રુદાલી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ. દિગ્દર્શક : કલ્પના લાઝમી. કથા : બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીની વાર્તા પર આધારિત. પટકથા-સંવાદ-ગીત : ગુલઝાર. સંગીત : ભૂપેન હઝારિકા. છબિકલા : સંતોષ સિવન. મુખ્ય કલાકારો : ડિમ્પલ કાપડિયા, રાખી, સુસ્મિતા મુખરજી, દીના પાઠક, રાજ બબ્બર, અમજદખાન, રઘુવીર યાદવ, મનોહર…

વધુ વાંચો >

રુદ્ર : વેદોમાં નિરૂપાયેલા દેવ. રુદ્ર અંતરીક્ષસ્થાનના દેવ છે. ઋગ્વેદના રુદ્ર પાછલા સમયના રુદ્રદેવ કરતાં જુદી જ પદવી ધરાવનાર દેવ છે. ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં (1.114, 2.33, 7.46) તેમની સ્તુતિ મળે છે, જ્યારે તેમનો નામોલ્લેખ લગભગ 75 વાર પ્રાપ્ત થાય છે. રુદ્રદેવ પ્રકૃતિના કયા પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે તે સ્પષ્ટ નથી, પરંતુ रुद्—રડવું ઉપરથી…

વધુ વાંચો >

રુદ્રકૂપ : તળાવ સ્થાપત્યનું એક અંગ. માનવસર્જિત તળાવોમાં વરસાદનું પાણી લાવવા માટે નીક બનાવવામાં આવતી. આ પાણીમાં ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રહેતો. આવા ઘન કચરાવાળું પાણી તળાવમાં જો સીધું જ ઠલવાય તો તળાવના તળિયે કચરાનો જમાવ થતો. ધીમે ધીમે આ કચરાનો જમાવ વધી જાય તો તળાવનું તળ ઊંચું આવવાથી તેની પાણી સંઘરવાની શક્તિ ઘટી જતી.…

વધુ વાંચો >

રુદ્રટ (નવમી સદી) : સંસ્કૃત અલંકારશાસ્ત્રના લેખક. તેમના નામને આધારે તેઓ કાશ્મીરના વતની જણાય છે. તેમનું બીજું નામ શતાનંદ હતું. તેમના પિતાનું નામ ભટ્ટ વામુક હતું. રુદ્રટ પોતે સામવેદના જ્ઞાની હોવાનો ઉલ્લેખ કરે છે. તેમણે પોતાના ગ્રંથ ‘કાવ્યાલંકાર’ના આરંભમાં ગણેશ અને ગૌરીની અને અંતમાં ભવાની, મુરારિ અને ગણેશની સ્તુતિ કરી છે; તેથી તેઓ શૈવ સંપ્રદાયના…

વધુ વાંચો >

રુદ્ર ભટ્ટ (નવમી સદી) : પ્રાચીન ભારતીય આલંકારિક. રુદ્ર ભટ્ટ ‘શૃંગારતિલક’ નામના ગ્રંથના રચયિતા છે તથા ‘કાવ્યાલંકાર’ના કર્તા રુદ્રટથી ભિન્ન છે, પરંતુ બંને ગ્રંથોની પાંડુલિપિઓમાં, લેખકનાં નામોમાં ભટ્ટ રુદ્ર અને રુદ્રટ બંને વાંચવા મળે છે. વળી સુભાષિતસંગ્રહો પણ ભ્રમોત્પાદક બની રહે છે. કારણ કે શાર્ઙ્ગધરપદ્ધતિ વગેરેમાં રુદ્રટનાં ‘કાવ્યાલંકાર’નાં જ ઉદ્ધરણો રુદ્ર અને ભટ્ટ રુદ્રના નામે…

વધુ વાંચો >

રુદ્રમાળ : ગુજરાતનું સોલંકીકાલીન શૈવ મંદિર. સોલંકી રાજા સિદ્ધરાજે સિદ્ધપુર(જિ. મહેસાણા)માં બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે. મૂળમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે. અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં આ મંદિર બે મજલાનું હશે.…

વધુ વાંચો >

રુદ્રસેન પહેલો : દખ્ખણમાં ચોથી સદીમાં થઈ ગયેલો વાકાટક વંશનો રાજા. પ્રવરસેનનો જ્યેષ્ઠ પુત્ર ગૌતમીપુત્ર ઘણુંખરું તેના પિતાની હયાતીમાં મરણ પામ્યો હતો. રુદ્રસેન પહેલો ગૌતમીપુત્રનો ભારશિવ વંશના રાજા ભવનાગની પુત્રી દ્વારા જન્મેલો પુત્ર હતો. રુદ્રસેન તેના દાદાનો વારસ બન્યો અને તેના વંશજોની નોંધોમાં તેને મહાભૈરવ(શિવનું સ્વરૂપ)નો શ્રદ્ધાળુ ભક્ત કહ્યો છે. રુદ્રસેન તેના મોસાળ પક્ષના પ્રભાવથી…

વધુ વાંચો >

રુદ્રસેન બીજો (જ. ?; અ. ઈ. સ. 400 આશરે) : દખ્ખણમાં ચોથી સદીના ઉત્તરાર્ધમાં થયેલો વાકાટક વંશનો રાજા. તે ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ ચન્દ્રગુપ્ત બીજા અને તેની રાણી કુબેરનાગની પુત્રી પ્રભાવતી ગુપ્ત સાથે પરણ્યો હતો. આ લગ્નસંબંધ રાજકીય હેતુ સિદ્ધ કરવા વાસ્તે બંધાયો હતો. આ સંબંધ પછી ગુપ્ત કુળની તેની પત્ની અને ચુસ્ત વૈષ્ણવધર્મી તેના સસરાના…

વધુ વાંચો >

રુદ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા એલિયોકાર્પૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elaeocarpus ganitrus Roxb. syn. E. sphaericus (Gaertn.) K. schum. (સં., મ., તે., ત., ક., મલ., ગુ. રુદ્રાક્ષ) છે. તે પૂર્વ હિમાલયમાં નેપાળ, બિહાર, બંગાળ, આસામ અને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ અને મુંબઈના વનપ્રદેશોમાં થાય છે. તે સદાહરિત મધ્યમ કદનું વૃક્ષ છે અને કેટલીક વાર…

વધુ વાંચો >

રુધરફૉર્ડાઇન : રાસા. બં. : UO2CO3. સ્ફટિકવર્ગ : ઑર્થોરહોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : 3 મિમી. સુધીની લંબાઈના પટ્ટી જેવા છૂટા સ્ફટિકો; (001) ફલક સાથે લાંબા, (100) ફલક સાથે મોટા અને (010) ફલકવાળા ઓછા જોવા મળે. સૂક્ષ્મ રેસાદાર જૂથમાં પણ મળી આવે, વિકેન્દ્રિત ઝૂમખાં જેવા પણ હોય. કઠિનતા : નિર્ણીત નથી. ઘનતા : 5.7થી 5.724. સંભેદ : (010)…

વધુ વાંચો >