Posts by Jyotiben
નિયૉન
નિયૉન : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના VIIIB કે શૂન્ય) સમૂહનો, નિષ્ક્રિય વાયુશ્રેણીનો સભ્ય. સંજ્ઞા Ne, પરમાણુક્રમાંક 10 અને પરમાણુભાર 20.179. તેની શોધ ઇંગ્લૅન્ડમાં સર વિલિયમ રામ્સે તથા મૉરિસ ટ્રૅવર્સે 1898માં પ્રવાહી હવાના અભ્યાસ દરમિયાન કરી હતી. એમ માનવામાં આવે છે કે પૃથ્વીના વજનનો 5 × 10–7 % ભાગ નિયૉનનો છે. પૃથ્વીના વાતાવરણમાં કદથી દર દસ લાખ…
વધુ વાંચો >નિયોમાઇસિન
નિયોમાઇસિન : 1949માં વેક્સમેન અને લિયોવેલિયર (Lechevalier) દ્વારા સ્ટ્રોપ્ટોમાયસિસ ફ્રેડિયેમાંથી મેળવવામાં આવેલ પ્રતિજૈવિક (antibiotic). તે પાણી અને મિથેનૉલમાં દ્રાવ્ય, પણ મોટાભાગનાં કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આ પ્રતિજૈવિક સંકીર્ણ ત્રણ એમિનોગ્લાઇકોસાઇડનું મિશ્રણ છે, જે બધા પ્રતિસંક્રામક (antiinfective) પદાર્થો તરીકે વર્તે છે. કેટલાક વ્યુત્પન્નો (derivatives) ફૂગનાશક (fungicidal) ગુણ પણ ધરાવે છે. A : C12H26N4O6 (તે નિએમાઈન પણ…
વધુ વાંચો >નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature)
નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature) : પદાર્થનું તાપમાન તેના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ને કારણે હોવાથી, જે લઘુતમ તાપમાને આવી ગતિ બંધ પડી, અણુઓની ગતિજ ઊર્જા (kinetic energy) શૂન્ય બને તે તાપમાન. ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics) અનુસાર અણુઓની ગતિજ-ઊર્જા E = kT વડે દર્શાવવામાં આવે છે. k = બોલ્ટ્સમાનનો અચળાંક અને T = પદાર્થનું નિરપેક્ષ…
વધુ વાંચો >નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા
નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા : વીમાના કરાર અંતર્ગત જોખમનું ચોક્કસ પ્રીમિયમ ગણવા માટે જરૂરી હોય તેવી બધી વિગતો વીમો લેનાર વ્યક્તિએ નિ:સંકોચ આપવી પડે તેવી અપેક્ષા રાખવાનો વીમો ઉતારનાર વ્યક્તિને અધિકાર આપતો વીમાવ્યવહારનો પાયાનો સિદ્ધાંત. વીમાકરારનો આ સિદ્ધાંત વીમાકરારને બીજા સામાન્ય વેપારી કરારથી જુદો પાડે છે. સામાન્ય વેપારીકરારમાં ‘ખરીદનાર સાવધ રહે’નો સિદ્ધાંત લાગુ પડે છે.…
વધુ વાંચો >નિરંકારી
નિરંકારી : શીખોનો એક સંપ્રદાય. આકાર વગરના પરબ્રહ્મ કે ઈશ્વરને નિરાકાર કે નિરંકાર કહે છે. તેને માનનારાઓનો સંપ્રદાય તે નિરંકારી સંપ્રદાય. નિરંકારના ઉપાસક ગુરુ નાનક અને તેમના શિષ્યોને પણ નિરંકારી કહે છે. ગુરુ ગ્રંથમાં અમુક જગ્યાએ સંજ્ઞા તરીકે ‘નિરંકારી’ શબ્દ ગુરુ નાનકના શિષ્ય માટે પણ વપરાયો છે; જેમ કે ‘દુબિધા છોડ ભયે નિરંકારી’. આ શબ્દનો…
વધુ વાંચો >નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી)
નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી) (જ. 21 ફેબ્રુઆરી, 1896 મહિષાદલ, મેદનીપુર સ્ટેટ, બંગાળ; અ. 15 ઑક્ટોબર, 1961, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ આધુનિક હિંદી કવિ. વતન તો ઉત્તર ભારતનું ગઢાકોલા ગામ, પણ જન્મ અને ઉછેર બંગાળમાં હોવાના કારણે નિરાલાએ આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા બંગાળી ભાષામાં લખેલી. ઘરમાં હિંદીની બૈસવાડી બોલી બોલાતી. ખડી બોલી હિંદી, પત્ની મનોહરાદેવીની પ્રેરણાથી અને…
વધુ વાંચો >નિરાંત
નિરાંત (1770–1845 વચ્ચે હયાત) : ગુજરાતનો જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણનો વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. પિતા ઉમેદસિંહ અને માતા હેતાબા. બાલ્યકાળથી જ ભક્તિના સંસ્કારો મળેલા. નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતો. તેનાં બે પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી કેટલોક સમય વૈષ્ણવધર્મી હશે એવું પણ મનાય છે. નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતીની છે. એનું કાવ્યસર્જન મોટેભાગે પદસ્વરૂપમાં મળે છે. નિરાંતે…
વધુ વાંચો >નિરીક્ષક
નિરીક્ષક (પ્ર. 15 ઑગસ્ટ, 1968) : ગુજરાતનું પખવાડિક વિચારપત્ર. લોકશાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી આ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. તેના પ્રારંભકોમાં ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, યશવંત પ્રા. શુક્લ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગ. માવળંકર, નીરુભાઈ દેસાઈ અને સુકેતુ શાહ હતા. સાપ્તાહિકનું પ્રકાશન, પ્રકાશ પબ્લિકેશન્સ લિ. તરફથી કરવામાં આવ્યું હતું અને તેના પ્રથમ તંત્રી હતા…
વધુ વાંચો >નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય)
નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય) : ઈશ્વરવાદીઓના મત પ્રમાણે ઈશ્વર છે અને તે છે તેવું નિશ્ચિત રીતે જાણી શકાય છે. નિરીશ્વરવાદીઓ (atheists)ના મત પ્રમાણે ઈશ્વર નથી એટલું જ નહિ પણ ઈશ્વર નથી તે અંગેનું નિશ્ચિત જ્ઞાન મળી શકે છે. અજ્ઞેયવાદીઓ(agnostics)ની માન્યતા પ્રમાણે ઈશ્વર છે તેવું જાણી શકાય તેમ નથી અને ઈશ્વર નથી તેવું પણ જાણી શકાય તેમ…
વધુ વાંચો >નિરીશ્વરવાદ (ભારતીય)
નિરીશ્વરવાદ (ભારતીય) : ઈશ્વરને નહિ સ્વીકારનારો સિદ્ધાંત. સામાન્ય રીતે ‘ઈશ્વર’ શબ્દનો અર્થ અનન્તજ્ઞાની (સર્વજ્ઞ), અનન્તસુખમય, અનન્તવીર્યમય, નિત્યમુક્ત (ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળમાં મુક્ત), જગતકર્તા પુરુષ એવો કરવામાં આવે છે. આવો ઈશ્વર જૈન, બૌદ્ધ, સાંખ્ય, પ્રાચીન ન્યાય-વૈશેષિકો (કણાદ, અક્ષપાદ ગૌતમ અને વાત્સ્યાયન) અને મીમાંસા સ્વીકારતાં નથી. એટલે તેમને નિરીશ્વરવાદી ગણવામાં આવે છે. યોગસૂત્રકાર પતંજલિ પણ આવા…
વધુ વાંચો >