નિવેદિતા, ભગિની (જ. 28 ઑક્ટોબર 1867, આયર્લૅન્ડ; અ. 13 ઑક્ટોબર 1911, દાર્જિલિંગ) : ભારતીય સંસ્કૃતિનાં અનુરાગી અને સેવાભાવી પરદેશી મહિલા. ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ ઈ. નોબેલ હતું. માતાનું નામ મૅરી અને પિતાનું નામ સૅમ્યુઅલ ઇચમન્ડ નોબેલ હતું. પિતા ખ્રિસ્તી ધર્મગુરુ હતા. તેમને વક્તૃત્વ અને સેવાની ભાવના પિતા પાસેથી વારસામાં મળ્યાં હતાં. તેમને મે નામની…

વધુ વાંચો >

નિશાનબાજી (shooting) : રમતપ્રવૃત્તિનો એક પ્રકાર. રમતપ્રવૃત્તિ તરીકે આ રમતનાં બે સ્પષ્ટ સ્વરૂપો છે : (1) નિશાનફલક(target)થી સજ્જ મેદાનમાં નિયત અંતરે ગોઠવેલા નિશાનને તાકવું. (2) રમતનિયમાનુસાર પશુ યા પક્ષીનો શિકાર કરવો. ઑલિમ્પિક રમત તરીકે નિશાનબાજીની સ્પર્ધામાં રાઇફલ તથા પિસ્તોલ વડે ટાર્ગેટ શૂટિંગ, ક્લે-પિજન શૂટિંગ અને સિલ્હૂટ શૂટિંગનો સમાવેશ થાય છે. રાઇફલ શૂટિંગ : સ્પર્ધા માટે…

વધુ વાંચો >

નિશાંત : જાણીતું હિન્દી ચલચિત્ર. આંધ્રપ્રદેશના એક ગામડામાં 1945માં બનેલ સત્ય ઘટના પર આધારિત, સામંતશાહી શોષણવ્યવસ્થાને ઉઘાડી પાડતું એક પ્રભાવક ચલચિત્ર છે. નિર્માણવર્ષ : 1975. પટકથા : વિજય તેંડુલકર. સંવાદ : સત્યદેવ દુબે. દિગ્દર્શક : શ્યામ બેનેગલ, સંગીત: વનરાજ ભાટિયા. છબીકલા : ગોવિંદ નિહાલાની. નિર્માતા : ફ્રૅની એમ. વરિયાવા અને મોહન બિજલાની. નિર્માણસંસ્થા : બ્લેઝ…

વધુ વાંચો >

નિશિકુટુંબ (1966) : બંગાળી નવલકથાકાર મનોજ બસુની નવલકથા. તેને 1966ના શ્રેષ્ઠ બંગાળી પુસ્તક માટે સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. આ નવલકથા અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. એ કૃતિમાં પ્રથમ વાર બંગાળી નવલકથા-સાહિત્યમાં ચોરોની સૃષ્ટિનું વિગતપૂર્ણ નિરૂપણ છે. ચોરોની સાંકેતિક ભાષા, એમની કાર્યપદ્ધતિ, એમની જીવનરીતિ એ બધું અદભુત રસનું વાતાવરણ સર્જે છે. બંગાળના સમુદ્રતટવિસ્તારનું સુંદરવન આ કૃતિનું…

વધુ વાંચો >

નિશ્ચલતા પરિકલ્પના (steady state hypothesis) : કોઈ પણ સમયે વિશ્વ એકસમાન હોવાની પરિકલ્પના. વિશ્વની પ્રકૃતિને લગતા આજે બે વાદ પ્રચલિત છે : (1) કેટલાક બ્રહ્માંડ-વિજ્ઞાનીઓ માને છે કે વિશ્વનાં બધાં જ બિંદુઓ એકબીજાથી અવિભેદ્ય (indistinguishable) છે. એટલે કે બધાં જ બિંદુઓ બધી જ રીતે સમાન છે. ઉપરાંત, વિશ્વ બધી દિશાઓમાં એકસરખું દેખાય છે. એટલે કે…

