જિરાર્ડિનિયા : જિરાર્ડિનિયા ઝાયલેનિકા નામની આ વનસ્પતિ અર્ટીકેસી કુળમાં આવે છે. નીચા ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. તેનાં પર્ણો 6-18 સેમી. વ્યાસ ધરાવે છે. પહેલાં અંડાકાર અથવા અર્ધગોળ, અર્ધવલયાકાર, આખા અથવા 3-5 ખંડીય જે ઉપર દાહક રોમો આવેલાં હોય છે. પુષ્પો ઑક્ટોબરથી માર્ચ મહિનામાં પરિમિત પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં જોવાય છે. નર અને માદા પુષ્પો જુદાં હોય…

વધુ વાંચો >

જિરેનિયેસી (Geraniaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે જિરેનિયમ પ્રજાતિ (Geranium genuis) તથા અન્ય જાતિઓ – મુખ્યત્વે પેલાર્ગોનિયમ (Pelargonium) જાતિઓ ધરાવે છે. તેમાં 300થી પણ અધિક પ્રજાતિઓનો સમાવેશ થયેલ છે. મૂળ દક્ષિણ આફ્રિકામાં ઊગતી જિરેનિયમ કુળની વનસ્પતિનું ઉદ્યાનમાં સુશોભન માટે ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1690માં પ્રથમ વાર વાવેતર થયું. તેનો ભૌગોલિક વિસ્તાર પૃથ્વીના ઉત્તર…

વધુ વાંચો >

જિલાસ, મિલોવાન (જ. 1911, કોલાસિન, મૉન્ટેનિગ્રો; અ. 20 એપ્રિલ 1995, બેલ્ગ્રેડ, યુગોસ્લાવિયા) : રાજકીય ચિંતક, લેખક, અગાઉના યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષ તેમજ સરકારમાં માર્શલ ટીટોના સાથી અને સામ્યવાદી વિચારસરણી તથા કાર્યપદ્ધતિના નિર્ભીક ટીકાકાર. 1933માં બેલ્ગ્રેડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક. યુગોસ્લાવિયાની રાજાશાહીની સરમુખત્યારશાહી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે તેમને 3 વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. 1937માં તેઓ યુગોસ્લાવિયાના…

વધુ વાંચો >

જિલેટીન : જાનવરોનાં હાડકાં, સંયોજક ઊતક (Connective tissues) તથા ચામડાંમાંથી મેળવેલાં કોલાજનયુક્ત અપરિષ્કૃત દ્રવ્યોનું અંશત: જળવિભાજન બાદ નિષ્કર્ષણ કરતાં મળતું પ્રોટીન દ્રવ્ય. કોલાજન શરીરમાંનાં વિવિધ પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું પ્રોટીન છે. કોલાજનમાં મુખ્યત્વે ગ્લાયસિન, હાઇડ્રૉક્સિ-પ્રોલીન અને પ્રોલીન ઍમિનોઍસિડ રેખીય બહુલક તરીકે હોય છે તથા તેમાં આ ઍમિનોઍસિડ સમૂહ પુનરાવર્ત થયા કરે છે. કોલાજન પાણીમાં…

વધુ વાંચો >

જિલ્લાપંચાયત : ભારતમાં રાષ્ટ્રીય વિકાસ સમિતિની એકપેટા સમિતિ, ‘કમિટી ઑન પ્લાન પ્રૉજેક્ટ્સ’એ 16 જાન્યુઆરી, 1957ના રોજ ‘શક્ય એટલી કરકસર કરવા તથા ઢીલ અને બિનકાર્યક્ષમતાને લીધે થતા બગાડને અટકાવવા’ના ખ્યાલથી સામુદાયિક વિકાસ-યોજનાઓનો અભ્યાસ કરવા એક અભ્યાસજૂથની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે બળવંતરાય મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ ઘણી જહેમત લઈને પોતાનો અહેવાલ તૈયાર કર્યો…

