નડૂલના ચાહમાનો : શાકંભરીના ચાહમાન (ચૌહાણ) રાજવંશ-માંથી ઊતરી આવેલા નડૂલની શાખાના રાજાઓ. નડૂલ નાડોલ તરીકે પણ ઓળખાય છે. તે દક્ષિણ રાજસ્થાનના શિરોહી જિલ્લામાં જોધપુરથી દક્ષિણે આવેલું છે. આ રાજ્યની આસપાસ મારવાડના ભિન્નમાલ, આબુ, શિરોહી, જાલોર અને મંડોર આવેલાં છે. આ વંશનો પૂર્વજ લક્ષ્મણ શાકંભરીના વાક્પતિરાજનો પુત્ર અને સિંહરાજનો નાનો ભાઈ હતો. દસમી સદીની મધ્યમાં શાકંભરીથી…

વધુ વાંચો >

નત્થનખાં (જ. 1840; અ. 1900) : આગ્રા ઘરાનાના ભારતીય ગાયક. પિતાનું નામ શેરખાં. તેમના પૂર્વજો રાજપૂત હતા, પરંતુ મુસ્લિમ શાસનકાળ દરમિયાન જે હિંદુ પરિવારોનું ધર્માંતર થયું તેમાં તેમના પરિવારનો પણ સમાવેશ થાય છે. નત્થનખાં બે વર્ષના હતા ત્યારે આ પરિવારે પ્રથમ મુંબઈ અને ત્યારબાદ આગ્રા ખાતે સ્થળાંતર કર્યું હતું. ત્યાં પિતા શેરખાંનું અવસાન થયું. તેમણે…

વધુ વાંચો >

નથમલની હવેલી, જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જેસલમેરની પથ્થરના સ્થાપત્યની બેનમૂન ઇમારત. જેસલમેર રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક અત્યંત સુંદર કિલ્લેબંધ નગર છે; ત્યાંનું પથ્થરથી બંધાયેલ સ્થાપત્ય અપ્રતિમ લાક્ષણિકતા ધરાવે છે. કિલ્લાની બહાર વસેલા ભાગમાં તત્કાલીન શ્રીમંત લોકોની હવેલીઓ અદભુત કારીગરીનાં બેનમૂન ઉદાહરણો છે. પટવા અને નથમલની હવેલીઓ આમાંનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. નથમલની હવેલી…

વધુ વાંચો >

નદવી, અબુઝફર અબુહબીબ (જ. 1889, દસના, બિહાર; અ. 28 મે. 1958, દસના) : ઇતિહાસકાર અને અરબી, ફારસીના વિદ્વાન. તેમણે માધ્યમિક શિક્ષણ વતન દસનામાં તથા ઉચ્ચ શિક્ષણ લખનૌની કૉલેજમાં મેળવીને ‘નદવી’ની પદવી પ્રાપ્ત કરી. તે ધર્મે સુન્ની મુસ્લિમ હતા. તેમણે ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તથા રવીન્દ્રનાથ ટાગોર પ્રસ્થાપિત શાંતિનિકેતનમાં અરબી-ફારસીના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ઈ.…

વધુ વાંચો >

નદવી, અબ્દુસ્સલામ (જ. 1882; અ. 1956, આઝમગઢ) :  અલનદવામાં તાલીમ પામેલા અને દારુલ મુસન્નિફીનમાં આજીવન સેવા આપનારા વિદ્વાન. કોઈ એક સંસ્થામાં મન મૂકીને નિષ્ઠાપૂર્વક સાહિત્ય-સંશોધનના કામમાં વ્યસ્ત રહેનારા લોકોમાં તેમનું નામ યાદગાર રહેશે. તેમણે ઉર્દૂ કાવ્યના ઇતિહાસ વિશે સદૃષ્ટાંત સમીક્ષાના બે ગ્રંથો લખ્યા છે. વિષયની દૃષ્ટિએ તે ખૂબ ઉપયોગી નીવડ્યા છે. તે જ રીતે કવિ…

વધુ વાંચો >

નદવી, સૈયદ સુલેમાન (જ. 22 નવેમ્બર 1884, બિહાર; અ. 22 નવેમ્બર 1953, કરાંચી) : ઉર્દૂભાષા અને સાહિત્યના વિદ્વાન. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તે 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં તે ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર થયા. મૌલાના શિબ્લીએ તેમને મદરેસામાંથી…

વધુ વાંચો >

નદી ભૂપૃષ્ઠ પરના પહાડી પ્રદેશોમાંથી નાનાંમોટાં ઝરણાં રૂપે નીકળી તળેટીપ્રદેશમાં ઢોળાવ-આધારિત વહનપથ પરથી એકધારો વહીને ઘણુંખરું સમુદ્રમાં ભળી જતો જળપ્રવાહ. ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા દ્વારા ભૂપૃષ્ઠ પર મોટા પાયા પરના ફેરફારો માટે નદી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ નદી ઊંચાણવાળા ભૂમિભાગમાંથી નીચાણવાળા પ્રદેશ તરફ વહેતી હોય છે, પરંતુ તેના પ્રવાહપથની દિશા (અને વળાંક)…

વધુ વાંચો >

નદી કે દ્વીપ (1951) : હિંદી સાહિત્યકાર અજ્ઞેયની બહુચર્ચિત નવલકથા. તેમાં મધ્યમવર્ગનાં પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ દ્વારા સ્ત્રી-પુરુષના સંબંધોને માનસિક પ્રેમની ભૂમિકાએ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં માનવજીવનને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો જેવા કે વિવાહ, સાધના, જીવનમાં પરિવારનું મહત્ત્વ, પરિવાર અને વ્યક્તિનું પારસ્પરિક મહત્ત્વ પ્રેમ, ઈર્ષા, મિત્રતા, સભ્યતા વગેરેની છણાવટ કરવામાં આવી છે. નવલકથાનાં પાત્રોમાંથી રેખા-ભુવન,…

વધુ વાંચો >

નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits) : નદીની વહનક્રિયા દ્વારા સ્થાનાંતરિત થતો રહીને નદીપથનાં અનુકૂળ સ્થાનોમાં જમાવટ પામતો દ્રવ્યજથ્થો. નદીઓ દ્વારા થતી નિક્ષેપક્રિયા માટે મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર ગણાય છે : જળપ્રવાહથી ઉદ્ભવતી શક્તિ, નદીપટ અને પથમાં થતું રહેતું પરિવર્તન અને નદી-અવસ્થા. નદીના જળપ્રવાહની ગતિ અને જળજથ્થાનું પ્રમાણ ઘટી જાય તો વહનક્ષમતા ઘટે છે, પરિણામે નિક્ષેપજમાવટ થાય…

વધુ વાંચો >

નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces) : નદીજન્ય મેદાની પ્રકારનું ભૂમિસ્વરૂપ. નદીખીણની બાજુઓ પર જોવા મળતા મેદાની વિભાગોમાં સીડીનાં સોપાન જેવી, લાંબી છાજલી આકારની રચના બનતી હોય છે. તેમના ઢોળાવો નદીની વહનદિશા તરફ તેમજ નદીના પટ તરફ એમ બે બાજુના હોય છે, પરંતુ શિરોભાગ સપાટ હોય છે. નદી તરફની ધાર કરાડ જેવી લગભગ ઊભી કે ઉગ્ર…

વધુ વાંચો >