વધુ વાંચો >

નિશ્ચાયક (determinant) : સંખ્યાઓની ચોરસ સારણી દ્વારા કોઈ એક સંખ્યાની અભિવ્યક્તિ. નિશ્ચાયક પોતે એક સંખ્યા છે જે પેલી ચોરસ સારણી પર યોગ્ય ક્રિયાઓ કરવાથી મળે છે. દા.ત., બે હાર તથા બે સ્તંભવાળી ચોરસ સારણી એક બે હાર અને બે સ્તંભ વાળો અથવા 2 × 2 નિશ્ચાયક કહેવાય છે. આ બે હારના નિશ્ચાયકનું મૂલ્ય ad − bc…

વધુ વાંચો >

નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology) શસ્ત્રક્રિયા કરી શકાય તે માટે દવાઓ વડે દર્દીને ટૂંકા ગાળા માટે બેશુદ્ધ (બેભાન) કરવાની ચિકિત્સાવિદ્યા. તેના અંગ્રેજી શબ્દનો અર્થ સંવેદનાઓ (sensations) મેળવવાની ક્રિયા ઘટાડવી એવો થાય છે; તેથી તેને નિ:સંવેદના પણ કહે છે. તેને લોકભાષામાં ‘બહેરું કરવું’, ‘જૂઠું પાડવું’, ‘શીશી સૂંઘાડવી’ વગેરે વિવિધ ઉક્તિઓથી વર્ણવવામાં આવે છે. તેના મુખ્ય 3 પ્રકારો છે :…

વધુ વાંચો >

નિષધ : એક પ્રાચીન જનપદ. નિષધ એ દેશનું નામ છે. મધ્યદેશ કુરુપંચાલ તરીકે ઓળખાયો. એની દક્ષિણમાં નિષધ દેશ આવેલો હતો. નિષધના રાજાઓ શક્તિશાળી અને મહાબળવાન હતા. શતપથ બ્રાહ્મણના ઉલ્લેખ મુજબ નિષધનો રાજા નલ હતો. મહાભારતના વનપર્વ તથા પુરાણોમાં તેના ઉલ્લેખો મળે છે. ‘ભગવદ્ગોમંડલ’ પ્રમાણે નિષધ એ ચંબલ નદીની પૂર્વે આવેલો પ્રાચીન હિંદનો દેશ હતો. ત્યાંનો…

વધુ વાંચો >

નિષ્કુળાનંદ સ્વામી (જ. 1766, જામનગર જિલ્લાનું શેખપાટ ગામ; અ. 1848, ધોલેરા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક. શુક્રતારક સમા તેજસ્વી સંતકવિ.  પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા રામભાઈ સુથાર. માતા અમૃતબા. જ્ઞાતિએ ગુર્જર સુથાર. તેમના અંતરમાં જગત પ્રત્યે અત્યંત વૈરાગ્ય હતો છતાં માતાપિતાનું પોતે એક જ સંતાન હોઈ, તેમના આગ્રહને વશ થઈ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હતો. તેમનું ગૃહસ્થજીવન…

વધુ વાંચો >

નિષ્પંદ નાડીરોગ (pulseless disease) : હૃદય અને રુધિરાભિસરણતંત્ર લગભગ પૂરતું કાર્ય કરી શકતું હોય છતાં નાડીના ધબકારા ન અનુભવાય તેવો વિકાર. મહાધમની (aorta) અને તેની માથા તથા બંને હાથમાં જતી મુખ્ય શાખાઓનું પોલાણ ઘટેલું હોય ત્યારે ગળામાંની શીર્ષલક્ષી (carotid) ધમની તથા કાંડા આગળની અગ્રભુજાકીય (radial) ધમનીના ધબકારા મંદ હોય છે અથવા સદંતર અનુભવાતા નથી. મહાધમનીકમાન…

વધુ વાંચો >