Posts by Jyotiben
નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું હતું અને તેનો ફેલાવો 1,500…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે ભૂપૃષ્ઠ અને અમુક અંશે તારાઓ…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે : (1) પ્રમાણમાપ, (2) પ્રક્ષેપ,…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી તેમાં પોતાની સહી કરી હોય.…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં લગ્નથી તેને નિરમિત્ર નામક પુત્ર…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં આવે છે. નક્ષલના સંઘર્ષ પહેલાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર સૂર્ય જે માર્ગે ગતિ કરે…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના જન્મનક્ષત્ર અને તે નક્ષત્રના ગણાયેલા…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં આપેલ નક્ષત્રપટના આધારે પૃથ્વી ઉપરનો…
વધુ વાંચો >નક્ષિસપુર
નક્ષિસપુર : સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજ્યનું પાટનગર. દક્ષિણ સૌરાષ્ટ્રમાં નવમી સદીમાં કનોજના પ્રતિહાર રાજાઓના સામંત ચાલુક્ય રાજા બલવર્મા અને અવનિવર્મા બીજો સંભવત: નક્ષિસપુરમાં રાજ્ય કરતા હતા. એ રાજાઓનાં અનુક્રમે ઈ. સ. 893 અને ઈ. સ. 900નાં મળેલાં તામ્રપત્રોમાં નક્ષિસપુર–ચોર્યાશી નામના પરગણામાં આવેલાં ‘જયપુર’ અને ‘અંવુલ્લક’ નામે ગામો કણવીરિકા નદીને કાંઠે આવેલ તરુણાદિત્ય નામના સૂર્યમંદિરના નિભાવ અર્થે…
વધુ વાંચો >