Posts by Jyotiben
ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી આ પ્રદેશ આનર્ત નામે જાણીતો…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે આયોજનબદ્ધ હતું. રહેણાકનાં મકાનો સીધી…
વધુ વાંચો >ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)
ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી તે ચીજોને ઝીલે છે, ફેંકે…
વધુ વાંચો >ગુજરાત (પાક્ષિક)
ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ સુધીમાં અનેક તંત્રીઓ થયા છે.…
વધુ વાંચો >ગુજરાત (માસિક)
ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સર્જકોનું સર્જનાત્મક સાહિત્ય એમાં…
વધુ વાંચો >ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ વર્ગોનું આયોજન કરવું, ગ્રંથો, અહેવાલો,…
વધુ વાંચો >ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute)
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute) : ‘ગેરી’ના ટૂંકા નામે ઓળખાતી સિવિલ ઇજનેરી એટલે કે બાંધકામશાસ્ત્ર ક્ષેત્રે સંશોધન અને વિકાસનું કામ કરતી રાજ્ય સરકારની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની મુખ્ય કચેરી વડોદરામાં આવેલી છે. 1960ની સાલમાં ઇજનેરી સંશોધન સંસ્થા તરીકેનો દરજ્જો હાંસલ કર્યો ત્યારથી આજ સુધી આ સંસ્થાએ રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો આપેલો છે.…
વધુ વાંચો >ગુજરાત ઇતિહાસ પરિષદ
ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું હતું ત્યારે આ સંસ્થા સ્થાપવાનો…
વધુ વાંચો >ગુજરાતી દલિત સાહિત્ય
ગુજરાતી દલિત સાહિત્ય : 1975ની આસપાસ ગુજરાતમાં જન્મેલું દલિત સાહિત્ય. આમ તો એનું ઉદભવસ્થાન મહારાષ્ટ્ર. 1981માં ગુજરાતમાં અનામત આંદોલન થયું. ત્યારપછી દલિત સાહિત્યના સાચા અર્થમાં પગરણ મંડાયાં. મહારાષ્ટ્રમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઝુંબેશના પરિણામે દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. મહારાષ્ટ્રમાં જે દલિત સાહિત્ય રચાયું તેની સભાનતાના પરિપાક રૂપે ગુજરાતમાં દલિત સાહિત્યમાં સભાનતા આવેલી જોવા મળે છે. દલિત…
વધુ વાંચો >ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ
ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ વાચનસામગ્રીના ઉપયોગ માટે ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ. ગ્રંથાલય માટે વાચનસામગ્રી મેળવવી; કાર્યક્ષમ અને વ્યવસ્થિત ગોઠવણી માટેની નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર જેવી પ્રક્રિયાઓ કરવી એને ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. વાચન, અધ્યયન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કેન્દ્ર તરીકે ગ્રંથાલયો ઘણા પ્રાચીન સમયથી વિશ્વમાં અસ્તિત્વ ધરાવે…
વધુ વાંચો >