રહોન (નદી) : ફ્રાન્સમાં આવેલી, મહત્વનો જળમાર્ગ રચતી નદી. તે તેના ખીણપ્રદેશના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતી છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડની રહોન હિમનદીમાંથી 1,500 મીટરની ઊંચાઈએથી નીકળે છે. ત્યાંથી આગળ વધી જિનીવા સરોવરને વીંધીને ફ્રાન્સના લાયન (Lyon) સુધી પહોંચતાં અગાઉ ઘણા વળાંકો લઈને પશ્ચિમ તરફ વહે છે. લાયન ખાતે ઉત્તર તરફથી આવતી સેઑન (Seone)…

વધુ વાંચો >

લકવો (paralysis) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના કાર્યમાં વિકાર કે વિક્ષેપ ઉત્પન્ન થાય ત્યારે ઉદભવતી સ્નાયુઓની નબળાઈ.  તેમાં સ્નાયૂર્જા(muscle power)માં ઘટાડો થાય છે. તેને ઘાત પણ કહે છે. શરીરનાં અંગો-ઉપાંગોનું હલનચલન તેમાં રહેલા સ્નાયુઓના સંકોચન અને શિથિલન વડે થતું હોય છે. આ ક્રિયાઓ પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. ચેતાતંત્રનો જે ભાગ આ નિયંત્રણ કરે છે,…

વધુ વાંચો >

લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA) : 24 કલાકમાં લોહીના પરિભ્રમણમાં ઉદભવતા અટકાવને કારણે મગજના કોઈ ભાગમાં થતો શરીરના કોઈક ભાગનો લકવો. તેને અલ્પઘાત (TIA) પણ કહે છે. સામાન્ય રીતે 1થી 2 કલાક જ તે રહે છે. જેમને મસ્તિષ્કઘાત(stroke)નો હુમલો થયો હોય તેવા દર્દીઓના 30 % દર્દીઓમાં અગાઉ અલ્પકાલી અરુધિરવાહિતાજન્ય ઘાત(TIA)નો હુમલો થયેલો હોય…

વધુ વાંચો >

લકુલીશ : વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં થયેલ રુદ્રનો 28મો અવતાર. શૈવ ધર્મના સંપ્રદાયોમાં પાશુપત સંપ્રદાય મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રભાસ પાટણમાં સોમશર્માએ પાશુપત સંપ્રદાય વિકસાવેલો. તેઓ રુદ્રનો 27મો અવતાર ગણાતા. એ પછીનો 28મો અવતાર લાટ દેશના કાયાવરોહણમાં લકુલીશ તરીકેનો થયો. કાયાવરોહણ વડોદરા જિલ્લામાં ડભોઈ નજીક આવેલું છે. લકુલીશ વિશ્વરૂપ અને સુદર્શનાના પુત્ર હતા. તેઓ લકુલી કે…

વધુ વાંચો >

લક્કડખોદ (wood-pecker) : લાકડું ખોદવા માટે અનુકૂલન પામેલી ચાંચ ધરાવતું પક્ષી. તે ઝાડની છાલમાં કે લાકડામાં વસતા કીટકોને કાણું પાડી પકડે છે અને ખાય છે. પોતાને માટેનું દર કોતરવા તે ચાંચનો ઉપયોગ કરે છે. દુનિયાના લગભગ બધા પ્રદેશોમાં વસતાં લક્કડખોદ પક્ષીઓનો સમાવેશ પિસિફૉર્મિસ શ્રેણીના પિસિડે કુળમાં કરવામાં આવે છે. વૈશિષ્ટ્યપૂર્ણ ચાંચ ઉપરાંત તેની ટેવના અનુસંધાનમાં…

વધુ વાંચો >

લક્ઝમ્બર્ગ (દેશ) : યુરોપનો જૂનામાં જૂનો ગણાતો અને ઓછો વિસ્તાર ધરાવતો નાનો દેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 49° 25´થી 50° 15´ ઉ. અ. અને 5° 45´થી 6° 30´ પૂ. રે. વચ્ચેનો 2,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 89 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ…

વધુ વાંચો >

લક્ઝમબર્ગ, રોઝા [જ. 5 માર્ચ 1871, ઝામોસ્ક, પોલૅન્ડ (જૂનું પોલૅન્ડ, જે રશિયાના સામ્રાજ્યનો ભાગ હતું); અ. 15 જાન્યુઆરી 1919, બર્લિન, જર્મની] : લોકશાહી-ઉત્ક્રાંતિવાદી સમાજવાદનાં તેજસ્વી મહિલા નેતા, સારાં વક્તા અને જર્મન ક્રાંતિકારી. મધ્યમવર્ગીય યહૂદી કુટુંબમાં જન્મેલાં રોઝા પાંચ ભાઈભાંડુઓમાં સૌથી નાનાં હતાં. શાલેય જીવન દરમિયાન તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિમાં જોડાયેલાં અને શાળા છોડ્યા બાદ માર્કસની વિચારધારાથી…

વધુ વાંચો >

લક્ષણવિદ્યા (symptomatology) : દર્દીને થતી તકલીફો કે તેની શારીરિક કે માનસિક ફરિયાદો જાણીને તેને થયેલા રોગનું નિદાન કરવું તે. દર્દી જે તકલીફ વર્ણવે તેને લક્ષણ (symptom) કહે છે અને તેની શારીરિક તપાસમાં ડૉક્ટર જે શોધી કાઢે છે તેને ચિહન (sign) કહે છે. લગભગ 92 %થી 95 % કિસ્સાઓમાં લક્ષણો અને ચિહનો જાણવાથી નિદાન કરી શકાય…

વધુ વાંચો >

લક્ષણા : ભારતીય શાસ્ત્રગ્રંથોમાં માનવામાં આવેલી શબ્દની શક્તિ. શબ્દ સાથે જોડાયેલા અર્થને બતાવનારી પ્રક્રિયાને શબ્દશક્તિ કહે છે. શબ્દકોશમાં આપેલો શબ્દનો વૃદ્ધવ્યવહારથી સંકેત કરાયેલો અર્થ બતાવનારી શબ્દશક્તિને અભિધા કે મુખ્યા એવાં નામોથી ઓળખવામાં આવે છે. અભિધા શબ્દશક્તિ ભાષાના સઘળા શબ્દોને લાગે છે. શબ્દ પર અભિધાની પ્રક્રિયા થતાં તે જે અર્થ બતાવે છે તેને શક્યાર્થ, વાચ્યાર્થ, મુખ્યાર્થ…

વધુ વાંચો >

લક્ષદ્વીપ (ટાપુઓ) ભૌગોલિક સ્થાન : તે આશરે 8થી 12 ઉ. અ. અને 71થી 74 45´ પૂ. રે. વચ્ચેનો આશરે 32.64 ચો.કિમી. ભૂમિવિસ્તાર  આવરી લે છે. ભારતના નૈઋત્ય કિનારાથી દૂર અરબીસમુદ્રમાં આવેલા પરવાળાંના નાનામોટા કુલ 36 જેટલા ટાપુઓનો સમૂહ એટલે લક્ષદ્વીપ. આ ટાપુઓને વહીવટી દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ટાપુસમૂહની મધ્યમાં અમીનદીવ ટાપુ આવેલો છે. લક્ષદ્વીપ…

વધુ વાંચો >