નાગોરચું : કિશોરો માટેની ભારતની તળપદી રમત. ટેનિસબૉલ જેવા દડાથી રમાતી આ રમતમાં સાઠથી સો ફૂટ જેટલા વ્યાસવાળા કૂંડાળાની મધ્યમાં લાકડાના સાત કટકાને ઉપરાઉપરી ક્રમસર ગોઠવીને નાગોરચું બનાવવામાં આવે છે. તાકનાર અને ઝીલનાર એમ નવ નવ ખેલાડીઓના બે પક્ષ હોય છે. રમતના પ્રારંભે બંને પક્ષના ખેલાડીઓ પોતપોતાના ગોળાર્ધમાં ગોઠવાઈ જાય છે તથા તાકનાર પક્ષનો પ્રથમ…

વધુ વાંચો >

નાગોરી, કાઝી હમીદુદ્દીન (જ. ઈ. સ. 1071; અ. 1245, દિલ્હી) : ફારસીના પ્રસિદ્ધ કવિ. જન્મનામ મોહમ્મદ હતું. તેમના પિતા અતાઉલ્લાહ બુખારાના બાદશાહ હોવાથી તે ‘સુલતાન અતાઉલ્લાહ મહેમૂદ’ તરીકે ઓળખાયા. તેમના પિતાએ તેમના શિક્ષણમાં ઊંડો રસ લીધો હતો. પત્નીના અવસાન બાદ હમીદુદ્દીન એકાંતવાસમાં રહેતા હતા અને જીવન વિશે સતત ચિંતન કરતા રહેતા હતા. જીવન નાશવંત છે,…

વધુ વાંચો >

નાગૌર : રાજસ્થાનની મધ્યમાં આવેલો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને જિલ્લાનું મહત્ત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 27° 12´ ઉ.અ. અને 73° 49´ પૂ.રે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,718 ચોકિમી. તથા વસ્તી 33,09,234 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં બિકાનેર અને ચુરુ જિલ્લાઓ, ઈશાનમાં સીકર જિલ્લો, પૂર્વમાં જયપુર જિલ્લો, અગ્નિમાં અજમેર જિલ્લો, દક્ષિણમાં પાલી જિલ્લો અને પશ્ચિમમાં જોધપુર…

વધુ વાંચો >

નાચપ્પા, અશ્વિની (જ. 21 ઑક્ટોબર 1967, કુર્ગ) : ભારતની અગ્રણી મહિલા-દોડવીર. તેનો જન્મ ઝૂંપડપટ્ટીમાં થયેલો. બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી તે સારી દોડવીર હોવાથી તેને વિજયા બૅંકે પોતાના ક્રૅડિટ કાર્ડ-વિભાગમાં સામેથી નોકરી આપી હતી. ત્યારબાદ તેણે પત્રવ્યવહારના અભ્યાસક્રમ દ્વારા બી. એ.ની પદવી મેળવી હતી. જન્મ પછીના શરૂઆતનાં થોડાંક વર્ષો કૉલકાતામાં પસાર કર્યાં પછી તે…

વધુ વાંચો >

નાજેલી, કાર્લ વિલ્હેમ (જ. 27 માર્ચ 1817, કિલ્ચબર્ગ, સ્વિટ્ઝરર્લૅન્ડ; અ. 20 મે 1891, મ્યૂનિક, જર્મની) : વનસ્પતિકોષો પરના સંશોધન માટે જાણીતા સ્વિસ વનસ્પતિશાસ્ત્રી. નાજેલીએ શરૂઆતમાં જર્મન પ્રકૃતિવિજ્ઞાની લૉરેન્ઝ ઑકેન પાસે તાલીમ લીધેલી. ત્યારપછી જિનીવા યુનિવર્સિટીના ઑગસ્ટિન પાયરેમ ડીર્કન્ડોલે અને જેના યુનિવર્સિટીના મેથ્યાસ જેકોબ શ્લેઇડનના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે ઝુરિક, ફ્રીબર્ગ અને મ્યૂનિક યુનિવર્સિટીના…

વધુ વાંચો >

નાઝકી, અબ્દુલ રશીદી (Nazki Rasheed) (જ. 8 સપ્ટેમ્બર 1931, બાદીપુર, કાશ્મીર; અ. 6 જાન્યુઆરી 2016, બાંદીપુર) : કાશ્મીરી કવિ, સંશોધક, પત્રકાર અને અનુવાદક. શિક્ષણ કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં ઉર્દૂ વિષય સાથે એમ.એ.. કાશ્મીરી ભાષામાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ. જમ્મુ અને કાશ્મીર અકાદમીની પત્રિકા ‘શીરાઝા’(ઉર્દૂ)ના સંપાદક. ‘એનસાઇક્લોપીડિયા કશ્મીરિયાના’ના મુખ્ય સંપાદક. કાશ્મીર વિશ્વવિદ્યાલયના કાશ્મીરી વિભાગના અધ્યક્ષ. વયમર્યાદાને કારણે…

વધુ વાંચો >

નાઝકી, એમ. ફારૂક [જ. 1940, માડર (બાંડીપુરા), કાશ્મીર] : કાશ્મીરી કવિ અને બહુભાષાનિષ્ણાત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નારહૈત્યુન કઝલ વનસ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉર્દૂમાં એમ.એ.ની પદવી અને જર્મન ભાષામાં ડિપ્લોમા મેળવ્યાં. તે પછી ઇલેક્ટ્રૉનિક માધ્યમમાં ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયા. તેઓ ઉર્દૂ, કાશ્મીરી, ફારસી, હિંદી, અંગ્રેજી તથા જર્મન ભાષાના…

વધુ વાંચો >

નાઝી, મુનવ્વર (જ. 1933, કાપ્રિન્ન, જિ. પુલવામા, જમ્મુ–કાશ્મીર) : કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમની કૃતિ ‘પુરસાં’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ. (ઑનર્સ) અને બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપક તરીકેની કામગીરી કરી. તેઓ કાશ્મીરી ઉપરાંત ઉર્દૂ, અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાની જાણકારી ધરાવે છે. 1950માં તેમણે લેખનકાર્ય શરૂ…

વધુ વાંચો >

નાઝીવાદ : વીસમી સદીના ત્રીજા દશકમાં જર્મનીમાં પ્રબળ બનેલી તથા એડૉલ્ફ હિટલરની માન્યતાઓ અને નીતિઓ દ્વારા ઘડાયેલી રાજકીય વિચારધારા. વૈચારિક ભૂમિકા અને કાર્યપદ્ધતિની દૃષ્ટિએ હિટલરના કાર્યકાળ (1933–45) દરમિયાન જર્મનીમાં નાઝીવાદના નામે અને બેનિટો મુસોલિનીના કાર્યકાળ (1922–45) દરમિયાન ઇટાલીમાં ફાસીવાદના નામે પ્રસરેલી રાજકીય ચળવળમાં ઘણું સામ્ય જોવા મળે છે. નાઝીવાદી ચિંતનના મુખ્ય સ્રોતોમાં ગ્રૉટફ્રીડ ફિડરનું ‘ધ…

વધુ વાંચો >

નાટક સ્વરૂપ નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ માનવ-અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય છે. ‘નાટક’ શબ્દ ‘નટ્’ ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી. આમ, નાટક કે નાટ્યને શબ્દ, ભાવ, નૃત્ય, સંગીત એ…

વધુ વાંચો >