Posts by Jyotiben
નિમ્નસ્તરીય વાયુ (degenerate gas)
નિમ્નસ્તરીય વાયુ (degenerate gas) : ફર્મિ-ઊર્જા કરતાં ઓછી ઊર્જાવાળા નીચેના સ્તરમાં કણોનું સંકેન્દ્રણ (concentration) થઈ સંપૂર્ણ ભરાઈ ગયા હોય તેવી અવપરમાણ્વીય (subatomic) વાયુપ્રણાલી, તેને અપભ્રષ્ટ (degenerate) વાયુ પણ કહે છે. એક જ ઊર્જાસ્તરને અનુરૂપ એક કરતાં વધુ ક્વૉન્ટમ સ્થિતિઓ હોય તેને અપભ્રષ્ટતા કહે છે, અને તેવી પ્રણાલીને અપભ્રષ્ટતા પ્રણાલી કહે છે. આવી પ્રણાલીમાં કણોનું સંકેન્દ્રણ…
વધુ વાંચો >નિમ્ફેયમ
નિમ્ફેયમ : પ્રાચીન રોમન સ્થાપત્યમાં ફૂલઝાડ, ફુવારા તથા હોજના સમાવેશ માટે બનાવાતી ખાસ ઇમારત. તેને વિવિધ મૂર્તિઓ તથા કોતરણી વડે અલંકૃત કરાતી. ‘નિમ્ફેયમ’ શબ્દ ‘નિમ્ફ’ પરથી આવેલો છે, તે શબ્દ અપ્સરા, વનદેવતા કે વિદ્યાધર જેવી અર્ધદૈવી શક્તિઓ માટે વપરાય છે. તેમને માટે બનાવેલી ઇમારત તે નિમ્ફેયમ. રોમના લિસિયનિયનના બગીચાનું નિમ્ફેયમ એક નોંધપાત્ર ઇમારત છે. પાછળથી…
વધુ વાંચો >નિમ્બાર્કાચાર્ય
નિમ્બાર્કાચાર્ય (આશરે ચૌદમી સદી) : વેદાન્તના એક જાણીતા સંપ્રદાયના સ્થાપક. નિંબાર્ક, નિંબાદિત્ય કે નિયમાનંદ તૈલંગ બ્રાહ્મણ હતા. તેઓ સંભવત: ચેન્નાઈ ઇલાકાના નિંબ કે નિંબપુર ગામના વતની હતા. ‘દશશ્લોકી’ પરની હરિવ્યાસદેવની ટીકા પરથી જ્ઞાત થાય છે કે તેમના પિતાનું નામ જગન્નાથ હતું અને માતાનું સરસ્વતી. પણ નિમ્બાર્કાચાર્યના સમય અંગે મતભેદ છે અને તેમનો સમય નક્કી કરવો…
વધુ વાંચો >નિયતિવાદ (ભારતીય)
નિયતિવાદ (ભારતીય) : બધું જ પહેલેથી નિશ્ચિત થયેલું છે એવો સિદ્ધાંત. દરેક વ્યક્તિ કે પદાર્થની બધી જ અવસ્થાઓ પહેલેથી જ નિયત થયેલી છે, તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. અમુક માણસ શું શું કરવાનો છે, તેની શી શી દશાઓ થવાની છે, તે સુખ ભોગવવાનો છે કે દુ:ખ, તેના એક પછી એક કયા કયા જન્મો થવાના…
વધુ વાંચો >નિયમન (control)
નિયમન (control) : વિશિષ્ટ કાર્ય અથવા ઉદ્દેશ અસરકારક રીતે દક્ષતાપૂર્વક પાર પાડવાની ખાતરી આપતી સભાન, આયોજિત, સંકલિત અને સંમિલિત પ્રક્રિયા. ધંધાકીય એકમોનાં વિશાળ કદ, અન્ય ઉત્પાદકો તરફથી હરીફાઈ, સરકારી દરમિયાનગીરી, સામાજિક વિચારસરણીમાં પરિવર્તન, પર્યાવરણના ફેરફારો વગેરે પરિબળોએ નિયમનપ્રક્રિયાની જરૂરિયાત ઊભી કરી છે. ઉત્પાદનપ્રવૃત્તિ, નાણાકીય સંચાલન અને કર્મચારીવિષયક નિર્ણયો નિયમન વગર સફળ થતા નથી. નિયમનપ્રક્રિયાના ક્ષેત્રમાં…
વધુ વાંચો >નિયમનવ્યાપ (span of control)
