ડાબેરી વિચારસરણી સાથે જોડાયેલા આ સર્જકના પ્રથમ ચલચિત્ર ‘આક્રોશ’થી લઈને બધાં ચલચિત્રોમાં આ વિચારધારા એક યા બીજી રીતે પ્રતિબિંબિત થતી રહી છે. નવા પ્રવાહનાં ચલચિત્રોના આંદોલન સાથે જે કેટલાક સર્જકો સંકળાયેલા છે તેમાં ગોવિંદ નિહાલાનીનું નામ આગળ પડતું છે.…

વધુ વાંચો >

નિહાવંદી, અબ્દુલ બાકી (જ. 1577–78, જોલક ગામ, નિહાવંદ, ઈરાન; અ. 1632–33) : અકબર તથા જહાંગીરના સમયના પ્રખ્યાત વહીવટકર્તા તથા લેખક. તેમના પિતા અને ભાઈની જેમ તેઓ પોતે પણ શાસન સાથે સંકળાયેલા રહ્યા હતા. તેઓ 1613માં ભારત આવીને બુરહાનપુરમાં અબ્દુર્રહીમ ખાનખાનાનના દરબારમાં કવિ અને લેખક તરીકે જોડાયા હતા. પોતાના આશ્રયદાતા અબ્દુર્રહીમ ખાનખાનાનનાં કાર્યોને બિરદાવતી તેમની ઇતિહાસ…

વધુ વાંચો >