છાત્રપીડન (Ragging) : ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ વાર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ‘આવકારવાના ઉદ્દેશ’થી તેમની સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અશોભનીય વ્યવહારનું કૃત્ય. ભારતની સર્વોચ્ચ અદાલતે આવાં કૃત્યોને માનવઅધિકારોનું હનન કહીને વખોડી કાઢ્યાં છે અને તેની નાબૂદી માટે કડક આદેશ આપ્યા છે. ઉપરાંત, વર્ષ 2005માં રાજ્યસભામાં આ બદી પર પ્રતિબંધ મૂકવા માટે એક ખરડો ‘ધ પ્રિવેન્શન…

વધુ વાંચો >

જાની, વિશ્વનાથ (17મી સદી) : થોડી પણ પોતીકી મુદ્રાથી અંકિત કૃતિઓ આપી જનાર મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પાટણ કે એની આજુબાજુના પ્રદેશના વતની. વિશ્વનાથ કનોડિયા (પાટણની બાજુના કનોડાના) જાની હોય એવી સંભાવના પણ છે. કુલધર્મે કદાચ શૈવ હોય. એમના ‘સગાળચરિત્ર’માં શિવભક્તિ જોવા મળે છે. પણ એમની કૃતિઓમાં મુખ્યત્વે અને પ્રબળપણે વ્યક્ત થાય…

વધુ વાંચો >

જાની, હિંમતરામ મહાશંકર (જ. 22 ઑક્ટોબર 1913, ઘડકણ, જિ. સાબરકાંઠા; અ. 6 જાન્યુઆરી 1996, અમદાવાદ) : જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન. પિતા સારા ઉપાસક અને શિક્ષક. ગુજરાતી શાળાંત પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેમણે ગુજરાતી શાળામાં થોડોક વખત અધ્યાપન કર્યું. પણ ઉત્કટ વિદ્યાભિલાષાને લીધે નોકરી છોડી તે 1932માં કાશી ગયા. ત્યાં બાર વર્ષ રહી સિદ્ધાંત જ્યોતિષ અને ખગોળજ્યોતિષ…

વધુ વાંચો >

જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા નાના નાના ટાપુઓને સમાવતા આ…

વધુ વાંચો >

જિનેન્દ્રબુદ્ધિ (આશરે 750) : સંસ્કૃત વૈયાકરણ પાણિનિની અષ્ટાધ્યાયી ઉપર વામન અને જયાદિત્યે લખેલી કાશિકા નામની વૃત્તિ ઉપર ‘ન્યાસ’ નામની ટીકા લખનાર ટીકાકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરીની એક પોથીમાં એમનું નામ સ્થવિર જિનેન્દ્ર એ પ્રમાણે આપવામાં આવ્યું છે અને જિનેન્દ્રબુદ્ધિ પોતે પોતાને श्रीबोधिसत्वदेशीयाचायं તરીકે ઓળખાવે છે. આ ઉપરથી તેઓ બૌદ્ધધર્માનુયાયી હતા એ સ્પષ્ટ થાય છે.…

વધુ વાંચો >

જિનેશ્વરસૂરિ (ઈ. સ.ની અગિયારમી સદી) : સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર-પ્રબંધકોના રચયિતા. જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે ભાઈ સુવિહિતમાર્ગી શ્વેતાંબર પરંપરાના વિદ્વાન હતા. બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જાણકાર, શાસ્ત્રોક્ત કર્મમાં નિષ્ઠાવાન અને વ્યાકરણશાસ્ત્ર રચનાર હતા. પાટણના રાજા દુર્લભરાજના પુરોહિત સોમેશ્વર, ત્યાંના યાજ્ઞિકો, શૈવાચાર્ય જ્ઞાનદેવ વગેરેને પોતાના વર્ચસથી વિશેષ પ્રભાવિત કરીને, પાટણમાં સુવિહિતમાર્ગી મુનિઓ માટે આવ-જાની સુલભતા મેળવી…

વધુ વાંચો >

જિન્કગો : અનાવૃતબીજધારી વિભાગના જિન્કગોએસી કુળની એક પ્રજાતિ. જિન્કગોનું ઝાડ 40 મી. ઊંચું હોય છે. ફૂલ નાનાં હોય છે. પાંદડાં પંખા આકારનાં, ખંડિત 7થી 7.5 સેમી. લાંબાં અને ફેલાતી હસ્તાકાર (palmate) શિરાવાળાં હોય છે. ફળ નાનાં, નારંગી-પીળા જરદાળુ જેવાં, બીજનું બહારનું સ્તર માંસલ અને મંદ-સુવાસિત હોય છે; મધ્યમાં આવેલું મીજ કાષ્ઠમય અને સ્વાદમાં મીઠું હોય…

વધુ વાંચો >

જિન્ગોએલ્સ : અનાવૃત બીજધારી વનસ્પતિઓનો એક સમૂહ. તે આજથી 19 કરોડ વર્ષો પહેલાં ફૂલ્યોફાલ્યો હતો. પછી સમગ્ર સમૂહ નષ્ટ થયો. તેનો એક જ જીવંત સભ્ય હવે જોવા મળે છે. એવું મનાય છે કે કોર્ડટેઇટીસ અને સાયકેડોફીલીકેલ્સ નામની હાલ અશ્મીભૂત વનસ્પતિમાં તેના પૂર્વજો હતા. જિન્કગો બાઇલોબા નામ ધરાવતી આમાંની એક જ વનસ્પતિ હાલ જોવા મળે છે.…

વધુ વાંચો >

જિન્દ : હરિયાણા રાજ્યના 22 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 29 19´ ઉ. અ. અને 76 19´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, દક્ષિણે રોહતક જિલ્લો, વાયવ્યે પંજાબ રાજ્ય જે સીમા ધરાવે છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી 227 મીટર જેટલી ઊંચાઈ…

વધુ વાંચો >

જિન્સબર્ગ, ઍલન (જ. 3 જૂન 1926, ન્યૂયૉર્ક) : અમેરિકન કવિ ને ક્રાંતિના હિમાયતી. તેમના પિતા કવિ લુઈ જિન્સબર્ગ પ્રણાલીગત શૈલીમાં લખતા, અને પુત્રની જાહેર વાચનબેઠકમાં અવારનવાર હાજરી આપતા. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1948માં સ્નાતક થયા બાદ વિશ્વભરમાં પ્રવાસ કર્યો. 1950ના દશકાના બીટ આંદોલનના અને 1960ના સાંસ્કૃતિક તથા રાજકીય વિરોધોના નેતા તરીકે તે ખૂબ જાણીતા થયા. વિવેચકોએ જિન્સબર્ગને…

વધુ વાંચો >