વધુ વાંચો >

જિહોવાના સાક્ષીઓ : ચાર્લ્સ ટેઝ રસેલે પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.માં 1872માં શરૂ કરેલા ‘આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થી સંમેલન’માંથી વિકસેલી સંસ્થા. જોકે જિહોવાના સાક્ષીઓ એવું નામાભિધાન તો રસેલના અનુગામી જૉસેફ ફ્રૅન્કલિન રુથરફૉર્ડે કર્યું. તેમના અનુગામી નાથાન હોમર નૉરે ‘વૉચ ટાવર બાઇબલ સ્કૂલ ઑવ્ ગિલ્યાદ’ની સ્થાપના કરી. અન્ય સંપ્રદાયોમાંથી અને રાજકારણથી તે પોતાને તદ્દન અળગા રાખે છે. કારણ તેમને…

વધુ વાંચો >

જિંગોડા (ઇતરડી) : શરીર પર વળગીને પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસનાર પરોપજીવી અષ્ટપાદી. લોહી ચૂસવાથી તેનું શરીર ફૂલી જાય છે. તેથી જ તે જિંગોડા કે ગિંગોડા તરીકે ઓળખાય છે. પ્રાણીના શરીર પરથી છૂટા પડી તે ભેજવાળી જમીનમાં, ઢોરને બાંધવા માટેના તબેલાની તિરાડોમાં, ઘાસની પથારીમાં કે ગમાણમાં લાકડાની તિરાડોમાં સંખ્યાબંધ ઈંડાં મૂકે છે, તેમાંથી નીકળેલી નાની નાની…

વધુ વાંચો >

જિંદગી યા મોત (1952) : સુપ્રસિદ્ધ સિંધી નવલકથા. ભારતના વિભાજનની વિભીષિકા અને વિસ્થાપિતોના પુનર્વસવાટ માટેની સંઘર્ષમય કરુણિકાનું નિરૂપણ કરતી આ નવલકથાના લેખક પ્રો. રામ પંજવાણી (1911–1987) છે. સિંધના વિસ્થાપિત શિક્ષકને રઝળપાટ છતાં કલ્યાણકૅમ્પમાં કોઈ નોકરી મળતી નથી; આથી ઉંમરલાયક પુત્રીની સગાઈ એક રોગિષ્ઠ ધનવાન સાથે કરાવવા તેઓ વિવશ બની જાય છે. કન્યા અન્ય યુવકને ચાહતી…

વધુ વાંચો >

જીઅ-ઝરોકો (1975) : ‘કોમલ’ તખલ્લુસધારી લક્ષ્મણ ભાટિયા (જ. 1936)નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1976માં પારિતોષિક પ્રાપ્ત થયેલ સિંધી કાવ્યસંગ્રહ. તેમાં પ્રણયભાવોને આધુનિક શૈલીમાં નિરૂપવાની સાથે જીવનનાં મૂલ્યોને નવી ર્દષ્ટિથી સમજવાનો અને મૂલવવાનો પ્રયાસ થયો છે. પરંપરાનો વિરોધ કરીને કવિએ નવયુગના પ્રકાશની ઝંખના કરી છે. કવિતા ઉપરાંત તેમણે સિંધીમાં નૃત્ય-નાટિકાઓની રચનાઓ કરી છે તથા તેમાં પાત્ર…

વધુ વાંચો >

જી-અવયવ (g-Factor) : વિઘૂર્ણ-ચુંબકીય ગુણોત્તર (gyromagnetic ratio) અથવા વર્ણપટદર્શકીય વિદારણ અવયવ (spectroscopic splitting factor) તરીકે ઓળખાતો અંક. તે એક પરિમાણવિહીન રાશિ છે. તેનું ચોક્કસ મૂલ્ય 2.002319 છે પણ સામાન્ય રીતે તે 2.00 લેવામાં આવે છે. પ્રોટૉનની માફક ઇલેક્ટ્રૉન પણ એક વીજભારિત કણ છે અને તે પોતાની ધરીની આસપાસ તેમજ કેન્દ્ર(nucleus)ની આસપાસ ઘૂમતો હોવાથી ચુંબકીય ક્ષેત્ર…

વધુ વાંચો >