Posts by Jyotiben
નવસોરી, હબીબુલ્લાહ
નવસોરી, હબીબુલ્લાહ (જ. 1555; અ. 1617) : કાશ્મીરી કવિ. મધ્યકાલીન યુગના આ અગ્રગણ્ય સૂફી કવિની કવિતા પર સૂફી સંત-કવિઓના પ્રભાવની સાથોસાથ કાશ્મીરનાં ભક્તકવયિત્રી લલ્લેશ્વરીનો પ્રભાવ હતો. આથી એમની કવિતામાં હિંદુ અને મુસ્લિમ બંનેના અધ્યાત્મવાદનો સમન્વય જોવા મળે છે. એમાં પ્રેમભક્તિનાં અને ઇશ્કે મિજાજીનાં કાવ્યો છે. એમાં પ્રભુ પોતાના પ્રેમની આરજૂનો પ્રતિભાવ નથી આપતો તે માટેની…
વધુ વાંચો >નવાબ, શેફતા મુસ્તફાખાન
નવાબ, શેફતા મુસ્તફાખાન (જ. 1806, દિલ્હી; અ. 1869) : ઉર્દૂના વિદ્વાન અને કવિ. ‘શેફતા’ તખલ્લુસ. તેમના પિતા નવાબ મુર્તુઝાખાન, નવાબ મુઝફ્ફરજંગના દીકરા હતા જે ફરેજાસિયરના શાસનકાળ દરમિયાન દિલ્હી આવ્યા હતા. નવાબ મુર્તુઝાખાને મહારાજા જસવંતરાવ હોલકરના લશ્કરમાં પદ પ્રાપ્ત કરી વફાદારીપૂર્વક ફરજ બજાવી હતી. તે વખતે મરાઠાઓ અને લૉર્ડ લેકની ફોજો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. નવાબે…
વધુ વાંચો >નવાબ, સારાભાઈ મણિલાલ
નવાબ, સારાભાઈ મણિલાલ (જ. 29 જુલાઈ 1907, ગોધાવી, જિ. અમદાવાદ; અ. 14 જૂન 1983, અમદાવાદ) : જૈનાશ્રિત મંત્રશાસ્ત્ર, વાસ્તુકલા તેમજ ચિત્રકલાના પ્રખર વિદ્વાન. જ્ઞાતિએ અમદાવાદના વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વણિક. પિતા મણિલાલ ચુનીલાલ નવાબ અમદાવાદમાં વેપાર કરતા હતા. માતા સમરથબહેન તેમને ચાર વર્ષના મૂકીને ગુજરી ગયાં. સારાભાઈનો જન્મ તેમના મોસાળમાં થયો હતો. તેઓ અમદાવાદમાં…
વધુ વાંચો >નવાયસ લોહ
નવાયસ લોહ : આયુર્વેદિક ઔષધ. શરીરમાં લોહી ઘટી જવાથી જે ફીકાશ–પાંડુતા આવી જાય છે તેને દૂર કરનાર આ ઔષધિ છે. હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી પીપર, વાવડિંગ, નાગરમોથ અને ચિત્રક એ દરેક ઔષધિનું બારીક ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈ તેમાં તેટલા જ પ્રમાણમાં શાસ્ત્રીય વિધિથી તૈયાર કરેલ લોહભસ્મ ભેળવી ખરલમાં ઘૂંટીને મિશ્રણ તૈયાર કરાય છે. તેનું…
વધુ વાંચો >નવીન ડી. (ડોંગરી મલ્લાહ)
નવીન ડી. (ડોંગરી મલ્લાહ) (જ. 24 ડિસેમ્બર 1941, વાવિલાલા, જિ. વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલરેખલુ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી તેમજ હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ગવર્નમેન્ટ મહિલા ડિગ્રી…
