રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert) (જ. 26 ઑગસ્ટ 1850, પૅરિસ; અ. 4 ડિસેમ્બર 1935, પૅરિસ) : સન 1913ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને ઍલર્જીને કારણે ઉદભવતી ઉગ્ર સંકટમય આઘાતની સ્થિતિ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ પૅરિસમાં ભણીને ત્યાંની મેડિસિન વિદ્યાશાખા(faculty)માં પ્રાધ્યાપક બન્યા હતા. વૈજ્ઞાનિક વિષયો તથા આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

રીંગણ દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum melongena Linn. (સં. વાર્તાકી; મ. વાંગી; હિં. બેંગન, ભંટા, ભટોરા; બં. બેગુન; ક. બદનેકાઈ, કાચીગીડ; ત. કટ્ટારી; મલ. વાળુતિના; ગુ. રીંગણ, વેંગણી, વંતાકડી; અં. એગ પ્લાન્ટ, બ્રિંજલ) છે. તે શાકીય, કાંટાળી કે કેટલીક વાર અશાખિત બહુવર્ષાયુ, 0.6 મી.થી 2.4 મી. ઊંચી વનસ્પતિ છે અને…

વધુ વાંચો >

રીંછ (Bear) : ગળા અને ખભા પર લાંબા કેશ ધરાવતું બરછટ વાળવાળું માંસાહારી (carnivora) શ્રેણીનું પ્રાણી. કુળ ઉર્સિડે. ભારતમાં સામાન્યપણે જોવા મળતા રીંછને અંગ્રેજીમાં ‘sloth bear’ કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Melurus ursinus. મધમાખી અને ઊધઈ જેવા કીટકો, તેનો મનગમતો ખોરાક. પોતાના તીણા અને લાંબા નહોરથી આવા કીટકોને તેમના રાફડા, મધપૂડા વગેરેમાંથી ખોતરીને ભરખી…

વધુ વાંચો >

રુઆન્ડા-ઉરુન્ડી : મધ્ય આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ વીસમી સદીના મધ્યકાળ વખતે બેલ્જિયમના શાસન હેઠળ હતો. 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જ્યારે તેને વાલીપણા હેઠળનો પ્રદેશ બનાવ્યો ત્યારે રુઆન્ડા-ઉરુન્ડીનો વિસ્તાર આશરે 54,000 ચોકિમી. જેટલો હતો અને વસ્તી 50 લાખ જેટલી હતી. ત્વા પિગ્મીઓ રુઆન્ડા-ઉરુન્ડીના સર્વપ્રથમ વસાહતીઓ હતા. હુતુ અથવા બાહુતુ તરીકે ઓળખાતા બાન્ટુ લોકો…

વધુ વાંચો >

રુઇસ્ડાયલ, જેકબ વાન (જ. 1628/1629, હાર્લેમ, હોલૅન્ડ; દફનવિધિ : 14 માર્ચ 1682, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : નિસર્ગચિત્રો સર્જનાર મહાન ડચ બરોક ચિત્રકાર. ચિત્રકાર પિતા આઇઝેક દ ગોયરનો તે શિષ્ય. પિતાએ પાછળથી રુઇસ્ડાયલ અટક અપનાવેલી. હાર્લેમના નિસર્ગ-ચિત્રકાર કૉર્નેલિસ વ્રૂનની ઊંડી અસર તરુણ રુઇસ્ડાયલ પર પડી. 1640થી તેણે ચિત્રસર્જન શરૂ કર્યું અને 1648માં તે હાર્લેમના ચિત્રકારોના સંગઠન ‘ગિલ્ડ…

વધુ વાંચો >

રુક્મણી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ixora arborea Roxb. syn. I. parviflora Vahl. (સં. નવમલ્લિકા, વનમાલિની; હિં. નીવારી, કોથાગંધાલ; મ. નેવાળી, વેક્ષમોગરી, માકડી, રાનમોગરી; ગુ. નેવારી નીમાળી; ક. નીકાડમલ્લિગે; અં. ટૉર્ચ વુડ ઇક્ઝોરા) છે. તે નાનું, બહુશાખિત, સદાહરિત વૃક્ષ કે ક્ષુપ છે અને ભારતમાં ગંગાનાં મેદાનોથી શરૂ થઈ આસામ…

વધુ વાંચો >

રુચિ (જાન્યુઆરી 1963થી ડિસેમ્બર 1968) : ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર ચુનીલાલ મડિયા દ્વારા સંપાદિત અને પ્રકાશિત ગુજરાતી સાહિત્યિક માસિક. 1962ના ડિસેમ્બરમાં મડિયાએ ‘યુસિસ’(યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ)માંથી પત્રકાર-સંપાદકની જવાબદારીમાંથી મુક્ત થઈ ‘રુચિ’ સામયિક શરૂ કર્યું. મડિયાએ પોતાના માસિક ‘રુચિ’ને ગુજરાતીમાં ‘સૌંદર્યલક્ષી સામયિક’ તરીકે તથા અંગ્રેજીમાં ‘એ મૅગઝિન ફૉર ક્રિયેટિવ થૉટ’ તરીકે ઓળખાવ્યું હતું. ‘રુચિ’માં ગુજરાતી, અન્ય…

વધુ વાંચો >

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold) (જ. 13 સપ્ટેમ્બર 1887, ફુકોવર, ઑસ્ટ્રિયા [ક્રોએશિયા]; અ. 26 સપ્ટેમ્બર 1976, ઝુરિક) : સ્વિસ રસાયણવિદ અને એડોલ્ફ બ્યુટેનન્ટ સાથે 1939ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનું પ્રાથમિક ભણતર ઓસિજેક(ક્રોએશિયા)માં થયું હતું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત તેમના રસના મુખ્ય વિષયો હતા; પણ કુદરતમાં મળી આવતા પદાર્થોમાં વિશેષ રસ પડવાથી તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ…

વધુ વાંચો >

રુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી–બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર–જિરાનિયેલ્સ, કુળ–રુટેસી. આ કુળમાં લગભગ 140 પ્રજાતિઓ અને 1,300 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું વિતરણ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં થયેલું છે. તે…

વધુ વાંચો >

રુડેશિયસ ખડકો : ગોળાશ્મ કે કોણાશ્મ બંધારણવાળા જળકૃત ખડકો. કણજન્ય જળકૃત ખડકોનું તેમાંના ખનિજઘટકોનાં કણકદ મુજબ ત્રણ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે : રુડાઇટ સમૂહ અથવા ગોળાશ્મવાળા, દા.ત., કોંગ્લૉમરેટ; એરેનાઇટસમૂહ અથવા રેતીવાળા, દા.ત., રેતીખડક; લ્યૂટાઇટ સમૂહ અથવા માટીવાળા, દા.ત., શેલ. આ પૈકીના પ્રથમ પ્રકારવાળા રુડેશિયસ ખડકો 2 મિમી. કે તેથી વધુ કદવાળા ગ્રૅવલ કે નાના-મોટા…

વધુ વાંચો >