નગરા : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલું ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતું પ્રાચીન ગામ. સ્થાન: 22° 21´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.. તે ખંભાતથી 6.4 કિમી. દૂર આવેલું છે. એમ કહેવાય છે કે તે પ્રાચીન કાળમાં બંદર હતું અને કદાચ આ સ્થાન જ જૂનું ખંભાત હતું. ગ્રીકો તેને મહીનગર (મિન્નાગર) તરીકે…

વધુ વાંચો >

નગાબોંગ ખાઓ (1975) : મણિપુરી નાટ્યકાર જી. સી. તોંગ્બ્રા(જ. 1913)નું ત્રિઅંકી નાટક. મણિપુરી ઢબની દેહાંતદંડની સજા માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગુનેગારને કોથળામાં ભરી પાણીમાં નાખી દઈને આ સજા કરવાની પ્રથા છે. આ ત્રિઅંકીમાં જે નાયિકાનું સર્જન કર્યું છે તે સુંદર, આકર્ષક અને સ્વતંત્ર જીવન જીવવા મથનારી નારીનું ચિત્ર છે. કહેવાતા નારીમુક્તિવાદીઓ તેને રૂઢિના ફાંસલામાંથી…

વધુ વાંચો >

નગેન્દ્ર (જ. 9 માર્ચ 1915, અતરૌલી, અલીગઢ, ઉ.પ્ર.; અ. 27 ઑક્ટોબર 1999, નવી દિલ્હી) : હિંદીના વિખ્યાત વિવેચક. અંગ્રેજી તથા હિંદીમાં એમ.એ.ની ઉપાધિઓ મેળવ્યા પછી તેમણે તેમના હિંદી શોધપ્રબંધ ‘દેવ ઔર ઉનકી કવિતા’ પર ડી. લિટ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે સાહિત્યજીવનની શરૂઆત કવિતાથી કરી. 1937માં તેમનો પ્રથમ કવિતાસંગ્રહ ‘વનબાલા’ પ્રકાશિત થયો. પાંચ વર્ષ સુધી આકાશવાણી…

વધુ વાંચો >

નગેન્દ્રસિંહ, ડૉ. (જ. 18 માર્ચ 1914, ડુંગરપુર; અ. 11 ડિસેમ્બર 1988, ધ હેગ) : ભારતના અગ્રણી સનદી અધિકારી તથા હેગ ખાતેના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ. તેમણે મેળવેલ પદવીઓમાં એમ.એ., એલએલ.ડી. (કૅન્ટાબ અને ડબ્લિન), ડી.એસસી., (મૉસ્કો) તેમજ ડી.લિટ., ડી.ફિલ તથા બાર-ઍટ-લૉનો સમાવેશ થાય છે. 1938માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. સનદી અધિકારી તરીકેની તેમની લાંબી કારકિર્દીમાં…

વધુ વાંચો >

નગોડ : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitex negundo Linn. (સં. निर्गुण्डी ;  હિં. शंबाऱु, शिवारी, निसिन्दा ; બં. નિસિન્દા, નિર્ગુન્ડી. મ. निसिन्दा, निगुडी, निर्गुण्डी, ગુ. નગોડ) છે. તે મોટું, સુરભિત (aromatic). 4.5 મી. ઊંચું ક્ષુપ છે. તેની ઉપશાખાઓ સફેદ ઘન રોમિલ (tomentose) હોય છે. કેટલીક વાર નાના પાતળા વૃક્ષ રૂપે…

વધુ વાંચો >

નચિકેતા : ગુજરાતી ભાષાનું સાહિત્યિક માસિક પત્ર. માલિક-તંત્રી કરસનદાસ માણેક. સ્થાપના 1953. ધ્યેય ‘જગતના અમર સર્જકોનો સત્સંગ કરાવતું સ્વાધ્યાય અને રસબ્રહ્મ આરાધનાનું માસિક.’ જગતનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં આપવાના આશય સાથે કરસનદાસ માણેકે આ માસિકપત્ર શરૂ કર્યું હતું. તેમાં મુખ્યત્વે અનુવાદો છપાતા અને તંત્રી તરીકે માણેક ઉપરાંત હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી તથા શિવકુમાર જોશી જેવા મોટા…

વધુ વાંચો >

નજર ઔર નજરિયા (1973) : ઉર્દૂ વિવેચક અલ-એ-અહેમદ સુરૂર (Ale Ahmed Suroor) (જ. 1912-2002)નો વિવેચનગ્રંથ. વિવિધ સાહિત્ય-વિષયો પરના કુલ 13 વિવેચનલેખો આ સંગ્રહમાં છે. ‘કવિતાની ભાષા’ તથા ‘ગદ્યશૈલી’ ઉર્દૂ સાહિત્યવિષયક વિવેચના માટે તદ્દન નવો ચીલો પાડનારા છે. એમાં ઉર્દૂ ભાષાની અભિવ્યક્તિક્ષમતા વિશે સૌપ્રથમ વાર તલસ્પર્શી વિચારસરણી આલેખાઈ છે. ‘વિવેચનની સમસ્યા’ વિવેચકો માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું…

વધુ વાંચો >

નજલો (gout) : મૉનોસોડિયમ યુરેટ (MSU) મૉનોહાઇડ્રેટ નામના પદાર્થના સ્ફટિકો જમા થવાથી થતો હાડકાના સાંધાનો પીડાકારક સોજાવાળો રોગ. તેમાં જુદા જુદા અવયવો અને પેશીઓમાં MSUના સ્ફટિકો જમા થઈને સ્ફટિકાર્બુદો (tophi) નામની ગાંઠો બનાવે છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધે ત્યારે આ પ્રકારનો વિકાર થાય છે. લોહીમાં યુરિક ઍસિડ વધે તેને અતિયુરિકરુધિરતા (hyperuricemia) કહે છે. લાંબા…

વધુ વાંચો >

નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી જૂથ (free officers) દ્વારા માન…

વધુ વાંચો >

(ડિપ્ટી) નઝીર એહમદ (જ. 6 ડિસેમ્બર 1836, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑક્ટોબર 2008, અલીગઢ) : ઉર્દૂના વિખ્યાત નવલકથાકાર, દિલ્હી કૉલેજના અરબી ભાષા-સાહિત્યના અધ્યાપક, ભારતીય ફોજદારી ધારો(Indian Penal Code)ના સર્વપ્રથમ ઉર્દૂ-હિન્દી અનુવાદક. પંજાબમાં Deputy Inspector of Schools અને અલ્લાહાબાદમાં Inspector of Schools તથા છેવટે નિઝામ હૈદરાબાદમાં Revenue Officerના ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચીને નિવૃત્ત જીવન દિલ્હીમાં પસાર…

વધુ વાંચો >