નવરોઝ : ગુજરાતી ભાષાનું પારસી વર્તમાનપત્ર. પૂર્વ ભારત – કૉલકાતાથી ઈ. સ. 1913માં એદલજી નવરોજી કાંગા નામના પારસી ગૃહસ્થે ‘નવરોઝ’ નામનું અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં સંયુક્ત રીતે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કર્યું. કૉલકાતાની ગુજરાતી પ્રજાનો સારો એવો સાથ અને સહકાર કાંગાને પ્રાપ્ત થયો. તેમને ‘નવરોઝ’ના સંપાદન અને સંચાલનમાં તેમનાં પત્ની બચુબાઈ તથા પુત્રો…

વધુ વાંચો >

નવરોતિલોવા, માર્ટિના (જ. 18 ઑક્ટોબર 1956 ચેકોસ્લોવૅકિયાના પ્રાગ શહેરમાં) : લૉન-ટેનિસની રમતમાં અનેક સિદ્ધિઓ મેળવનારી મહિલા ખેલાડી. તે ટેનિસમાં સર્વિસ અને વૉલીની રમત માટે જાણીતી હતી. ‘ક્રૉસ કોર્ટ’ અને ‘ડ્રૉપ વૉલી’ના ફટકાથી એ વિરોધીને મૂંઝવતી હતી. પાતળું અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતી ડાબોડી માર્ટિના નવરોતિલોવા પાસે કસાયેલું ખમીર, માનસિક સ્વસ્થતા અને ટૅકનિકની પૂર્ણતા હતી. માર્ટિના ગ્રાસ…

વધુ વાંચો >

નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં વિવિધ વિશ્લેષણ, વ્યાખ્યા તથા ચર્ચા…

વધુ વાંચો >

નવલખા મંદિર (ઈ. સ. અગિયારમી કે બારમી સદી) : નમૂનેદાર સ્થાપત્યનું પંચાંગી મંદિર. ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 45.72  30.48 મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી પર ચડવા માટેનાં પગથિયાં પાસે…

વધુ વાંચો >

નવલખી : સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિમી. અને મોરબીથી 43.3 કિમી. દૂર આવેલું છે. નવલખીની નાળ (channel) હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિમી. પહોળી અને લગભગ અઢી કિમી. લાંબી…

વધુ વાંચો >

નવલશા હીરજી : જૂની-નવી રંગભૂમિ પર ભજવાયેલું હાસ્યપ્રધાન નાટક. બાપુલાલ નાયકે તે 1909માં લખ્યું અને એ જ સાલમાં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ભજવ્યું. સળંગ હાસ્યપ્રધાન નાટકના પ્રથમ અંકમાં આપકમાઈ કરવા નીકળેલો નવલશા મોકામા નામના બંદરે આવે છે. ત્યાં રંગીલી અને શાણી નામની બે ધુતારી સ્ત્રીઓના પ્રપંચમાં ફસાઈને બધી મિલકત ગુમાવે છે અને ઘાંચીને ઘેર…

વધુ વાંચો >

નવસાર (Sal ammoniac) : રાસાયણિક રીતે એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાતો અકાર્બનિક ઘન પદાર્થ. સૂત્ર NH4Cl. એમોનિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ અથવા એમોનિયા કાર્બોનેટ અને કૅલ્શિયમ ક્લોરાઇડનાં દ્રાવણો વચ્ચેની પ્રક્રિયામાં આંશિક સ્ફટિકીકરણ દ્વારા તે મેળવી શકાય છે : (NH4)2SO4 + 2NaCl → 2NH4Cl + Na2SO4 એમોનિયા-સોડા (સોલ્વે સોડા) પ્રવિધિમાં તે આડપેદાશ રૂપે મળે છે. શુદ્ધ એમોનિયમ ક્લોરાઇડ…

વધુ વાંચો >

નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને પશ્ચિમ તરફ ખંભાતનો અખાત આવેલા…

વધુ વાંચો >

નવસાહસાંકચરિત (1000 આસપાસ) : પરમાર વંશના રાજા સિંધુરાજ વિશે લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય. મૃગાંકદત્તના પુત્ર પદ્મગુપ્ત કે પરિમલ નામના કવિએ સિંધુરાજના ઐતિહાસિક પાત્ર વિશે આ મહાકાવ્ય રચ્યું છે. 18 સર્ગના બનેલા આ મહાકાવ્યમાં રાજા સિંધુરાજ નાગકન્યા શશિપ્રભા સાથે પરાક્રમ અને સાહસ બતાવી પરણ્યો તેનું કલ્પનાથી વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં નાયક રાજા સિંધુરાજ અને તેની નગરીને…

વધુ વાંચો >