રૂપકષટ્ક : સંસ્કૃત કવિ વત્સરાજ-રચિત છ રૂપકોનો સમૂહ. આ છ રૂપકોમાં ‘કિરાતાર્જુનીય વ્યાયોગ’, ‘કર્પૂરચરિત ભાણ’, ‘રુક્મિણીપરિણય ઈહામૃગ’, ‘ત્રિપુરદાહ ડિમ’, ‘હાસ્યચૂડામણિ પ્રહસન’ તથા ‘સમુદ્ર-મંથન સમવકાર’નો સમાવેશ થાય છે. ‘કિરાતાર્જુનીય વ્યાયોગ’ નામે એકાંકી રૂપકમાં અર્જુનની તપશ્ચર્યા તથા કિરાતવેશધારી શિવ સાથેનો મુકાબલો અને છેવટે શિવકૃપાથી મહાસ્ત્રની સિદ્ધિ – એ કથાવસ્તુ નિરૂપાયું છે. ‘કર્પૂરચરિત ભાણ’ પણ એકાંકી છે. ડૉ.…

વધુ વાંચો >

રૂપકસંઘ (સ્થાપના : 1944) : અમદાવાદની 1940ના દાયકાની એક મહત્વની નાટ્યમંડળી. અમદાવાદના કેટલાક અગ્રણી સંસ્કારસેવકોએ નાટ્યકલાના ઉત્કર્ષ માટે આ સંસ્થા સ્થાપી હતી. ધનંજય ઠાકર, ધીરુભાઈ ઠાકર, વિષ્ણુપ્રસાદ જોશી, સૂર્યકાન્ત શાહ, જીવણલાલ શાહ, પ્રદ્યુમ્ન ભટ્ટ વગેરે તેના સ્થાપક સભ્યો હતા. આ સંસ્થાની વિશેષતા એ હતી કે તેના સભ્યોના ત્રણ વર્ગ પાડેલા હતા : (1) માનાર્હ વર્ગ,…

વધુ વાંચો >

રૂપ ગોસ્વામી : વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ કવિ, નાટ્યકાર અને વિદ્વાન. રૂપ ગોસ્વામીના દાદાનું નામ મુકુંદ હતું. તેમના પિતાનું નામ કુમાર હતું. તેમના ભાઈઓનાં નામ વલ્લભ અને સનાતન હતાં. વલ્લભનું બીજું નામ અનુપમ પણ હતું. તેમના ભત્રીજાનું નામ જીવ ગોસ્વામી હતું. તેમણે રૂપ ગોસ્વામીના ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’ ઉપર ‘લોચનરોચની’ નામની ટીકા લખી છે. રૂપ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુના…

વધુ વાંચો >

રૂપનગર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 32´થી 31° 24´ ઉ. અ. અને 76° 18´થી 76° 55´ પૂ. રે. વચ્ચેનો 2,117 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશના ઉના અને બિલાસપુર જિલ્લા; પૂર્વ તરફ સોલન (હિ. પ્ર.), ચંડીગઢ (કેન્દ્રશાસિત પ્રદેશ) અને અંબાલા (હરિયાણા)…

વધુ વાંચો >

રૂપનારાયણ નદી : પશ્ચિમ બંગાળમાં આવેલી નદી. તે પુરુલિયા નગરથી ઈશાનમાં આવેલા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશની તળેટી ટેકરીઓ(ધલેશ્વરી)માંથી નીકળે છે. વર્ધમાન જિલ્લાના નૈર્ઋત્ય ખૂણામાં તેનો પ્રવાહ તોફાની બની રહે છે. અહીં તે દ્વારકેશ્વર નામથી ઓળખાય છે. મિદનાપોર (મેદિનીપુર) જિલ્લાની સરહદે તેને સિલાઈ નદી મળે છે. અહીંથી તે રૂપનારાયણ નામથી ઓળખાય છે. આ નદી મિદનાપોર જિલ્લાને હુગલી અને…