નિયમનવ્યાપ (span of control) : ધંધાકીય એકમમાં કર્મચારીઓ, સાધનો, પદ્ધતિઓ અને કાર્યપરિણામો ઉપર અસરકારક નિયમન રાખવા માટે નિશ્ચિત કરેલા માળખાનું કાર્યક્ષેત્ર. ધંધાકીય એકમમાં ઉત્પાદનનું કાર્યદક્ષ આયોજન કરવું હોય તો (1) કર્મચારીઓની સંખ્યા અને લાયકાત, (2) સાધનોની ઉત્પાદકતા અને ઉપયોગિતા, (3) પદ્ધતિઓ અને કાર્યવિધિઓની અસરકારકતા, તથા (4) વાસ્તવિક કાર્યપરિણામોની ગુણવત્તા અંગે વિચારણા કરીને નિયમનનાં ધોરણો પ્રસ્થાપિત…
વધુ વાંચો >નિયંત્રક અને નિયંત્રિત કંપની
નિયંત્રક અને નિયંત્રિત કંપની : અન્ય કંપની પર અંકુશ ધરાવતી અને અન્ય કંપનીના અંકુશ નીચે રહેતી કંપની. અન્ય કંપનીની શૅરમૂડીના 50 % કરતાં વધારે હિસ્સાની માલિકી ધરાવતી હોય, અન્ય કંપનીમાં 50 % કરતાં વધારે મતાધિકાર ધરાવતી હોય, અથવા અન્ય કંપનીના સ્થાપનાપત્ર (memorandum of association) અને સ્થાપનાનિયમો(articles of association)ના આધારે તે કંપનીના ડિરેક્ટરોની બહુમતીને નીમવાની કે…
વધુ વાંચો >નિયોગ
નિયોગ : ભારતીય પરંપરા મુજબ સંતાન વગરની વિધવા દિયર કે નજીકના સગા સાથે સંતાન માટે શાસ્ત્રોક્ત રીતે સંબંધ બાંધે તે, દેરવટું, અર્થાત્ વિધવા સ્ત્રીને તેના દિયર સાથે ઘર મંડાવીને જોડવી તે. નિયોગના રિવાજ વિશે ઐતિહાસિક હકીકત પૂર્વ અને પશ્ચિમના સામાજિક ઇતિહાસ દ્વારા વિસ્તારપૂર્વક કહેવાયેલી છે અને તે છેક આજે ભરવાડોમાં ચાલતા દેરવટાની વાત સાથે જોડેલી…
વધુ વાંચો >નિયોડિમિયમ
નિયોડિમિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉ IIIA) સમૂહમાં આવેલ લૅન્થેનાઈડ શ્રેણીમાંનું દુર્લભ મૃદાધાતુતત્વ. સંજ્ઞા Nd, પરમાણુક્રમાંક 60 તથા પરમાણુભાર 144.24. સામાન્ય રીતે તેને મોનેઝાઇટ, બેસ્ટ્નેસાઇટ, એલેનાઇટ જેવાં ખનિજોમાંથી મેળવવામાં આવે છે. ખનિજોનું ભંજન કરવા સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરવામાં આવે છે. 1885માં વેલ્સબાખે આ તત્વ શોધેલું. તેણે કહેવાતા ડિડિમિયમ(didymium) તત્વ(ખરેખર મિશ્રણ)ને વધુ ઝીણવટથી તપાસતાં તેમાંથી…
વધુ વાંચો >નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી)
નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી) : ફ્રેંચોના રક્ષિત રાજ્ય તરીકેના દરજ્જામાંથી મુક્ત કરવા માટે 1934માં ટ્યૂનિશિયામાં સ્થપાયેલ રાજકીય પક્ષ. 1920માં દેસ્તોરિયન પક્ષે ટ્યૂનિશિયાની સરકારમાં સહભાગીદારીની માંગ કરી. પક્ષના યુવા અગ્રણી હબીબ બૂર્જીબા આ માંગ સાથે સંમત નહોતા. આ અંગેના મતભેદો પક્ષમાં વ્યાપક બન્યા અને 1934માં પક્ષમાં ભાગલા પડતાં હબીબ બૂર્જીબાના નેતૃત્વ હેઠળનું જૂથ નિયો…
વધુ વાંચો >