Posts by Jyotiben
જિપ્સમ પ્લેટ
જિપ્સમ પ્લેટ : જિપ્સમ પ્લેટને ચિરોડી છેદિકા જેવા નામથી ઓળખાવી શકાય. જિપ્સમ પ્લેટની રચના માટે તદ્દન શુદ્ધ ચિરોડી કે સેલેનાઇટ પસંદ કરવામાં આવે છે. તેનો આડછેદ એવી રીતે કાપીને ઉપયોગમાં લેવામાં આવ્યો હોય છે કે માઇક્રોસ્કોપના ક્રૉસ્ડ નિકોલ્સ વચ્ચેની ગોઠવણીમાં મૂકતાં તે પ્રથમ ક્રમનો લાલ ધ્રુવીભૂત રંગ દર્શાવે છે. જોકે આ રંગ વાસ્તવમાં તો લાલને…
વધુ વાંચો >જિપ્સોફાઇલા
જિપ્સોફાઇલા : વનસ્પતિશાસ્ત્રમાં એક જાણીતો પુષ્પછોડ. લૅ. Gypsophila elegans. કુળ : Caryophyllaceae. સહસભ્યો : ડાયન્થસ, કાર્નેશન, સ્વીટ વિલિયમ વગેરે. અંગ્રેજી નામ : બેબીઝ બ્રેથ; ચૉક પ્લાન્ટ. 40થી 45 સેમી. ઊંચાઈવાળા આ છોડ ગુજરાતની આબોહવામાં શિયાળુ મોસમી ફૂલછોડ તરીકે ઉછેરવામાં આવે છે. ફૂલ નાનાં નાનાં ઝૂમખાંમાં સફેદ અથવા ગુલાબી રંગનાં આવે છે. ગુચ્છામાં અથવા કટ-ફ્લાવર તરીકે…
વધુ વાંચો >જિબરેલિન
જિબરેલિન : જિબરેલા ફ્યૂજીકોરાઈ નામની ફૂગમાંથી ઉત્પન્ન થતું દ્રવ્ય. આ ફૂગની અસરથી ડાંગરના છોડ રોગી બને છે. સૌપ્રથમ વાર આ રોગ જાપાનમાં જોવામાં આવ્યો. 1890ના દાયકામાં તેને ‘બકાને’ રોગ નામ આપવામાં આવ્યું. રોગનું એક લક્ષણ વનસ્પતિની અનિયમિત લંબવૃદ્ધિ છે. 1926માં સંશોધન દ્વારા ઈ. કૂરોસાવાએ સાબિત કર્યું કે આ રોગ ફૂગ દ્વારા થાય છે અને તેનાં…
વધુ વાંચો >જિબુટી (Djibouti)
જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન 11° 36’ ઉ. અ. અને 43° 09’ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (1977) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર 21,783 ચોકિમી. તથા વસ્તી 11,84,076…
વધુ વાંચો >જિબ્રાન, ખલિલ
જિબ્રાન, ખલિલ (જ. 6 જાન્યુઆરી 1883, બ્શેરી, લેબેનન; અ. 10 એપ્રિલ 1931, ન્યૂયૉર્ક) : લેબેનનના વિશ્વપ્રસિદ્ધ અરબી કવિ. મૂળ અરબી નામ જુબ્રાન ખલિલ જુબ્રાન. માતાનું નામ કામિલા રાહમી અને પિતાનું નામ ખલિલ જુબ્રાન. શરૂઆતનાં વર્ષોમાં પોતાના વતનમાં માતાપિતા પાસે ઘેર જ શિક્ષણ લીધું અને તે દરમિયાન અરબી, અંગ્રેજી અને ફ્રેંચ ભાષા શીખ્યા. બાળપણથી જ ચિત્રકળાની…
વધુ વાંચો >જિબ્રાલ્ટર
જિબ્રાલ્ટર : સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : 36° 07’ ઉ. અ. અને 5° 21’ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્વ રહ્યું છે. 711માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના હેતુથી ઉત્તર આફ્રિકા તરફથી સ્પેન…
વધુ વાંચો >જિબ્રાલ્ટરની સામુદ્રધુની
જિબ્રાલ્ટરની સામુદ્રધુની : યુરોપના સ્પેન અને ઉત્તર આફ્રિકાના મોરોક્કોને છૂટી પાડતી સાંકડી સામુદ્રધુની. તે દ્વારા પશ્ચિમ તરફથી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશી શકાય છે, જ્યારે પૂર્વ તરફથી આટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી શકાય છે. યુદ્ધના સમયમાં જિબ્રાલ્ટર તેના વ્યૂહાત્મક અગત્યવાળા સ્થાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ માટેનો દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે. સામુદ્રધુની 80 કિમી. લાંબી અને 13થી 37…
વધુ વાંચો >જિમ્નેશિયમ
જિમ્નેશિયમ : ખાસ કરીને પાશ્ચાત્ય સ્થાપત્યમાં રમત અને અંગ-કસરત માટે બાંધેલી ઇમારતોનો સમૂહ. અંગ-કસરત અને શરીરસૌષ્ઠવની ક્રિયાઓ માટેના આયોજનવાળી ઇમારતો ‘જિમ’ અથવા ‘જિમ્નેશિયમ’ નામે ઓળખાય છે. ભારતીય સંદર્ભમાં ‘અખાડા’ આની સરખામણીમાં આવે. જિન્મેશિયમની ઇમારતોમાં ફરસ અને પ્રેક્ષકોના સમાવેશની બાબત ખાસ ધ્યાન માગી લે છે. હાલના સંદર્ભમાં શારીરિક કૌશલ કેળવવા માટે ઉપયોગમાં લેવાતા યંત્રસરંજામને જોતાં આ…
વધુ વાંચો >જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા
જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા : ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના 1851માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા ભાગના સખત ખડક પ્રદેશ (hard…
વધુ વાંચો >જિરાફ
જિરાફ : સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે 5.5 મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી હોય છે. જોકે આ પ્રકારની…
વધુ વાંચો >