વધુ વાંચો >

રૂપમતીની છત્રી, માંડુ : રૂપમતી માળવાના છેલ્લા અફઘાન સુલતાન મલિક બાયઝીદ ઉર્ફે બાજબહાદુરની પ્રેયસી હતી. એકસમાન સંગીતના રસને કારણે બાજબહાદુર અને રૂપમતી વચ્ચે પ્રગાઢ પ્રેમસંબંધ થયો હતો. તેમની વચ્ચેના નિ:સ્વાર્થ અને સમર્પિત પ્રેમનું કથાવસ્તુ માળવાનાં લોકગીતોનો મુખ્ય વિષય રહ્યો છે. આ બંનેની પ્રેમકથાને આધારે ઈ. સ. 1566માં અહમદ-ઉલ-ઉમરીએ ફારસીમાં એક પ્રેમકાવ્યની રચના કરી હતી. આ…

વધુ વાંચો >

રૂપમતીની મસ્જિદ : અમદાવાદમાં મિરજાપુર પોલીસ ચોકીની બાજુમાં  આવેલી ઈ. સ. 1470માં બંધાયેલી મસ્જિદ. સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં રાણી રૂપમતી(રૂપવંતી)એ બંધાવેલી આ મસ્જિદ સુશોભનની દૃષ્ટિએ પ્રથમ પંક્તિની સુંદર ગણાતી મસ્જિદોમાં મૂકી શકાય એવી છે. અગાશી ઉપરના એના તૂટેલા મિનારા જો હોત તો તેની સંપૂર્ણ સપ્રમાણતા તથા નજાકતનો ખ્યાલ આવી શકત. તેમ છતાં આયોજનની દૃષ્ટિએ માપ…

વધુ વાંચો >

રૂપમતી રાણી (ઈ. સ. સોળમી સદી) : માળવાના છેલ્લા સ્વતંત્ર અફઘાન સુલતાન બાજબહાદુરની પ્રેમિકા. આ ઇતિહાસપ્રસિદ્ધ પ્રેમિકાના જીવન વિશે આધારભૂત માહિતી મળતી નથી. ઇતિહાસના ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે; તે અલગ અલગ અને અસ્પષ્ટ છે. રૂપમતી સારંગપુરની બ્રાહ્મણ કન્યા અથવા નર્તકી હતી; પરંતુ નર્મદા ઘાટીમાં પ્રચલિત આખ્યાનો મુજબ રૂપમતી ધરમપુરી અથવા ટોડાપુરની રાજપૂત કન્યા હતી.…

વધુ વાંચો >

રૂપર્ટ, પ્રિન્સ (જ. ડિસેમ્બર 1619, પ્રાગ; અ. 29 નવેમ્બર 1682, સ્પ્રિંગ ગાર્ડન્સ, વેસ્ટમિન્સ્ટર) : કમ્બરલૅન્ડનો ડ્યૂક, હૉલ્ડરનેસનો ઉમરાવ. તે રૂપર્ટ ઑવ્ રહાઇન તરીકે ઓળખાતો હતો. તે બોહેમિયાના ફ્રેડરિક પાંચમા અને ઇંગ્લૅન્ડના જેમ્સ પહેલાની પુત્રી એલિઝાબેથનો ત્રીજો પુત્ર. વ્હાઇટ માઉન્ટનના યુદ્ધમાં તેના પિતાની હાર પછી તે તેના કુટુંબ સાથે બોહેમિયા છોડી ગયો અને યુનાઇટેડ પ્રૉવિન્સિસમાં સ્થિર…

વધુ વાંચો >

રૂપલાં : ભારતીય કપાસની એક ગૌણ જીવાત. તેની પાંખો સફેદ રૂપા જેવા ચળકતા રંગની હોવાથી તેને ‘રૂપલાં’ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે કપાસમાં નુકસાન કરતી આ જીવાત ભીંડા, અંબાડી અને હૉલિહૉક પર પણ નભે છે. તે ઑક્ઝિકારેનસ લેટસના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ અર્ધપક્ષ(hemiptera) શ્રેણીના લાયજિડી કુળમાં કરવામાં આવેલ છે. ભારતમાં કપાસ ઉગાડતા લગભગ…

વધુ વાંચો >