Posts by Jyotiben
જીઆર્ડિયાનો રોગ (giardiasis)
જીઆર્ડિયાનો રોગ (giardiasis) : વારંવાર ઝાડા અને પેટમાં તકલીફ કરતો તંતુમય (flagellate) જીઆર્ડિયા ઇન્ટેસ્ટિનાસિસ અથવા જીઆર્ડિયા લેમ્બિયા નામના તંતુમય પ્રજીવ(protozoa)થી થતો નાના આંતરડાનો રોગ. વિશ્વમાં બધે જ થાય છે અને ઉષ્ણકટિબંધ(tropics)માં વધુ જોવા મળે છે. તે સામાન્ય રીતે બાળકોમાં, મુસાફરોમાં અને માનસિક રોગોની હૉસ્પિટલના દર્દીઓમાં વધુ જોવા મળે છે. આ પ્રજીવનાં બે રૂપ જોવા મળે…
વધુ વાંચો >જી. એસ. શિવરુદ્રપ્પા
જી. એસ. શિવરુદ્રપ્પા (જ. 1926, શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. સાહિત્યિક વિવેચનાના તેમના ગ્રંથ ‘કાવ્યાર્થચિંતન’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ હતી. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે 1953માં એમ.એ. અને 1960માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એ જ યુનિવર્સિટીમાં તેમણે કન્નડ ભાષાના અધ્યાપક તરીકે 1963 સુધી કામગીરી બજાવી. ત્યારબાદ 1963થી 1965 સુધી…
વધુ વાંચો >જીઓક, વિલિયમ ફ્રાંસિસ
જીઓક, વિલિયમ ફ્રાંસિસ (જ. 12 મે 1895, નાયગરા ફૉલ્સ, કૅનેડા; અ. 28 માર્ચ 1982, બર્કલી, યુ.એસ.) : નીચાં તાપમાનો કેળવવાની તકનીકના અગ્રણી અને 1949ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અમેરિકન રસાયણવિદ. મિશિગનની પબ્લિક ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ જીઓકે નાયગરા ફૉલ્સ કૉલેજિયેટ ઇન્સ્ટિટ્યૂટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તેમની ઇચ્છા ઇલેક્ટ્રિકલ ઇજનેર થવાની હતી પણ પાવર-પ્લાન્ટમાં…
વધુ વાંચો >જીઓડ
જીઓડ : ગોળાકાર કે અનિયમિત, આંતરપોલાણધારક પાષાણ, જેની અંદરની દીવાલો નાના, અણીદાર કે દ્રાક્ષનાં ઝૂમખાં જેવા સ્ફટિકગુચ્છથી બનેલા આવરણથી જડાયેલી હોય. આવા પોલાણધારક પાષાણ મોટે ભાગે ચૂનાખડકના સ્તરોમાં વધુ પ્રમાણમાં અને ક્વચિત્ કેટલાક શેલ ખડકોમાં પણ જોવા મળે છે. તેમનું બાહ્યપડ ઘનિષ્ઠ કૅલ્શિડોની સિલિકાનું અને આંતરપડ ક્વાર્ટ્ઝ સ્ફટિકોનું બનેલું હોય છે. ક્વાર્ટ્ઝ સ્ફટિકો સુંદર દેખાવવાળા…
વધુ વાંચો >જી. તિલકવતી
જી. તિલકવતી (જ. 1951, ધર્મપુરી, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કલમરમ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ભારતીય પોલીસસેવા સાથે સંકળાયેલાં છે. તેઓ મલયાળમ, તેલુગુ, ફ્રેન્ચ, હિંદી તથા અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેમના પ્રકાશિત ગ્રંથોમાં 17…
વધુ વાંચો >જીતેલી (ઘીતેલી)
જીતેલી (ઘીતેલી) : જુઓ ‘પોયણાં.’
વધુ વાંચો >જીદ, આન્દ્રે
જીદ, આન્દ્રે (જ. 22 નવેમ્બર 1868, પૅરિસ; અ. 19 ફેબ્રુઆરી 1951 પૅરિસ) : 1947નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ ફ્રેંચ નવલકથાકાર, નાટ્યકાર, વિવેચક અને ડાયરીલેખક. પિતા યુનિવર્સિટી પ્રોફેસર અને કાકા ચાર્લ્સ જીદ રાજકારણ અને અર્થશાસ્ત્રના અભ્યાસી. નાનપણથી જ નાજુક તબિયતના હોવાથી તેમને અભ્યાસમાં પણ ખૂબ અડચણ પડેલી. અત્યંત શ્રીમંત કુટુંબમાં ઊછરેલા તેથી રોજીરોટીની ચિંતા વિના…
વધુ વાંચો >જીન્સ, સર જેમ્સ હૉપવુડ
જીન્સ, સર જેમ્સ હૉપવુડ (જ. 11 સપ્ટેમ્બર 1877, ઓર્મ્ઝકર્ક, લૅન્કેશાયર; અ. 16 સપ્ટેમ્બર 1946, ડૉરકિંગ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના ગણિતશાસ્ત્રી અને ખગોળ-ભૌતિકશાસ્ત્રી. લખવાનો વારસો કદાચ પત્રકાર પિતા તરફથી મળ્યો હોવાનું માની શકાય, કારણ કે બહુ નાની વયથી એ સમજપૂર્વક લખતા થયા. 9 વર્ષની વયે ઘડિયાળ વિશેની માર્ગદર્શક પુસ્તિકામાં એમણે ઘડિયાળની ગતિ-નિયામક કળ (escapement) અંગે તથા કલાઈ(tin)ના…
વધુ વાંચો >જીભ (tongue)
જીભ (tongue) : મોંની બખોલમાં આવેલું ખોરાકને ગળવા, સ્વાદ પારખવા તથા બોલવામાં ઉપયોગી એવું મુખ્યત્વે સ્નાયુનું બનેલું અંગ. જીભનું મૂળ ગળાની અંદર આવેલું છે જ્યાં તે ચોંટેલી છે અને તેનો આગળનો છેડો મુક્ત છે. તેને જિહવા પણ કહે છે. જો તે મોંના તળિયા સાથે કોઈ પડદા સાથે જન્મજાત કુરચના રૂપે જોડાયેલી હોય તો તેને જિહવા-બંધન…
વધુ વાંચો >જી(G) મૂલ્ય
જી(G) મૂલ્ય : વિકિરણ રાસાયણિક પ્રક્રિયાઓની ક્ષમતા (efficiency) અથવા ઉપલબ્ધિ(yield)ને દર્શાવતી સંખ્યા. વિકિરણ રસાયણમાં ઊંચી ઊર્જાવાળાં વિકિરણ વડે જે પ્રાથમિક ક્રિયાઓ થાય છે તેમાં દર 100 eV (ઇલેક્ટ્રૉન વોલ્ટ) ઊર્જાના શોષણથી ઉત્પન્ન થતી નીપજ(X)ના અથવા પ્રક્રિયા દરમિયાન રૂપાંતર પામતા પ્રક્રિયક(X)ના અણુઓની સંખ્યા. γ – વિકિરણનો ઉપયોગ કરીને તકનીકી ર્દષ્ટિએ શક્ય અને આર્થિક ર્દષ્ટિએ પોસાય એવાં…
વધુ વાંચો >