Posts by Jyotiben
રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર)
રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર) (જ. 4 ડિસેમ્બર 1893, કિર્બામોર્સાઇડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 12 જૂન 1968, માલ્ટન, યૉર્કશાયર) : અંગ્રેજ કવિ, કલા અને સાહિત્યના વિવેચક. શિક્ષણ લીડ્ઝ યુનિવર્સિટીમાં. બૅંકમાં બે વર્ષ કામગીરી કર્યા બાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં ત્રણ વર્ષ પાયદળ અધિકારી તરીકે સેવા આપી. યુદ્ધ પૂરું થતાં અભ્યાસ પૂરો કર્યો. 1922થી 1931 દરમિયાન લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ…
વધુ વાંચો >રીતિ અને રીતિસિદ્ધાંત
રીતિ અને રીતિસિદ્ધાંત : ચોક્કસ વર્ણો, સમાસો અને ગુણોવાળી કાવ્યરચનાની પદ્ધતિ. કાવ્યના આત્મભૂત તત્વ અંગે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક મહત્વનો સિદ્ધાંત. પોતાના ગ્રંથ ‘કાવ્યાલંકારસૂત્ર’ અને તેના ઉપરની સ્વરચિત ‘વૃત્તિ’માં આચાર્ય વામને (આશરે ઈ. સ. 800) આ સિદ્ધાંત સ્થાપ્યો. વામન કાશ્મીરના રાજા જયાપીડના દરબારમાં અમાત્ય હતા. વામનના મતે ભાષાની પદરચનામાં દોષોના ત્યાગથી તેમજ ગુણો-અલંકારોના સ્વીકારથી કાવ્યસૌંદર્ય પ્રગટે…
વધુ વાંચો >રીતિકાલ (1650–1850)
રીતિકાલ (1650–1850) : હિન્દી સાહિત્યના ઇતિહાસનો 1650થી 1850નો સમયગાળો નિર્દેશતો તબક્કો. ‘રીતિકાલ’ હિંદીમાં શૃંગારપરક કાવ્યો અને લક્ષણગ્રંથોના રચનાકાળના સંદર્ભમાં રૂઢ થઈ ગયો છે. આ સમયગાળામાં ભક્તિ અને નીતિવિષયક કાવ્યો પણ લખાયાં હતાં, પણ શૃંગાર-વિષયક કાવ્યો અને રીતિ-લક્ષણગ્રંથોને પ્રાધાન્ય મળ્યું. આ કાળમાં ભક્તિ-આંદોલન પોતાની તેજસ્વિતા ગુમાવતું ગયું. કવિતા દરબારી સંસ્કૃતિના પ્રભાવમાં આવી, તેના કારણે જે સંસ્કૃત…
વધુ વાંચો >રીબોન્યૂક્લીક ઍસિડ
રીબોન્યૂક્લીક ઍસિડ : જુઓ ન્યૂક્લીઇક ઍસિડ.
વધુ વાંચો >રી ભોઈ
રી ભોઈ : મેઘાલય રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. તે 25° 45´ ઉ. અ. અને 92° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2,448 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાન તરફ આસામ રાજ્યની સીમા, અગ્નિ તરફ અને દક્ષિણમાં ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તથા નૈર્ઋત્યમાં વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તેમજ પશ્ચિમે આસામ રાજ્યની સીમા આવેલાં…
વધુ વાંચો >રીમાન્ન, જ્યૉર્જ ફ્રેડરિક બર્નહાર્ડ
રીમાન્ન, જ્યૉર્જ ફ્રેડરિક બર્નહાર્ડ (જ. 17 સપ્ટેમ્બર 1826, બ્રેસલેન્ઝ-હેનોવર; અ. 20 જુલાઈ 1866, સેલેસ્કા, ઇટાલી) : જર્મન ગણિતશાસ્ત્રી. તેમનું કર્તૃત્વ મુખ્યત્વે ભૂમિતિ અને ગાણિતિક પૃથક્કરણ સાથે સંકળાયેલું છે. વળી તેમના અવકાશ અંગેના ખ્યાલ અવકાશની ભૂમિતિ સાથે સંકળાયેલા હતા, જેની આધુનિક ભૌતિકશાસ્ત્રના વિકાસમાં ભારે અસર થઈ અને પાછળથી સાપેક્ષવાદના ખ્યાલોમાં આધારરૂપ બન્યા. સુખી અને નિષ્ઠાવાન કુટુંબના…
વધુ વાંચો >રીમ્ઝ કથીડ્રલ
રીમ્ઝ કથીડ્રલ : ગૉથિક કલા અને સ્થાપત્યનું એક સૌથી ભવ્ય સર્જન. 1211થી 1311 દરમિયાન બંધાયેલ આ કથીડ્રલનું નિર્માણ, ફ્રાન્સના રીમ્ઝ શહેરમાં રાજવીઓના રાજ્યાભિષેકના પરંપરાગત સ્થળે કરવામાં આવ્યું છે. 1210માં આગ લાગ્યા પછી આ કથીડ્રલનું બાંધકામ જ્યાં દ’ ઑરબેઝ નામના સ્થપતિના માર્ગદર્શન હેઠળ 1211માં આરંભાયું. જે જિન લુપે 1231થી 1237 સુધી; ગૉચર દ રીમ્ઝે 1247થી 1255;…
વધુ વાંચો >રીમ્સ (Reims)
રીમ્સ (Reims) : ઉત્તર ફ્રાન્સમાં આવેલું કિલ્લેબંધીવાળું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 19´ ઉ. અ. અને 4° 04´ પૂ. રે.. તે પૅરિસથી ઈશાનમાં આશરે 158 કિમી. અંતરે વેસ્લી નદી પર આવેલું છે. આ શહેરની ખ્યાતિ તેના ભવ્ય કથીડ્રલને કારણે ઊભી થયેલી છે. રીમ્સનું આ કથીડ્રલ તેરમી સદીમાં બંધાવું શરૂ થયેલું અને 1430માં પૂરું થયેલું. તે…
વધુ વાંચો >રીયુનિયન
રીયુનિયન : હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 21° 00´ દ. અ. અને 56° 00´ પૂ. રે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 650 કિમી. તથા મૉરિશિયસથી નૈર્ઋત્યમાં 180 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુ જ્વાળામુખી-પ્રસ્ફુટનની ક્રિયાથી તૈયાર થયેલો છે. તેનો વિસ્તાર 2,512 ચોકિમી. જેટલો છે. સેન્ટ ડેનિસ તેનું પાટનગર (વસ્તી : 1.23 લાખ) છે. તે…
વધુ વાંચો >રીવિયેરા
રીવિયેરા : ભૂમધ્ય સમુદ્રના ઉત્તર કિનારા પરની આશરે 6°થી 10° પૂ. રે. વચ્ચેની સાંકડી ભૂમિપટ્ટી. તે દક્ષિણ ફ્રાન્સના હાયેર્સથી વાયવ્ય ઇટાલીના લા સ્પેઝિયા સુધી વિસ્તરેલી છે. તેના પીઠપ્રદેશની ભૂમિ પરથી આલ્પ્સ પર્વતો શરૂ થાય છે. વાસ્તવમાં અહીંના દરિયાકિનારે દુનિયાના ઘણા ભાગોમાંથી, વિશેષે કરીને યુરોપમાંથી હજારો પ્રવાસીઓ સ્વાસ્થ્ય સુધારવા અને મનોરંજન માણવા આવે છે, તેઓ ત્યાંના…
વધુ વાંચો >