નખત્રાણા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 23° 29´ ઉ. અ. અને 69° 15´ પૂ. રે.. વિસ્તાર : 1,945 ચોકિમી. નખત્રાણાની વસ્તી 36,759 (2011). અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 489 મિમી. જેટલો પડે છે. રાજ્ય પરિવહન બસ દ્વારા તે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થાનો સાથે જોડાયેલું છે. અહીં આસિસ્ટન્ટ…

વધુ વાંચો >

નખીવેલ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Doxontha unjuis – cati Rehd syn. Bignonia unjuiscati L. છે. તે ખૂબ મોટી સૂત્રારોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સંયુક્ત, બે પર્ણિકાઓ અંડાકાર કે ભાલાકાર, અગ્રસ્થ પર્ણિકા ત્રણ, વિભક્ત (partite) અંકુશ આકારના સૂત્રમાં રૂપાંતર પામેલી; પુષ્પો યુગ્મમાં, કક્ષીય, પીળા રંગનાં, આકર્ષક. તે ઉદ્યાનોમાં બહુ…

વધુ વાંચો >

નગર : નગર એ સામાજિક સંગઠનની વિશિષ્ટ અભિવ્યક્તિ છે. નગર એ નાગરિકતાનું પ્રતિબિંબ છે. નગરનો વિકાસ નાગરિકો પર અવલંબે છે. જેવા નાગરિક હોય તેવો નગરનો વિકાસ થાય છે. નાગરિકોની રહેણીકરણીની નગર ઉપર અસર પડે છે. પ્રાચીન ભારતનાં અનેક નગરોની બાબતમાં આવું બન્યું છે. ભારતમાં નગર-આયોજન અને નગરનિર્માણની પરંપરા હડપ્પીય સભ્યતા જેટલી પુરાણી છે. મોહેં-જો-દડો, હડપ્પા,…

વધુ વાંચો >

નગર-આયોજન નગરની સ્થાપનાથી માંડીને તેના ભાવિ વિકાસ સુધીની સુવ્યવસ્થિત યોજના. નવા નગરની સ્થાપના સંબંધે તથા નગરના લોકોનું જીવન ઊંચી ગુણવત્તા ધરાવતું બને તે અંગે નગરના આયોજકો સ્થાનિક શાસનને માર્ગ સૂચવે છે. 5000થી વધારે વસ્તી તથા ચોકિમી. દીઠ આશરે 1000થી વધારે માણસોની ગીચતા ધરાવતા સ્થળને નગર ગણવામાં આવે છે. તેમાં 75 %થી વધારે વસ્તી બિનખેતી વ્યવસાયોમાં…

વધુ વાંચો >

નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ ‘સાત સક્કમ ત્રેચાલીસ’નો અંગ્રેજી અનુવાદ…

વધુ વાંચો >

નગરપતિ (Mayor) : મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટાયેલા વડા. ભારતમાં મોટાં શહેરોનો વહીવટ ચલાવવા માટે કૉર્પોરેશનની રચના કરવામાં આવી છે. તે શહેરી સ્થાનિક સ્વશાસનની સંસ્થાનું એક મહત્ત્વનું અંગ છે. બધાં રાજ્યોમાં કૉર્પોરેશનની રચના શહેરી સ્થાનિક સરકારના ભાગ રૂપે કરવામાં આવે છે. કૉર્પોરેશનમાં બહુમતી ધરાવનાર પક્ષમાંથી નગરપતિ ચૂંટવામાં આવે છે. સામાન્યત: તેઓના હોદ્દાની મુદત એક વર્ષની હોય છે.…

વધુ વાંચો >

નગરપંચાયત : લોકશાહી વિકેન્દ્રીકરણ દ્વારા ગ્રામવિકાસ સાધવા માટે ભારતમાં આઝાદી પછી રચવામાં આવેલ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો એક ઘટક. ભારતને આઝાદી મળ્યા પછી દેશના સર્વાંગી વિકાસ માટે સામુદાયિક વિકાસયોજનાઓ તથા રાષ્ટ્રીય વિસ્તરણ સેવાઓ દાખલ કરવામાં આવી હતી, જેમનું મૂલ્યાંકન કરવા માટે 1975માં ભારત સરકારે તે વખતના સંસદસભ્ય અને પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી (1963–65) બનેલા બળવંતરાય મહેતાના…

વધુ વાંચો >

નગર-વાહનવ્યવહાર (urban traffic) : નગરના માર્ગો તથા તેના પરના વાહનવ્યવહારનું આયોજન, નિર્માણ, વ્યવસ્થાપન તથા નિયંત્રણ. મોટરકાર, બસ, સ્કૂટર આદિ યાંત્રિક વાહનોના વિકાસ સાથે નગરોના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું. મધ્યમાં મૂળ નગર અને ફરતાં પરાં તથા સોસાયટીઓ એ પ્રકારની રચના વ્યાપક બની. સરળ માર્ગો નગરની રક્તવાહિનીઓ જેવા મહત્ત્વના બન્યા. તે વિના નગરનું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક જીવન…

વધુ વાંચો >