વધુ વાંચો >નવ્યન્યાય
નવ્યન્યાય : ભારતના ન્યાયશાસ્ત્ર એટલે કે તર્કશાસ્ત્રની એક શાખા. ભારતીય તર્કશાસ્ત્રની બે મુખ્ય શાખાઓ છે : (1) પ્રાચીન ન્યાય અને (2) નવ્યન્યાય. પ્રાચીન ન્યાયમાં અક્ષપાદમુનિનો ન્યાયસૂત્રગ્રંથ, તેના ઉપર વાત્સ્યાયનનું ન્યાયભાષ્ય, ભાષ્ય ઉપર ઉદદ્યોતકરનું વાર્ત્તિક, વાર્ત્તિક ઉપર વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા, તેના ઉપર ઉદયનની પરિશુદ્ધિ ટીકા વગેરે ગ્રંથોનો તેમજ જયન્ત ભટ્ટની ન્યાયમંજરી ઇત્યાદિ કૃતિઓનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >નશાખોરી
નશાખોરી : કેફી કે માદક પદાર્થનો વારંવાર નશો કરવાની વૃત્તિ. કેફી પદાર્થ લેવાથી વ્યક્તિના ચેતાતંત્ર ઉપર અસર થાય છે અને તેની અસર વ્યક્તિની મનોદૈહિક પ્રક્રિયા ઉપર પડે છે. આને કારણે કાં તો પ્રક્રિયા ઉત્તેજિત થાય છે અને શિથિલ પડે છે. આ ઉત્તેજના અથવા શિથિલતાના વિશિષ્ટ અનુભવને નશો કહેવામાં આવે છે. જો આ અનુભવ જે તે…
વધુ વાંચો >નશીલા પાકો
નશીલા પાકો : જેની મુખ્ય કે ગૌણ પેદાશો નશો કે કેફ પેદા કરે તેવા પાકો. કેફી દ્રવ્યો(કેફ ચડાવે તેવાં)ને આયુર્વેદમાં મદકારી કહ્યાં છે. પ્રવૃત્તિશીલ ન હોય ત્યારે પણ માનવીનું મન સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતું હોવાથી તેને શારીરિક તેમજ માનસિક થાક લાગે છે. આ પરિસ્થિતિમાં શરીર અને મનનો થાક ઉતારવા અને સ્ફૂર્તિ મેળવવા માટે…
વધુ વાંચો >નસકોરી ફૂટવી (epistaxis)
નસકોરી ફૂટવી (epistaxis) : નાકમાંથી લોહી પડવું તે. નાકના આગળના કે પાછળના ભાગમાંથી લોહી વહે છે. ક્યારેક નાકમાંથી લોહી આપોઆપ વહેવા માંડે છે તો ક્યારેક તે કોઈક ચોક્કસ કારણે થાય છે. નસકોરી ફૂટવાનાં અનેક કારણો છે. કારણવિદ્યા અને નિદાન : નસકોરી ફૂટવાનું કારણ સ્થાનિક એટલે કે નાકમાં જ હોય અથવા તો શરીરના વ્યાપક રોગો પણ…
વધુ વાંચો >નસબનામ-એ-જાડેજા
નસબનામ-એ-જાડેજા : આ ફારસી ગ્રંથ કચ્છના જાડેજા વંશના રાજવીઓનો ઈ. સ. 1819 સુધીનો ઇતિહાસ ધરાવે છે. આ ગ્રંથ ઈ. સ. 1878માં ભુજ પરગણાના વેરાગામના વતની કુંવરજી જાદવજી ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં મૌખિક લખાવ્યો હતો. આ મહત્ત્વના ઇતિહાસનો કચ્છના એ વખતના આસિસ્ટંટ રેસિડન્ટ વૉલ્ટેરના આદેશથી ફારસીમાં તરજુમો કરવામાં આવેલો. આ પુસ્તકની એકમાત્ર હસ્તપ્રત લંડનના બ્રિટિશ મ્યુઝિયમના ગ્રંથાલયમાં…
વધુ વાંચો >